________________
જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણે સંસાર
પૂ.પં.શ્રી. રતબોધિવિજયજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય જ્ઞાનનું મહત્વ ૧) જ્ઞાન આ ભવમાં અને પરભવમાં હિતકારી છે કેમ કે પ્રાયઃ તેનાથી જ ઇષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે.
તેના વિના ઇષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. દા.ત. ભોજન, ગમન, શયનવગેરેમાં ભાવીનાનુકસાનને
જાણે તોજીવતેમાં પ્રવર્તતો નથી અને ભાવીની ઇષ્ટસિદ્ધિને જાણે તોજીવતેમાં પ્રવર્તે છે. ૨) દ્વેષ વગેરે બધા દોષો કરતા પણ અજ્ઞાન વધુ ભયંકર છે. કેમ કે અજ્ઞાનથી આવરાયેલો જીવ
હિત-અહિતને જાણતો નથી. ૩) જ્ઞાન એપ્રયત વિનાનો દીવો છે. ૪) જ્ઞાનએ હંમેશા ઉદય પામેલ સૂર્ય છે. ૫) જ્ઞાનએ ત્રીજી આંખ છે. ૬) જ્ઞાનએ ચોરી ન શકાય એવું ધન છે. ૭) જ્ઞાનથી પાપમાંથી નિવૃત્તિ થાય છે, શુભકાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને વિનયનો સ્વીકાર થાય છે. ૮) તત્વોની શ્રદ્ધારૂપે દર્શન વગેરે પણ જ્ઞાન હોતે છતે જ મળે છે. આથી હિતકારી પુરુષના ઉપદેશ વગેરેથી જ્યાં સુધી તત્વોનું જ્ઞાન થતું નથી. ત્યાં સુધી તેમની ઉપર શ્રદ્ધા થતી નથી. ઉતરાધ્યયન
સૂત્રમાં કહ્યું છે नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे। चरितेण निगिण्हइ, तवेण परिसुज्झह ।। २८/३५ ।। અર્થ – જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, ચારિત્રથી નિગ્રહ કરે છે અને તપથી શુદ્ધ થાય છે. શ્રુતજ્ઞાનનું મહત્વ ૧) શ્રુતજ્ઞાનથી બાકીના જ્ઞાનોનું સ્વરૂપ કહી શકાય છે. ૨) પ્રાયઃ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બાકીના જ્ઞાનો મળે છે. ૩) શ્રુતજ્ઞાન અપેક્ષાએ કેવળજ્ઞાન કરતા પણ ચઢિયાતું છે. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે.
ओहो सुओवउतो, सुअनाणी जह वि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ, अपमाणं सुअंभवे इहरा ।। ५२४ ।। અર્થ – શ્રુતના ઉપયોગવાળો શ્રુતજ્ઞાની કદાચ અશુદ્ધ ગ્રહણ કરે તો કેવળી પણ તેને વાપરે. જો કેવળી તેને ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે 'सुअनाणं महिड्ढिअं, केवलं तयंणंतरं । अप्पणो सेसगाणंच, जम्हा तं पविभावगं ||' અર્થ : શ્રુતજ્ઞાન મોટી ઋદ્ધિવાળુ છે, કેવળજ્ઞાન તેના પછી છે, કેમકે શ્રુતજ્ઞાન પોતાને અને બીજાને જણાવનારુ છે. ૪) જ્ઞાન શ્રેષ્ઠ ઉપકારી છે. પાંચ જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન મુખ્ય હોવાથી બધી શક્તિથી તેની આરાધના કરવી જોઇએ.પુષ્પમાળામાં કહ્યું છે.
અિહો શ્રતોના
જ આનદન આકાશી