________________
સૂત્રને. પ૧માં 'સુમિનો રિતાઓ' તથા જ્યાં સંબોધન હોય ત્યાં ઢવાણુo' તેમજ સૂત્રને. ૧૦૧માં 'મસUi૪" આ મુજબ ટુંકમાં લખી અક્ષરો સૂત્રવાંચનારને આપમતિથી ઉમેરવાના રાખ્યા હતાં. પરંતુ નવા સાધુ અનુંસંધાન જોડી ન શકે તેથી તે સ્થાને અનુક્રમે"સુમિળોગર રત્તા," તેવાણુfપ્પણ', તેમજ'મસ પUરવાસા'પૂર્ણપાઠ લીધા છે. સત્રનું, ૧૧૪માં "સત્યમેવ પંપમુદ્રિથ નોર્વરે, સત્તા" અહિં ગ્રન્થ લાઇવ કરવા ટૂંકમાં હતું જે બધાન સમજી શકે માટે ત્યાં "સરા" ને સ્થાને "સત્યમેવ પંચમુટ્રિયનોયે રેત્તા' આમપુનઃ પૂર્ણપાઠ લખ્યો
સૂત્રનં. ૧૧૭માં "વાયુરિવ" તેમજ "મોમે' જોવા મળે છે ત્યાં અનુક્રમે "વાડફવ" તેમજ "મનો" કર્યું છે. અંતરાઓમાં સૂત્રનં. ૧૭૩માં "નવસયા' જોવા મળે છે ત્યાં "નવવસિસયા' જોઈએ તેમજ સૂત્ર નં. ૧૮૧માં 'નસીમે સંવછરે ગચ્છ' જોવા મળે છે ત્યાં "નસીમે સંવચ્છરે 51ને ગચ્છડું" જોઈએ તથા સૂત્ર ૧૮૬ થી ૧૮૯ માં "સહસ્તેહિં રૂથ્વી" પદ છે તે ખોટું છે. ત્યાં "સહસ્તેટિં ૩UTPમિન્વી' જોઇએ. તે બધે જ સ્થળે સુધારેલ છે.
જ્યારે દેવાનંદા બ્રાહમણી ઋષભદત્ત બ્રાહ્મણને તથા ત્રિશલારાણી સિદ્ધાર્થ મહારાજાને આવેલા ચૌદસ્વપની વાત કરે છે ત્યારે માત્ર ''નવનાવસિટિંવ" આમ ટૂંકમાં લખેલ છે તેમન બોલે તે સમયે ચૌદે ચૌદ સ્વપનાં નામ બોલે તેથી અમે સંપૂર્ણગાથા ૧૪ સ્વરૂના નામ વાળી લીધી છે અન્યત્ર "ગયગાવસિદિંવ" રાખેલ છે.
આ મુજબ અન્ય ઘણાં સ્થળોમાં આવશ્યક લાગતા સુધારા કર્યા છે. વાંચનારને અનુકૂળ રહે તે માટે દરેક સૂત્ર નવા પેરેગ્રાફથી શરૂ કરી દરેક સૂત્રને છુટા પાડ્યા છે. અક્ષરોનું કદ, શબ્દો વચ્ચેનું અંતર, વાક્યો વચ્ચે મૂકાતા કોમા વિગેરે બરાબર છે કે નહી ? આ બધી જ બાબતો મેટર કંપોઝ કરાવતા બીજી પ્રતો પણ નજર સામે રાખીને કરેલ છે. લાંબા સમાસિક શબ્દો બોલવામાં સહેલા પડે તે માટે વચ્ચે ડેશ આપી સામાસિક શબ્દો છૂટાપાડ્યાં છે. વિષય બદલાતાં નવા શીર્ષક સાથે વિવિધ પ્રસંગો પ્રદર્શિત કર્યા છે. શબ્દોનો વર્ણ બોટલગ્રીન રાખવામાં આવ્યો છે કે જેથી ૨ થી ૩ કલાક પણ નવા સાધુને વાંચવામાં અક્ષરોઆંખમાં ખૂંચે નહીં પણ ઠંડક આપે.
આ ગ્રન્થની વધુ ઓળખાણ તો ગ્રન્થને વાંચવાથી જ થશે પણ તેની શરૂઆતમાં "સંશોધક ની નજરે"લખાણ વાંચવાથી દરિયામાં ડૂબકી લગાવ્યાનો અહેસાસ થશે. - પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપા તેમજ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય “વિજયરામચંદ્રસૂરિશિષ્યાણ” ના ઉપનામ હેઠળ સંશોધન કાર્ય સંપન્ન કરી પોતાનાં નામની નિઃસ્પૃહતા વ્યક્ત કરનાર સંશોધકશ્રીને લાખ લાખ ધન્યવાદ આપવા ઘટે તેવું સુંદર કાર્ય તેઓએ બજાવ્યું છે.
છઘસ્ય અવસ્થા, પ્રમાદાદિ કારણે આ સંશોધન, સંપાદન, મુદ્રણ ઈત્યાદિમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. વિદ્વાનો તે તરફ અમારી દ્રષ્ટિ ખેંચે એવી અભિલાષા.
પરમશ્રદ્ધેયપ્રકાશન ટ્રસ્ટ દ્વારા મદ્રણ તેમજ હસ્તલિખિત તાડપત્ર તથા સુવર્ણશાહીથી આ ગ્રન્થ તૈયાર થઈ રહ્યો છે. ટ્રસ્ટના સરનામે સંપર્ક કરવાથી તે ગ્રન્થ પ્રાપ્ત થઈ શકશે. આ ગ્રન્થ સાથે બતાવાતા ચિત્રોમાં પણ ઘણાં સુધારા હતાં તેનું પણ કાર્ય આ સાથે જ થઈ રહ્યું છે.
બસ અંતે એટલું જ કહેવું છે કે પૂર્વ મહર્ષિઓ આપણા માટે ઘણું મૂકીને ગયાં છે. પણ, છપાવવાની ઉતાવળ આદિના કારણે આપણે તે શ્રતને અશુદ્ધ કરી રહ્યા હોઇએ તો તેમાં કાળજી રાખી આગળ વધવું જોઇએ એ જ શુદ્ધિથી મારો તમારો આત્મા શુદ્ધસ્વરૂપને ધારણ કરે એ જ શુભાભિલાષા.
અહો શ્રુતજ્ઞાનમ્ પોતાનું પ્રતિબિંબ