________________
૧૦) ટાઇપિંગવાળાને શી રીતે અનુકુળ પડશે એનો દરેક બાબતમાં વિચાર કરો. એનાથી
હકીકતમાં આપનું કામ સરળ બનતું હોય છે. ૧૧) એકવાર તમે પ્રેસકોપી કે પૃફ ટાઇપિંગવાળાને આપો પછી એને ભૂલી જાઓ. તમે તમારા
આગળના કામે લાગો. તમે રાહ જોઇ રહ્યા છો તો પ્રેસ એ નરક છે. તમે આગળના કામમાં પરોવાઇ જશો. તો તમે ૧૦ની બદલે ૧૦૦ ચોપડીનું કામ કરી શકશો. પ્રેસવાળા તમને પ્રુફ આપે ત્યારે તમને યાદ આવવું જોઇએ કે તમે આ કામ આપ્યું હતું. તેઓ દબાણ કરવા છતાં એક કામમાં વચ્ચે બીજું કામ લઇ શકતા હોતા નથી. દબાણ કરવાથી એમનો ને આપણો સમય
બગડે છે જેની અસર તે કામ અને આગળના કામપર થાય છે. ૧૨) તમારે કોની પાસે છપાવવું છે, તેનો પહેલાથી વિચાર કરી લો, અને એમને જ ટાઇપ કરવા
આપો. ટાઇપિંગ મજુરી છે. કંઇક કમાણી પ્રિન્ટીંગમાં થતી હોય છે. જેમનો પોતાનો પ્રેસન હોય, એમને પણ પ્રેસવાળા પાસેથી કંઇક કમિશન મળતું હોય છે. બધી મજૂરી કરાવીને પછી બીજાને છાપવા આપવા માટે ફાઇલ માંગવી એ માણસનું હૃદય માંગવા જેવું છે કે એની તિજોરીની ચાવી માંગવા જેવું છે. યા પહેલાથી વિચારી લેવું જોઇએ ને અપાઇ જ ગયું હોય, તો પછી તેમને જ
છાપવા દેવું જોઇએ. નહીંતો ઘણા કષાયોમાં નિમિત્ત બનાય અને કામ પણ બગડે. ૧૩) પ્રિન્ટીંગમાં ૧૦૦૦નો જ ચાર્જ લાગવાનો છે એમ વિચારીને ૧૦૦૦નકલ છપાવી દેવાનો વિચાર ન કરો. કેટલી નકલની જરુર છે એ વિચારો, ક્યાં મોકલવાની છે. એ વિચારો, એનો જે ફિગર આવે એમાં રપ/૫૦ ઉમેરીને સંખ્યા નક્કી કરવીએ બહેતર છે. પ્રિન્ટીંગનો ભલે ૧૦૦૦ નો ચાર્જ હોય, પણ કાગળ અને બાઇન્ડિંગના ચાર્જમાં ફરક પડે છે. ટ્રાન્સપોર્ટેશન વગેરેમાં ફરક પડે છે અને જયાં સ્ટોકનો મુદો આવે ત્યાં ખર્ચો લાખો કે કરોડોમાં ય પહોંચી શકે છે. સતત માનસિક
ભાર રહે એ જુદુ. એટલે વધારાની ૫૦૦-૭૦૦ નકલ સરવાળે ખૂબ ખૂબ મોંઘી પડે છે. ૧૪) જ્ઞાનભંડારો, પજ્ય સંયમી ભગવંતો. શ્રાવકો-જેમને પસ્તક મોકલવાના હોય તેમના પોસ્ટલ
સરનામાંઓ પ્રેસવાળાને જ આપવાથી તેઓ જ પોસ્ટ કરી છે, અને આપ એકદમ હળવા બની
શકો. ૧૫) જ્ઞાનખાતાનું કે ભક્તનું દાન મળવું સહેલું છે, પણ યોગ્યશ્રાવક વહીવટકરનારનહોય, તો
કદાચ તમારે શ્રાવક બનવું પડે, સ્વરુચિથી માથે લેનાર કોઇ હોય, તોજ સંપાદન કામ કરવું અનેપ્રફવાંચનની આગળનું બધું કામ એજ કરે એવી નીતિ રાખવી એ સંયમજીવનમાંખૂબ
અનુકુળ રહે છે. સમયદાનવગરનું સંપત્તિદાનસંયમજીવનમાં વિપત્તિબની રહે છે. ૧૬) પ્રાચીન ગ્રંથનું સંપાદનાદિ હોય તો તેમાં ટાઇટલ પેજમાં અને ફર્ટ પેજમાં મૂળ ગ્રંથકારટીકાકાર ભગવંતોનું નામ ખાસ લખવું અને આપણા કે આપણા ગુરુ ભગવંતના નામ કરતા વધુ સારી રીતે આવે તે રીતે લખવું. ગ્રંથનાનામપછી2"numberમાં આંખે ઉડીને વળગે એવુમૂળકારશ્રી-ટીકાકારશ્રીનું નામ હોય, એવું કરવું એ આપણું ઔચિત્ય છે. નહી તો ગ્રંથ આપણા નામે ચડાવવાનો સૂક્ષ્મ દોષ લાગે. જ્ઞાનભંડારનું લિસ્ટિંગ કરનારા તે ગ્રંથના કર્તા તરીકે સંપાદકનું નામ લખી દેતા હોય છે, તેમાં તેમનું અજ્ઞાન અને આપણું
અનૌચિત્ય બંને કારણહોય છે. ૧૭) પૂર્વસંશોધક-સંપાદક અને પૂર્વપ્રકાશકને પણ યોગ્ય ન્યાય મળે એ રીતે એમનો ઉલ્લેખ
કરવો જોઇએ. ૧૮) પેમેન્ટ પહેલા તે ગ્રંથની PDF File, Open File અને Fonts તથા ટાઇટલની પણ આ બધી
1 અહો કૃતજ્ઞાનમ્ વસ્તુ વહીવટદારને અપાવી ચેક કરાવી લેવી જોઇએ.
| સર્વતાની સિદ્ધિ
55