________________
તુલનાત્મક અધ્યયન પૂ. આ. શ્રી. મહાબોધિસૂરિજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
વર્તમાન જૈનસંઘના વિદ્વાનોને સંશોધનકાર્યમાં જેટલી અનુકુળતા મળે છે, એટલી ૫૦ કે ૧૦૦ વર્ષ પૂર્વેનતી મળતી. એ હકીકત છે. છતાં દુઃખની વાત એ છે... આજથી ૫૦ કે તેથી અધિક વર્ષો પૂર્વે જૈનસંઘમાં જેવું સંશોધન કાર્ય/ સંપાદન કાર્ય ચાલતું હતું.. તેવુ અનેકવિધ સગવડો મળી હોવા છતા હાલમાં નથી ચાલતું.મુખ્ય વાત તો એ કરવાની છે. વર્તમાનમાં કોઇપણ ગ્રંથનું સંશોધન સંપાદન કે વાંચન પણ કરવું હોય તો તુલનાત્મક અધ્યયનની પદ્ધતિ વિકસાવવા જેવી છે. એમ કરવાથી અનેક પદાર્થોનું જ્ઞાન દીવાની જેમ અત્યંત સ્પષ્ટ થાય છે. વળી પૂર્વ પૂર્વમાં આચાર્યોને પરવર્તી આચાર્યે કેટલુ અનુસર્યા છે. કયાં પોતાની મૌલિક પ્રજ્ઞા અને પ્રતિભા બતાવી છે. એનો પણ ખ્યાલ આવે. સહુથી મોટી વાત .. હસ્તપ્રતોની અશુદ્ધિને લીધે પાઠમાં જયાં ગરબડ થઇ હોય.. ત્યાં શુદ્ધિ થાય છે.
આવી શુદ્ધવાચનાના સ્વાધ્યાયથી અનેરો આનંદ આવે છે. આગમ ગ્રંથની જેટલી ચૂર્ણ, ટીકા વગેરે ઉપલબ્ધ હોય.. તેને સમક્ષ રાખીને જોવાંચન કરવામાં આવેતો ઉપરોક્ત લાભો થયાવગરનરહે.
એક દ્રષ્ટાંતથી આ વાત સમજાશે.
ભગવાન પાર્શ્વનાથનું નામ પાર્જ કેમ પડયું? એ અંગે સુબોધિકા (કલ્પસૂત્રટીકા) માં પાસેથી (પાર્શ્વત:) સર્પને સરકતો જોયો માટે પાર્શ્વ નામ પાડવામાં આવ્યું.. એવો ઉલ્લેખ છે. જયારે આવશ્યકની હારિભદ્રી ટીકામાં સરકતા સાપને ‘પાસ-પૂણ્યતિ જુવે છે. અંધારામાં પણ સાપને જોયો, માટે પાર્શ્વનામ પાડવામાં આવ્યું.. આવો ઉલ્લેખ મળે છે. આમ બંને ગ્રંથમાં ભિન્ન વ્યાખ્યા મળે છે. અલબત આવશ્યકવૃત્તિ પૂર્વ વતી ગ્રંથ છે. સુબોધિકા પરવત છે. આ સિવાય અન્ય ચરિત્રકારો વગેરે ક્યા નામને : વ્યાખ્યાને અનુસરે છે. આ બધુ વિચારીને કોઈ એક વ્યાખ્યાને નિશ્ચિત કરી શકાય.
આવા તો અનેક પદાર્થો છે. જેનો નિર્ણય કરવો હજી બાકી છે. આ રીતે જો અધ્યયન થશે તો ઘણો લાભ થશે. છેલ્લા અનેક વર્ષોથી ‘અહો મૃત જ્ઞાન” ના માધ્યમે શ્રીસંઘને ખાસ કરીને વિદ્વાન શ્રમણ/શ્રમણી ભગવંતોને સુશ્રાવક બાબુભાઇ બેડાવાળા દ્વારા નવા નવા ગ્રંથોનો પરિચય કરાવાયો. જે અત્યંત ઉપયોગી બન્યો છે. આ જ રીતે આવનારા વર્ષોમાં આવ્યવસ્થા વધુ વિકસિત બને એવી શુભેચ્છા.
વર્ષોથી શ્રુતપ્રકાશનની વિવિધ સમુદાયના મહાત્માના નવીનત પ્રકાશનોની યાદી પ્રકાશિત થાય છે તે અતિઉપયોગી બની છે. શ્રુત સમુદ્ર છે. અનેક પૂર્વની મહાપુરુષો અપૂર્વ મૃતનો વારસો આપી ગયા છે. અપ્રગટ સાહિત્યઘણું છે. નાનું જેટલું સંરક્ષણ થાય તે ભાવિપ્રજાને ઉપયોગી થશે. આજે જ્ઞાનની સુંદર ઉપાસના કરનાર, સંશોધન કરનારનવું ચિંતન રજુ કરનાર મહાત્માઓને ધન્યવાદ છે. આ બધામાં તમારી શ્રુતભક્તિ ચાલુ રાખશો. મૃતની રક્ષાથી શ્રુતપ્રભાવનાથી લાભ અપરંપાર છે. અભિનવ શ્રુતપદ તીર્થકર પદવીનોલાભ કરાવે છે. આ. શ્રી રાજેન્દ્રસૂરિના ધર્મલાભ પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
ઘાટકોપર (ઇસ્ટ) મુંબઈ.
અહોભતાના અંતરનું ઉપવન