________________
સંશોધિતમ્ શ્રી બારસાસ્ત્રમ્
પૂ. આ. શ્રી રૈવતભૂષણ વિજયજી મ. સા
૫.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન વિજયવંત છે. સહુથી વધુ સૌભાગ્ય આપણું એ જ છે કે એ શાસન આપણને મળ્યું છે. આ શાસનમાં વર્તતા ભવ્યજીવોને તરવા માટે બે આલંબન છે. જિનપ્રતિમા અને જિનાગમ. સંપ્રતિ આપણે જિનાગમ અંગે વિચારશું. લાંબા સમય સુધી ચાલી શકે તેવું હસ્તલિખિત સાહિત્ય તૈયાર કરવામાં આપણી સહુની ધીરતા ખૂટી, ખર્ચાળ લાગી એટલે ટુંકમાં તૈયાર થઈ જાય; વળી, જેનું આયુષ્ય પણ અલ્પ સમયનું છે તેવા પ્રીન્ટીંગ તરફ આપણે ઝંપલાવ્યું.
વર્તમાનમાં જાણે કહી શકાય કે છાપકામ ક્ષેત્રે સુવર્ણયુગ આવ્યો છે. રોજ-પ્રતિદિન નવા-નવા ગ્રન્થો પ્રગટ થાય છે. વળી, ઘણા રીપ્રીન્ટ પણ થાય છે. માત્ર પ્રકાશક કે સંપાદકના નામ બદલાઈ ગયા હોય છે. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં સકળ સંઘમાં ઉલ્લાસભેર વંચાતા મહામહિમ શ્રીબારસાસૂત્રની પ્રતોમાં પણ એક પછી એક માત્ર રીપ્રીન્ટ કે દેખાદેખીથી પ્રકાશન કરવાની હરિફાઇમાં સૂત્રોમાં શુદ્ધતા જળવાતી નથી.
વિ.સં. ૨૦૬૧માં મુંબઈ મધ્યે ચાતુર્માસમાં શ્રી બારસાસ્ત્રનું વાંચન કરતાં મારા ગુરુદેવ પરમશ્રધ્યેય ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રીમદ્વિજયહમભૂષણ સૂરીશ્વરજી મહારાજને સૂત્રમાં વિવિધ સ્થળે ભૂલો જોતાં મનમાં વિચાર ઉદ્ભવ્યો કે આ પવિત્ર શ્રી બારસાસૂત્રમાં સંશોધન કરી શુદ્ધિ આણવી જોઇએ. શાસનના વિવિધ કાર્યો વચ્ચે તે કાર્ય શક્ય ન હોવાથી “વિજયરામચન્દ્રસૂરિ શિષ્યાણુ”ને તે કાર્ય સોંપવામાં આવ્યું. અલ્પ સયમાં ઘણી મહેનતે તેઓએ પ્રાચીન હસ્તલિખિત તાડપત્ર તેમજ વર્તમાન વિવિધ ગુણવત્તાવાળી મુદ્રિતપ્રતોને મેળવણી કરી જ્યાં જ્યાં અશુદ્ધ પ્રયોગ જણાયો, જયાં જયાં પાઠભેદો જણાયા ત્યાં ત્યાં નીચે ટીપ્પણીમાં ઉલ્લેખ કરવા પૂર્વક શ્રી બારસાસ્ત્રનું સંશોધિત સાહિત્ય તૈયાર કર્યું.
આ ગ્રંથ તૈયાર કરવામાં મુખ્ય લક્ષ્ય સંશોધનનું ન હતું માત્ર બને તેટલા શુદ્ધ પાઠો લઈ વાંચવા યોગ્ય પ્રતિ તૈયાર કરવાનું હતું. વર્ષોથી જે પાઠો ચાલુ છે તેમાં સાચું પણ પરિવર્તન કરવાથી આ પ્રતિ સર્વગ્રાથ નહીં બને તેમ લાગવાથી બધા પાઠ સુધાર્યા નથી. કેટલેક સ્થાને પ્રચલિત પાઠ મૂળમાં રાખી શુદ્ધપાઠ ટીપ્પણી (ફૂટનોટ)માં મૂક્યાં છે. વિવિધ સ્થળે નાના-મોટા પાઠભેદોને પ્રાયઃ ૧૯ર જેટલી ફૂટનોટ દ્વારા દર્શાવ્યાં છે. તે ઉપરાંત સૂત્રોમાં જ્યાં સુધારા આવશ્યક હતાં તે પણ જરૂરી લાગતાં કર્યા છે. તેના કેટલાક ઉદાહરણ આપુ છું. ઘણી મુદ્રિત પ્રતોમાં તેમાં તેíવાને તે સમi એવું સાથે જોવા મળે છે. પણ તે યોગ્ય નથી. તેમ કરવાથી અર્થ બદલાઈ જાય છે. તે સ્થાને
તે ને આમ યોગ્ય છે તેથી આ મુજબ રાખ્યું છે.સૂત્ર નં. ૭માં 'ગથ્થોગદું રેડ્ડર રેત્તા" તેવું ઘણી મુદ્રિત પ્રતોમાં જોવા મળે છે. નવા વાંચન કરનાર સાધુઓ આપંક્તિ કેવી રીતે વાંચવી તે સમજી ન શકે તેથી સ્પષ્ટ કરવા માટે અમે "મોઢું વરે, મથ્યોગદંરેત્તા" એ મુજબ પૂર્ણ પાઠ રાખ્યો છે. સૂત્ર નં. ૮ ઇત્યાદિમાં મોનામો, પુત્તનામો આમ ટૂંકમાં છાપેલ છે ત્યાં સુધારો કરીને મોનાનામો ટેવાnિg! પુરૂનામોટુવાલુng! એ રીતે પાઠ ટાંક્યો છે. સૂત્રનં. ૧૦માં પણ તાડપત્રીયમાં મળતો પાઠ મુદ્રિત પ્રતમાં અપૂર્ણ જણાય છે તેનોનીચે ટીપ્પણીમાં ઉલ્લેખ કર્યો છે. આવા તફાવત તો ઘણા છે જે ટીપ્પણીમાં નોંધ્યા છે.
અહો શ્રુતજ્ઞાન