________________
રાગાતા. ૧૬
रोमागिह नाम
થયો ! તેં वादारकिण
अस्मबियढम હજી||સો. ત્રિવિદgUItવી maછાદિ
पदासना।।।स तिपयन
લેખન- સંપાદન-પ્રકાશન ગાઇડ -પ્રિયમ્
નવા-નાનાપૂજ્યો માટે આપણે ત્યાં દર વર્ષે સેંકડોની સંખ્યામાં નવા પ્રકાશનો થતા હશે. સંયમજીવનની ચર્ચા અને
મર્યાદામાં એકાદ પણ પુસ્તકનું સંપાદન કરવું એ વિકટ છે જ એમાં પણ જો મહાત્માને આ વિષયનો અનુભવ ન હોય તો એ કાર્ય અનેકગણું વિકટ બની શકે છે. અહી પ્રસ્તુત છે એ વિષેની
કેટલીક ઉપયોગી વાતો. 9) is Ridg 24224 auld sel 9. When you have nothing to say, say nothing
જ્યારે તમારી પાસે કાંઇ કહેવા જેવું ન હોય, તો કાંઇ ન કહો. કયારેક એવું બની શકે કે શ્રોતાઓ આખાપ્રવચનમાં પ્રવચન શરુ થવાની રાહ જોઇ રડ્યા હોય. તમારા હોઠ ફફડે એ અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ વસ્તુ બોલવા માટે જ હોવું જોઇએ. આ જ વસ્તુ લેખનની બાબતમાં પણ સમજવા
જેવી છે. મિતં પસારંવવવોદિવાગ્મિતાપરિમિત અને સારભૂત વચન એખરી વકતૃત્વ કળા છે. ૨) કંઇ પણ શરુ કરતા પહેલા એની જરુરિયાત અને ઉપયોગિતાનો વિચાર કરો, એ માટે
સંતોષકારક જવાબનમળે, તોએ કાર્ય કરવું રહેવા દો. ૩) લખવા ખાતરન લખો, દરેક પાનું, દરેક લીટી, દરેક શબ્દ જાનદાર હોય, જીવંત અને અસરકારક
હોય એવો પ્રયાસ કરો, એવુ ન લખાયું હોય એને છેકી દેવામાં ઉદારતા દાખવો. ૪) જે લખો એ શાસ્ત્રસાપેક્ષ લખો, હિતકારક લખો, સ્વપ્રશંસા, પરનિંદાના ત્યાગપૂર્વક લખો. ભગવાનની વાણીના ૩૫ ગુણોમાંથી ઘણા ગુણો કેળવવા ખૂબ જ સરળ છે. તે ગુણોને
અપનાવવા પ્રયાસ કરવો જોઇએ. ૫) રફ જેવું લખાણ હોય, તેને મહેનત બચાવવા ટાઇપિંગમાં આપી દેવાથી પ્રાયઃ સરવાળે મહેનત વધે છે. તેમને કામની જરુર હોય, તેથી ના ન પાડે, પણ એવા કામમાં એ ય હેરાન થાય અને આપણે ય હેરાન થઇએ. એની બદલે સુવાચ્ય અક્ષરોમાં ફેર કરીને આપવું સારું. અક્ષરો સારા નહોય તો સુધારવાની મહેનત કરાય. ૬) જે પુસ્તકાદિકરાવવું હોય એની A to Z બધી મેટર એક સાથે આપી દો. દરેક પ્રકે કે વગર પૂરું
પૂંછડા ન જોડો. તેનાથી કામ લંબાય છે ને કરનારનો ઉલ્લાસ તૂટે છે. ટાઇટલની મેટર, પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરે બધું જ પહેલાથી આપી દો. પુસ્તક વિષે બીજો પણ જે વિચાર
કરવો હોય એ પહેલાથી કરી દો. ૭) પ્રફમાં ફકત ટાઇપિંગ મિસ્ટેક જ સુધારવાની હોય, નવી સ્ફણા, સુધારા, વધારા, પરિવર્તનો,
સંશોધન આ બધું પ્રકમાં કરવાની વસ્તુ નથી. એ બધું ટાઇપિંગમાં આપતા પહેલા થઇ ગયું હોવું જોઇએ. બહુ મોટો પ્રોબ્લેમ ન થતો હોય, તો આપણે જે એક વાર આપી તે મેટર તે શબ્દોને વળગી રહેવું જોઇએ. જરા-તરા, પસંદ-નાપસંદ, નવી સ્ફણા જેવા કારણોસર પરિવર્તનો ન કરવા જોઇએ. એનાથી ટાઇપિંગ કરનારને ગદ્ધા મજૂરી જેવું લાગે. ચાર્જ, ઉલ્લાસ, સમય –
બધી દષ્ટિએ ફરક પડી જાય. ૮) બને તો પહેલા પ્રફનું રીડિંગ ત્રણ જણ પાસે કરાવો. એ શકય ન હોય, તો જાતે ત્રણ રીડિંગ
કરો. આ રીતે કર્યા પછી બીજા પ્રફમાં ફકત એ મેચ કરો કે પહેલા પ્રફની ભૂલો સુધરી છે કે નહી, જે રહી ગઈ હોય એને અને જેમાં સુધારતા કંઇ ક્ષતિ થઇ ગઇ હોય એને બીજા પ્રકમાં
સુધારી દો. આ રીતે કરવાથી ત્રીજું પ્રફ પ્રાયઃ ફાઇનલથઇ જશે. ૯) ઇન્થિયા પલ્વિયા કબ હુ ન શુદ્ધિયા - સ્ત્રી અને પુસ્તક કદી શબ્દ હોતા નથી, એ કહેવતને
અનુસારે પુસ્તકોમાં પ્રાયઃ ભૂલો (ટાઇપિંગ વગેરેની) રહી જતી હોય છે. છતા સુવાચ્ય પ્રેસકોપી તૈયાર કરવાથી અને વધુ જણ પાસેપુફ રીડિંગ કરાવવાથી મહત્તમ ભૂલો સુધરી શકે છે. શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય
અહો શ્રુતજ્ઞાનમ્ આત્મવિકાસ