SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આજની બે તાતી જરૂરીયાતો પૂ. આ. શ્રી વિજય હિતવર્ધન સૂરિજી પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રુતજ્ઞાન તો અરિહંતના શાસનની લાઈફ લાઈન છે. ભગવતી સૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનને પરમેશ્વર કડ્યું છે, તીર્થકરવત્ પૂજ્ય કહ્યું છે. આ શ્રુતજ્ઞાન આગમો, આગમાનુસારી શાસ્ત્રો તેમજ શાસ્ત્રનું સારી ગ્રંથોમાં સમાયેલું છે. તેથી શાસ્ત્ર જ ભૂત-વર્તમાન અને ભાવિકાળના શ્રી સંઘ માટે પ્રાણત્રાણ અને સર્વસ્વ છે. પહેલી જરૂરીયાતઃ- શ્રુતજ્ઞાનના અધ્યયનનો પ્રધાન અધિકારી વર્ગ શ્રમણ સંસ્થા છે. તેથી શ્રુતજ્ઞાનના અધ્યયન, રક્ષણ, સંશોધન, સંકલન, વિનિયોગ આજે શ્રુતજ્ઞાનના અંગરૂપ શાસ્ત્રોગ્રંથોનાપ્રકાશન કેપુનઃપ્રકાશનનો રસ વધી રહેલો દેખાય છે પણ આ રસને વાળવાની જરૂર છે. શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે તે જોતાં બેશક કહેવું પડશે કે પ્રકાશન કે પુનઃપ્રકાશનનો રસ ઘટાડી પહેલા નંબરે પ્રગટ શાસ્ત્રો-ગ્રન્થોના ઉડા અભ્યાસનો રસ કેળવવાની જરૂર છે અને તે પછી અપ્રગટ શાસ્ત્રો-ગ્રંથોના સંશોધનનો રસ કેળવવાની જરૂર છે. વર્તમાન સ્થિતિઃ- જેટલાં શાસ્ત્ર-ગ્રંથો આજે પ્રગટ થઈ ચૂક્યાં છે તેને વ્યાપક અને ઉંડ અધ્યયન કરનારાની સંખ્યા ઘટી રહી છે, કદાચ ઉત્તરોત્તર ઘટી રહી છે. હવે, પ્રગટ ગ્રંથોનું બહોળુ અને ઉડાણ ભર્યું અધ્યયન નથી કર્યું તો તેવા મહાત્માઓ અપ્રગટ શ્રુતના સંશોધન માટે જરૂરી સજ્જતા ક્યાંથી પામી શકશે? અપૂર્ણ સજ્જતા ધરાવનારા મહાત્માઓ સંશોધન કરશે અને અપ્રગટ શ્રતને પ્રગટ કરાવશે ત્યારે કેવી કેવી દ્વિધા-અવ્યવસ્થા અને ક્યાંક વિપરીત અર્થો પેદા થઈ શકશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે.... આ સ્થિતિને ટાળવા માટે અને અપ્રગટ કૃતના સુસજ્જ સંશોધન-પ્રકાશન સંઘને મળી રહે તે માટે શ્રમણવર્ગમાં શાસ્ત્રોનો ઉડો અભ્યાસ થાય, વૃદ્ધિ પામે તેમજ તે પછી ગ્રંથ પ્રકાશનના બદલે સંશોધનનો રસ સીંચાય અને ફળીભૂત બને તે જરૂરી છે. બીજી જરૂરીયાતઃ- પ્રકાશિત શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી ગ્રંથોની પણ શુદ્ધવાચના તૈયાર થવી જોઈએ અને સંશોધન પામી રહેલાં ગ્રંથોને પણ શુદ્ધવાચના તૈયાર કરીને જ વિજંભિત કરવા જોઈએ. આ બીજી જરૂરીયાત છે અને ખૂબ અગત્યની જરૂરીયાત છે.એક પછી એક પ્રગટ ગ્રંથોના અનેક અનેક વાર પુનઃપ્રકાશન થતાં રહે પણ શુદ્ધવાચના તૈયાર નહીં થયેલી હોવાથી અશુદ્ધ પાઠો અને તેના કારણે વિપરીત અર્થો ચિરંજીવી બને છે. પુનઃપ્રકાશન કરતાં પહેલાં તે ગ્રંથની તમામ પ્રગટ પ્રતો અને અને તેના આધારરૂપ હસ્તપ્રતો મેળવી પાઠશુદ્ધિ કરવી જોઈએ અને તે પછી તેની સંપૂર્ણ શુદ્ધવાચના તૈયાર કરી તેનું પ્રકાશન કરવું જોઇએ. એ જ રીતે સંશોધનને આધીન ગ્રંથોને પણ પ્રગટ કરી દેવાની ઉતાવળ ન કરતાં પ્રથમ તેના તમામ ફ્લેવરને શુદ્ધિ બક્ષવી જોઈએ. ઉપર કહ્યું તે મુજબ તેની સાદ્યુત શુદ્ધવાચના તૈયાર કરવી જોઈએ.ભવિષ્યકાલીન સંઘને યથાર્થ મૃત વારસો આપવા માટે આ બંને જરૂરીયાતો પૂરી કરવી જોઇએ. અહો! શ્રુતજ્ઞાનમ્.... અંગે.... "જિનમંદિરના જિર્ણોદ્ધારમાં ઘણા રસ લે છે. મને જ્ઞાનમંદિરના જિર્ણોદ્ધારમાં રસ છે" બાબુભાઇ બેડાવાળાએ મને આ શબ્દો કહેલાં. શબ્દોને સાર્થક કરતાં હોય તેમ અનેક અવસરે સંશોધન માટે અપેક્ષિત હસ્તપ્રતો મેળવી આપવામાં મને તેમણે શક્ય સહાય પણ કરી છે. તેમની મૃતભક્તિનાજ પ્રતીક રૂપ તેમના દ્વારા પ્રગટ થતું 'અહો શ્રુતજ્ઞાનમ્' મુખપત્ર છે. આ મુખપત્રમાં પ્રગટ થતી શાસ્ત્ર અબાધિત માહિતીઓને આવકારું છું અને સુશ્રાવક બાબુભાઈને તેમની નિછળ શ્રુતભક્તિ બદલ અભિનંદન સહઆશિષ પાઠવું છું... અહો શ્રતાનમ્ - મહેક મહેક મહેંક 40
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy