________________
છે. અહોભાવનું અમૃતાંજનમઃ 'અહોવ્રુતજ્ઞાનમ્
પૂ. આ.શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા.
પૂ. શ્રી ધર્મસૂરિજી સમુદાય પ્રભુના આ શ્રેયસ્કર શાસનમાં શ્રુતજ્ઞાનનો મહિમા કેવો અદભૂત છે એ આવશ્યકવિધિના 'સુઅસ્સ ભગવઓ' શબ્દો સાંભળતા સમજાય છે, તો પાક્ષિકાદિ પ્રતિક્રમણની સ્તુતિમાં લખાયેલ 'મોક્ષાગ્રદ્વારભૂત' વિશેષણ વિચારતા સમજાય છે. ધર્મશાસનની સ્થાપના બાદ પ્રભુએ ગણધર ભગવંતોને સર્વપ્રથમ દાન શ્રુતજ્ઞાનનું કર્યું છે, તો શાસનની અંતિમ પાટપરંપરા સુધી ઝળહળતું રહેવાનું સૌભાગ્ય પણ આ શ્રુતજ્ઞાનને જ વર્યું છે.
કેવા કેવા શ્રતધર મહાપુરુષોએ આ શાસનને દીપ્તિમાન બનાવ્યું છે એની માત્ર આછેરી ઝલક પણ બંધ આંખે નિહાળીએ ત્યારે મન-મસ્તક એ મહાપુરુષો પ્રત્યે બહુમાનભાવથી ઝૂક્યા વિના ન રહે. માત્ર બે ગાથા પ્રમાણ કરેમિ ભંતે' સૂત્ર પર અઠ્યાવીશ હજાર ક્લોકપ્રમાણ ટીકા રચનાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ, પાંચસો પાંચસો ગ્રન્થો સર્જનાર શ્રી ઉમાસ્વાતિજી ભગવંત અને ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થો ગૂંથનાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વગેરે મૃતધરોનું સ્મરણ હૈયે 'અહોજિનશાસનમ્' નો નાદ ગુંજતો કરી દે એવું છે.
બહિર્મુખતાથી તર-બ-તર અને નિતનવા ભૌતિક સાધનોથી ભરપૂર આ કાળમાં ય શ્રમણ પરંપરામાંએ મૃતોપાસનાની પ્રણાલિકા જળવાઈ રહી છેઃ ક્યાંક મહાકાય સંસ્કૃત ટીકાઓની રચનારૂપે, ક્યાંક નૂતન સંસ્કૃત ગ્રન્થસર્જનરૂપે, ક્યાંક સંશોધનરૂપે, ક્યાંક લોકાભિમુખ ઉપદેશરૂપે, તો ક્યાંક અધ્યયન-અધ્યાપનોપયોગી પુસ્તકો રૂપે. ઠેર ઠેર વિચરતા શ્રમણવૃંદો દ્વારા રચાતા આ ગ્રન્થોની-પુસ્તકોની સમયસર જાણકારી સૌમૃતોપાસકોને સમયસર મળી રહે તે માટેની કડી બની રહ્યું છે 'અહો શ્રુતજ્ઞાનમ્'. આ ચાતુર્માસિક સામયિકે છેલ્લા અગિયાર વર્ષોમાં, સર્જાતી કૃતિઓની વ્યાપક સૂચિ પ્રસ્તુત કરીને શ્રુતસર્જકોની શ્રુતભક્તિનો જે પરિચય કરાવ્યો છે. એ આંખોમાં અહોભાવનું અમૃતાંકન કરે એવો છે.
મુરઝાતી જતી મૃતોપાસનાની રુચિના સાંપ્રત વાતાવરણમાંય સર્જનશીલ રહેતા સૌ મૃતોપાસકોને અભિનંદન અને એમના સર્જનની સુવાસ શ્રમણ- સંઘમાં પ્રસરાવતા 'અહો શ્રુતજ્ઞાનમ્' સામયિકને અભિનંદન સાથે વિરમતા પૂર્વે એ પ્રાર્થના કે શ્રુતભક્તિનાં ફળરૂપે સૌ મૃતોપાસકોને શ્રી દશવૈકાલિક આગમકથિત ચાર ઉપલબ્ધિ હોઃ "(૧) મને શ્રુતનો બોધ થાઓ (૨) હું શ્રતમાં તન્મય ચિત્ત બનું (૩) આત્માને ચારિત્રમાં સ્થિર કરું(૪) અન્યોને પણ ચારિત્રમાં સ્થિર કરું"
એક કરવા જેવું કામ ‘અહો શ્રુતજ્ઞાનમ' પચીસમાં સુવર્ણ અંક સુધીની યાત્રા પૂરી કરે છે એ ઘટના મૃતપ્રેમી સાહિત્યોપાસક વર્ગ માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. આ સિદ્ધિની પાછળનું બળ છે. બાબુભાઈની નિષ્ઠા અને દ્રષ્ટિ. શ્રુત-સાહિત્ય સંબંધી માહિતી ઉપલબ્ધ કરવાનો આ પ્રયાસ એક પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. કરવા જેવું આ કામ કરીને શ્રી બાબુ ભાઈએ મૃત જગતનો એક ખાલી ખૂણો ભરી દીધો છે. આમાં પુસ્તકો/પ્રકાશનોની માત્ર સૂચિ જ નહિ, મૃતોપાસના સંબંધી ઉપયોગી વ્યાવહારિક વિચારો પણ રજૂ થાય છે - તે પણ વર્તમાન પડકારો અને જરૂરિયાતોને સામે રાખીને - એ તેની વિશેષતા છે. 'અહો શ્રુતજ્ઞાન!' દ્વારા બાબુભાઈની સેવાઓશ્રી સંઘને અવિરત મળતીરહો એવીમંગળ કામના. ઉપા. શ્રી ભુવનચંદ્ર વિજયજી શ્રી પાર્શ્વ ગચ્છ
અહો શ્રુતજ્ઞાનમ્ I પવિત્રતાનો પવન