________________
જ્ઞાન'પાસે બે અપેક્ષાઓ પૂ. આ. શ્રી વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રુત'ની સેવા માટે 'અહો શ્રુતજ્ઞાનનું પ્રકાશન નિરંતર થઈ રહ્યું છે. એના લીધે સંઘમાં કંઈક અંશે હવે 'ઋત'ની ઉપેક્ષા ઓછી થઈને 'અપેક્ષા'માં પલટાઈ ચૂકી છે. પૂર્વપેઢીના પગલે પગલે નવી પેઢીના શ્રમણ-શ્રમણીઓમાં 'શ્રુતભક્તિ' વૃદ્ધિ પામી રહી છે. સંશોધન અને સર્જનના ક્ષેત્રે સારી જાગૃતિ આવી રહી છે. હજુ વધુને વધુ શ્રમણ-શ્રમણીઓ એમની શક્તિને 'શ્રુત'ની ભક્તિમાં લગાવે તો ભવિષ્ય સારું જણાય છે. તપાગચ્છમાં જે રીતે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા 'શ્રમણ-શ્રમણીઓની દરવર્ષે ભરતી થઈ રહી છે, તે જોતાં દશ વર્ષ પછી તેઓને એક મજબૂત શક્તિશ્રુતની સેવા માટે મળી શકશે. ગુરુજનો દ્વારા આ સશક્ત શ્રમણ-શ્રમણીઓને માટે ૧૦ વર્ષ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, કર્મગ્રન્થ, આચારગ્રન્થોના અધ્યયન-અધ્યાપન માટે વ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવે તો શ્રત સર્જન અને સંશોધન બન્ને ક્ષેત્રમાં યુવા શ્રમણ-શ્રમણીઓનો બહુ સરસ લાભ મળી શકે.
પ્રાચીન હસ્તપ્રતોના લિવ્યંતર અને સંશોધન પર હાલના સંજોગોમાં સૌથી વધુ ઝોક આપવો જોઈએ. કેમકે આપણા હસ્તલિખિત સંગ્રહમાં હજારો પ્રતો વણઉકલી હાલતમાં પડી છે. જો કે હાલમાં ભારતમાં ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોનું સાહિત્ય પણ ઘણું બધું હોવા છતાં ભારત બહાર ફ્રાન્સ, જર્મન, જાપાન, ઈટલી, લંડન વગેરે સ્થળોમાં આપણા કરતાં વધુ સાહિત્ય ખજાનો ચાલ્યો ગયો છે. અને તે હસ્તપ્રત સાહિત્યમાં વૈવિધ્યસભર ઘણું બધું પ્રાચીન સાહિત્ય હોવાનો અંદાજ છે. ઈટલીની એક લાયબ્રેરીમાં ૧ લાખથી વધુ જથ્થામાં હસ્તપ્રત હોવાનો સંદેશ મળ્યો છે, ત્યારથી આ અંગે પ્રવચન શ્રતતીર્થ શંખેશ્વરના કાર્યકરો પ્રયત્નશીલ છે. પણ હજુ સુધી એની માહિતી મળી નથી. આ બાબતે કોઈપણ પુણ્યાત્માની ઓળખાણ-કડી ગોઠવાઈ જાય તો અવશ્ય કરવા જેવું આ કાર્ય છે. પંડિતવર્ય છબીલદાસ કેસરીચંદ ખંભાતવાળાએ નજરોનજર જોયેલી અને સંભળાયેલી ઘટના મુજબ એક સ્ટીમર ભરીને ખંભાત બંદરેથી હસ્તપ્રતોનો ખજાનો પરદેશ ભેગો થયો હતો. શ્રતમંદિરના સંસ્થાપક શ્રી બચુભાઈ પોપટલાલ શાહ પાટણવાળા સાથે એમના એક પરિચિત બહેન દ્વારા સમાચાર મળેલ કે, ઈટલીમાં એક લાયબ્રેરીમાં ૧ લાખ હસ્તપ્રતો છે. એના મેમ્બર બનવા માટે બહુ જ કડક નિયમો છે. એ લાયબ્રેરીની કોઈ જ વિગત બહાર ન જાય માટે બહુ જ કડક અંકુશ રખાય છે. આપણે ત્યાં ભંડારોમાં જે સાહિત્ય મળતું નથી, તેવું ઘણું બધું પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય ત્યાંની લાયબ્રેરીમાં પહોંચી ગયું હોવું જોઇએ. ખરેખર કોઇકપુણ્યાત્મા આની ખોજ શરુ કરે તો કંઈક સફળતા મળવાની સંભાવના ખરી ! આમાં સમય-સંપત્તિનો વ્યય થશે, પણ સફળતા મળી ગઈ તો અઢળક હસ્તપ્રતોનો સંગ્રહ મળી જતાં જૈનશાસન ન્યાલ થઈ જશે. આપણે સૌ ધન્ય થઈ જશે. આ કાર્યમાં કોક તો અગ્રેસર બની આગળ વધે એવી ભાવના. 'અહો શ્રુતજ્ઞાન માં એવી શ્રુતભક્તિ-શક્તિ છે કે વણઉકેલી હજારો પ્રતો લિäતર થવા પામે અને પરદેશની ભૂમિ પર ચાલી ગયેલો મૃતખજાનો પુનઃ પ્રાપ્ત થવા પામે, આ આશા-અપેક્ષા વધુ નહિ ગણાય અને અસ્થાને નહિ ગણાય એવા હૃદયના અતૂટ વિશ્વાસ સાથે 'અહો શ્રુતજ્ઞાનને અંતરના આશીર્વાદ !
| અહો શ્રુતજ્ઞાન ://Y/ / \/ \/ / \ \/ / \ \7, 7 } *67
F ;
| સમતા સરિતા