________________
૧૯) પ્રેસવાળાને કહેવું જોઇએ કે બીજીવાર છપાવવાનું થયું તો તમને જ આપવાની ભાવના રાખીએ
છીએ. પણ પ્રકાશક પાસે આ બધું હોવુજરુરી છે, માટે માંગીએ છીએ. ૨૦) બીજીવાર છાપવા પણ તે જ વ્યક્તિને આપવું જોઇએ, કારણ કે તેમણે મહેનત કરી હોવાથી,
દરેક આવૃત્તિ તેમને જ છાપવા મળે એવી તેમને અપેક્ષા હોય અને ગાઢ તકલીફ ન હોય તો
પ્રકાશકનું પણ તેમને જ આપવાનું ઔચિત્ય બને. ર૧) મોંઘી પત્રિકા ટાઇપના કામોને બાદ કરીએ, તો પ્રેસ લાઇનમાં કમાવાની અપેક્ષાએ માથાકૂટ વધારે છે. એમાં ય ડી.ટી.પી વર્ક તો લેબર વર્ક જ છે. તેના અનુભવી હોય અને સારું કામ કરતા હોય, તેમને કસવા કરતા ખુશ રાખવા એ વધારે સારુ છે. તો એ આ લાઇનમાં જીવતા રહેશે.
નહીંતો ફયુચરમાં ડબલ ચાર્જ દેતાય આ બધુ - સંસ્કૃતાદિટાઇપિંગ કરનાર મળશે નહી. રર) પ્રેસવાળાએ લગભગ ઓવર લોડ લઇ લીધા હોય છે. ફકત તમને બંધાયેલા કોઇ હોતા નથી.
એમના વચનો મુજબની સમયમર્યાદામાં કામ થઇ જશે એવી આશા રાખવી નહીં. તમે એક જ જણને પકડીને એને અનુકુળ થઇને ખુશ રાખ્યા હોય, તો કાર્ય સરળ બને, તેવું શક્ય ન હોય, તો જે પ્રેસવાળા તદન નજીક હોય, રોજ આવવું હોય તો આવી શકે તેમ હોય તે આપણી નજીકમાં
હાજરી હોવાથી એકટીવ થઇ જતા હોય છે. ૨૩) ચોપડી હાથમાં ન આવે તે પહેલા વિમોચન તારીખ નક્કી કરવી એ પોતાની અને પ્રેસવાળાની
અસમાધિનો ઉપાય છે.
આપ મૃત દ્વારા જિનશાસનની વિરલ-અદ્દભૂત-અબૂલ કોટીની સેવા કરી રહ્યા છો. તેની અત્તરના ઊંડાણથી ખુબ ખુબ અનુમોદના...
સાધુ-સાધ્વી સંસ્થા પ્રત્યે અત્યંત બહુમાનને ધારણ કરીને... તેઓશ્રી દ્વારાજ શાસનને ધબુકતું રાખવાનીઆપની ખેવનાને ખરેખર સલામ છે. પુસ્તકો વસાવીમોટો જ્ઞાન ભંડાર બનાવ્યો... ગમે ત્યારે ગમે તે પૂજ્યોને પુસ્તકો પહોંચતી કરવી... પાછી આવે એટલે જમા કરવી. ન હોય તો મગાવીને વસાવવી... નકલ ઓછી પડે તો એની નકલ કરાવવી. સંશોધન કાર્યમાં સાધુ ભગવંતોને જોડવા... 'અહો કૃતજ્ઞાનમ્' પરિપત્ર દ્વારા જ્ઞાન-શ્રુતની ગરિમા-મહિમાને ચારે કોર પ્રસરાવવી.. દૈનિક સવારે ઉપાશ્રયમાં બિરાજમાન ગુભગવંતોને વંદના જવું.... શ્રી પાર્શ્વનાથ ફાઉન્ડેશનના ઉપક્રમે ડાક્ટરી-દવાકીય ઉત્તમ સેવા દ્વારા શાતા અર્પવી. અમદાવાદ-સુરત-મુંબઈ વગેરે શહેરોમા’ જઈપૂજ્યોના સંપર્કમાં રહેવું જાતના ખર્ચે (સુકૃતથી) કઈ-કેટલી સેવા આપ કરી રહ્યા છો... વગેરે વગેરે આપના શ્રેષ્ઠ સુકૃતોની ખુબ ખુબ અનુમોદનાઅનુમોદના-અનુમોદના.શાસન દેવ આપને વધુને વધુ શક્તિ-સહાય આપે... અને દીર્ધાયુ બની શાસનની ખુબ ખુબસેવા કરતા રહો એવી અન્તરની શુભેચ્છા. એટલું જ નહિ -આજ ભવેચારિત્રમોહનીયનો ભુક્કો બોલાય.. આવતા ભવે ૮ વર્ષની વયે ચારિત્રા પામી - ૧૪ પૂર્વેધર બની.... જિનશાસનની ખુબ સેવાપ્રભાવના-રક્ષા કરીનને પરમ પદ પામોએવી શુભેચ્છા.
શેષશુભમાંદેવદર્શનાદિમાં યાદ કરશો ધર્મારાધનામાં ઉજમાળ રહોએજ શુભેચ્છા.
ખાસ... જીવતુ-જાગતુ' ક્ષેત્ર એટલે શ્રી ભુવનભાનુ સ્મૃતિ મંદિર. તેના દર્શન-પ્રદક્ષિણા વગેરે અવારનવાર કરજો... ખુબ લાભ થશે. અનુમોદના પ.પૂ. મુનિ શ્રી કુલભાનુ વિજયજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
અહોશ્રુતજ્ઞાન સુભગ સૌદર્ય