SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) જાણ્યું તો તેનું ખરું, મોહેનવિલેપાય, સુખદુખ આવે જીવને, હર્ષ-શોકનવિથાય. ૫) વિદ્યારૂપી ધનતણું, અતિ આશ્ચર્ય જણાય, ખરચ્યા વિણ ખૂટી પડે, વધે જેમ વપરાય. He who doesn't know, and knows, that he doesn't know, is a fool – leave him He who knows, and doesn't know, that he knows, is asleep awake him He who doesn't know, and knows that he doesn't know, is simple - teach him He who knows, and knows, that he knows, is wise follow him શ્રુતભક્તિ ૧) શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાંનું આઠમું કર્તવ્ય કૃતભકિત છે. શાસ્ત્રગ્રંથો લખવા, લખાવવા, છપાવવા દ્વારા શ્રુતજ્ઞાનને આગળ ધપાવીને આ શ્રુતભકિત થઇ શકે છે. ૨) શ્રાવકના દૈનિક ૬ કર્તવ્યોમાંનુ છઠું કર્તવ્ય જિનવાણીનું શ્રવણ છે. તે પણ એક પ્રકારની શ્રુતભક્તિ જ છે. ગુરુદેવના શ્રીમુખે દરરોજ પરમાત્માની વાણી સાંભળીને આ રીતે શ્રુતભક્તિ કરી શકાય છે. ૩) શ્રાવકના જીવનભરમાં કરવાના ૧૮ કર્તવ્યો ૧૦ મું કર્તવ્ય પુસ્તક લેખનવાંચન છે. શાસ્ત્રો લખાવવા-છપાવવા, શાસ્ત્રોની વાચનાઓ ગોઠવવી વગેરે દ્વારા આ કર્તવ્યનું પાલન થઇ શકે ૪) મહજિણાણની સજઝાયમાં બતાવેલા શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં ૩૫મું કર્તવ્યપુસ્તક લેખન છે. તાડપત્ર,કાગળ, તામ્રપત્ર વગેરે ઉપર શાસ્ત્રો લખાવી-છપાવીને શ્રુતનો ઉદ્ધાર કરવોએ હાલ શ્રાવકનું પરમ કર્તવ્ય છે. ૫) શ્રુતને ગ્રંથસ્થ કરીને જેમ શ્રુતભક્તિ થાય તેમ શ્રુતને કંઠસ્થ કરીને પણ શ્રુતભક્તિ થાય. ૬) ચતુર્વિધ સંઘને ભણવા-ભણાવવા માટે પાઠશાળા પંડિતોની વ્યવસ્થા, આર્થિક સહાય વગેરે દ્વારા શ્રુતભકિત થઇ શકે. ૭) જ્ઞાનભંડારોવ્યવસ્થિત કરવા, સાચવવા વગેરે દ્વારા પણ શ્રુતભક્તિ થાય. ૮) લલ્લિગ શ્રાવક ઉપાશ્રયમાં રત બેસાડીને તેના પ્રકાશમાં હરિભદ્રસૂરિજીને શાસ્ત્રો લખવાની સુવિધા કરી આપીને શ્રુતભક્તિ કરી હતી. ૯) કુમારપાળ મહારાજાએ ૭૦૦ લહિયા બેસાડીને હેમચન્દ્રસુરિજીના મુખમાંથી નીકળતી મૃતગંગાને તાડપત્રો ઉપર અંકિત કરાવીને શ્રુતભક્તિ કરી હતી. | અહો શ્રુતજ્ઞાનમ્ શિખર સ્પર્શ I /\/\/\/\/ ૧ /// // //yyyyyyક8/yyyy)""""""
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy