SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના સમયે શ્રુત કંઠસ્થ હતું. શિષ્યની પરંપરાથી શ્રુત આગળ વધતુ હતું. પછી ક્ષયોપશમની ન્યૂનતાને કારણે પ્રભુના ૧૦૦૦ વર્ષ પછી થયેલા "દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ"ની અધ્યક્ષતામાં પ૦૦ આચાર્ય ભગવંતની વાચના વલ્લભીપુરમાં થઈ. અને તે સમયે શ્રુત ગ્રંથસ્થ થયું. એ શ્રુતજ્ઞાન જીર્ણ થતું-થતું આપણા સુધી પહોંચ્યું છે. એ મૃતરૂપી નદીનું સંરક્ષણ ઘણાં જ્ઞાન ભંડારો અને મહાત્માઓ કરી રહ્યા છે. તેમાં અત્યારે જે મહાત્મા શ્રુત-આગમનું સંપાદન અને લેખન કરી રહ્યાં છે. તેની જાણકારી “શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાન ભંડાર" "અહો ! શ્રુતજ્ઞાન' મેગેઝીન દ્વારા આપી રહ્યું છે. તેનો જે વિશેષાંક બહાર પાડી રહ્યો છે. તેની અનુમોદના..... અનુમોદના.... પ્રભુના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ દરમ્યાન શ્રુતરક્ષા માટે થયેલ વાચના ક્યાં | ક્યારે | કોની નિશ્રામાં | વિશેષ | (૧) નેપાલ વી. સં. ૧૬૦ આ.ભદ્રબાહુસ્વામીજી મ. | શ્રી દ્વાદશાંગ શ્રત (પાટલીપુત્ર) આ. સ્થૂલિભદ્રસ્વામીજી મ. સંકલન વાચના (ર) ઉજ્જૈન સમ્રાટ સંપ્રત્તિની વિનંતીથી વી.સં. ૨૪૫ થી ર૯૧ આ. સુહસ્તિ સૂ. મ. આગમ સંરક્ષણ વાચના (૩) કાલિંગદેશ આ. સુસ્થિત સૂ. મ. | સમ્રાટ ખારવેલની વિનંતીથી વી.સં. ૩૦૦ થી ૩૦૩ (ઉદયપર્વત) આ. સુપ્રતિબદ્ધ સૂ. મ. આગમ વાચના (૪) દશપુરનગર વી.સં. પ૯ર | આ. આર્યરક્ષિત સૂ.મ. ચતુરનુયોગ વિભાગ વાચના (૫) મથુરા વી.સં. ૮ર૭ થી ૮૪૦ | આ. કન્દિલ સૂ. મ. આગમ અનુયોગ વાચના (૬) વલ્લભીપુર વી.સં. ૮ર૭ થી ૮૪૦ | આ. નાગાર્જુન સૂ. મ. | આગમ અનુયોગ વાચના (૭) વલ્લભીપુર વી.સં. ૯૮૦ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ પુસ્તક લેખન વાચના મહાપુરૂષોએ કરેલ ગ્રંથરચનાની ઝલક ૧) પરમાત્માના ૧૪,૦૦૦ શિષ્યો - ૧૪,૦૦૦ પન્ના ૨) આ.શ્રી ભદ્રબાહુસ્વામીજી - નિર્યુક્તિગ્રંથો – કલ્પસૂત્ર ૩) આ. શ્રી મદ્ભવાદી સૂ. મ. - ૧ શ્લોકના આધારે ૧૦,૦૦૦ શ્લોક પ્રમાણ દ્વાદશાહનચક્ર ૪) આ. શ્રી આર્યરક્ષિત સૂ. મ. - ચાર અનુયોગનું વિભાગીકરકણ ૫) આ. શ્રી ઉમાસ્વાતિ મ. સા - પ૦૦ ગ્રંથો (તત્ત્વાર્થ સૂ.પ્ર. ચિ.) ૬) આ. શ્રી હરિભદ્રસૂ. મ. - ૧૪ ગ્રંથો – સંસ્કૃત ટીકાની શરૂઆત કરનાર ૭) આ. અભયદેવ સૂ. મ. - નવઅંગની ટીકા (વૃત્તિ) કરનાર ૮) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મ. - સાડા ત્રણ કરોડ શ્લોક ૧ લીંબુ નીચે પડે તેટલા સમયમાં ૯ શ્લોક બનાવનાર સિદ્ધ હેમ શબ્દાનુશાસન ૯) સમયસુંદરગણિ - રાગા નો વઘતે સૌરા” ના ૮ લાખ અર્થ કરનાર. 'અહો કૃતજ્ઞાનમ્ સાક્ષાત ગંગોત્રી 62
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy