________________
'जई वि हु दिवसेण पयं, धरिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जोगं मा मुंचसु, जई इच्छसि सिक्खिउं नाणं ।। २९ ।।' અર્થ : જો જ્ઞાન ભણવા ઇચ્છતા હો તો એક દિવસમાં એકપદ (શબ્દ) અને ૧૫ દિવસમાં અડધો શ્લોક યાદ રહેતોપણ ઉદ્યમાન છોડવો. પ) સમ્યદ્રષ્ટિએ ભણેલ વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નાટકશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વગેરે શ્રુતજ્ઞાનરૂપ બને છે. ૬) જેમ દોરડું ઉન્માર્ગે જતા બળદને માર્ગે લાવે છે જેમ લગામ ઉન્નમાર્ગે જતા ઘોડાને માર્ગે લાવે છે, તેમ જ્ઞાન ઉન્માર્ગે જતા જીવને માર્ગેલાવે છે. દા.ત. યુવરાજર્ષિ વગેરે... ૭) શ્રુતજ્ઞાનની આરાધનાથી પૃથ્વીપાલ રાજાની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાન મળે છે. વૈવિધ્યસભર શ્રુતજ્ઞાન: ૧) હરિભદ્રસૂરિજીએ ૧૪ ગ્રંથોની રચના કરી. ર) ઉપાધ્યાયશ્રીયશોવિજયજીએ રહસ્ય, સાર, પરીક્ષા અંતવાળા ઘણા ગ્રંથો રચ્યા. ૩) ઉપાધ્યાયશ્રી મેઘવિજયજીએ રચેલા સતસંધાન મહાકાવ્યમાં ૧-૧ શ્લોકમાંથી ૭ – ૭ અર્થો
નીકળે, ૭ કથાઓ એક સાથે ચાલે. ૪) યોગશાસ્ત્રના પહેલા ક્લોકના ૧૦૮, ૧૦૦૮અર્થો કર્યા છે. ૫) ર૦૦૦ વર્ષો પૂર્વે થયેલ ઉમાસ્વાતિ વાચકજીએ તત્વાર્થના દસ અધ્યાયોમાં ઘણા પદાર્થોનો
સંગ્રહ કર્યો છે. ૬) વસ્તુપાળ-તેજપાળે નરનારાયણાનંદ મહાકાવ્ય, નેમિનાથ સ્તોત્ર, અંબિકાદેવી સ્તોત્ર
વગેરેની રચના કરી. ૭) કુમારપાળ મહારાજાએ આત્મનિંદાદ્વત્રિશિકાની રચના કરી. ૮) વસ્તપળ-તેજપાળે૭૦૦પાઠશાળા બનાવી. જ્ઞાનભંડાર નિર્માણમાં ૭ કરોડ રૂપિયાનો વ્યય
કર્યો. સર્વ શાસ્ત્રોની ૧-૧પ્રતિ સોનાની શાહીથી લખાવી. ૯) માંડવગઢના મંત્રી પેથડશાહ રાજયસભામાં જવા હાથીની અંબાડી ઉપર બેસે ત્યારે પણ
'ઉપદેશમાળા' ગ્રંથની પ્રત સાથે રાખતા. ૧૦) ભુવલયગ્રંથ આંકડા પર રચાયેલો છે. વિશ્વની ૪૦૦થી વધુ ભાષાઓમાંતે વાંચી શકાય છે. ૧૧) દ્વિવર્ણરતમાલિકામાં દરેક શ્લોકમાત્ર બેવર્ણોનો ઉપયોગ કરીને બનાવાયો છે. ૧૨) એકાક્ષરી શ્લોકો પણ શાસ્ત્રોમાં મળે છે જેમાં એક જ વર્ણનો ઉપયોગ થયો છે. ૧૩) રત્નાકરવતારિકામાં રત્નપ્રભસૂરિજીએ અમુક ભાગમાં ૧૨ અક્ષરોનો ઉપયોગ જ કર્યો નથી. જ્ઞાનનું માહાત્મય કાવ્યમાં ૧) જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાનપરમ સુખહેત,
જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્વસંકેત ૨) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુખ રહિતનકોઇ
જ્ઞાની પૈર્યથી ભોગવે, મૂર્ખ ભોગવે રોઇ ૩) ભણતા પંડિતનીપજે, લખતા લહીયો થાય,
ચારચારગાઉ ચાલતા, લાંબો પંથ કપાય.
અહો શ્રુતજ્ઞાનમ્
તરબતર
45