________________
- ઉપેક્ષાને પ્રતીક્ષા અને અપેક્ષામાં પલટાવનાર 'અહો શ્રુતજ્ઞાન
પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મહારાજ
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય જિનશાસનમાં સાત પુણ્યક્ષેત્રો તરીકે જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની ગણના કરવામાં આવે છે. આ ક્ષેત્રો સદ્ધર રહે, એ રીતે દાનની ગંગા વહેતી રાખવાનું વિધાન અને ફરમાન શાસ્ત્રોમાં ઠેરઠેર વાંચવા મળતું હોવા છતાં. 'જિનાગમ' સંજ્ઞક જે ક્ષેત્ર વધુમાં વધુ ઉપકારક બની શકવા સમર્થ છે. એની જ વધુમાં વધુ ઉપેક્ષા થતી જોવા મળી રહે છે. આથી વર્તમાન પરિસ્થિતિમાં 'અહો શ્રુતજ્ઞાન'નું પ્રકાશન ખરેખર સકળસંઘની ઉપેક્ષાને અપેક્ષામાં પલટાવવા માટે ઠીકઠીક સફળ બન્યું છે, એમ કહી શકાય. ૫૦મો અંક શ્રુતવિશ્વમાં નવલાં નજરાણાં સમા કોઇ ગ્રંથની ગરજ સારનારો બને. એવી ભાવના ખરેખરખૂબ જ સ્તુત્ય છે.
આજ સુધીના 'અહો શ્રુતજ્ઞાનન્ના અંકોનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે, જે ઉદ્દેશ અને ભાવના સાથે આનું પ્રકાશન પ્રારંભાયું હતું. એ ભાવનાની પૂર્તિના ક્ષેત્રમાં પ્રકાશકો અને વાચકોનો સહિયારો સથવારો ઠીકઠીક સફળતા સિદ્ધ કરી શક્યો છે.
જૈનસંઘમાં પ્રકાશિત થતા સાહિત્યની વાચકોને જાણકારી, સાહિત્યના સંશોધકો-પ્રકાશકોને જ્ઞાનના ક્ષેત્રે ચાલતી ગતિ-વિધિઓની માહિતી તેમજ ભવિષ્યમાં હાથ ધરનારી પ્રવૃત્તિનો આછો પાતળો અંદાજ, 'અહો શ્રુતજ્ઞાનમ્' ના માધ્યમે સંઘને મળતો રડ્યો છે. એમ કબૂલવું જ રહ્યું.
'અહો શ્રુતજ્ઞાનમાં પ્રકાશિત થતી નૂતનપ્રકાશનોની નોંધ તો સહુને એક સરખી ઉપયોગી બનતી હોવાથી વધુ વંચાય છે, આના આધારે મળતી માહિતી નવુ સાહિત્ય વસાવવા માટે ખૂબજ ઉપયોગી અને ઉપકારક નીવડે છે. બીજા બીજા માર્ગદર્શક લખાણો પણ વિવેકપૂર્વક વાચવાવિચારવા જેવા હોય છે. જ્ઞાનપ્રેમી શ્રી બાબુલાલ સરેમલ બેડાવાળાએ એકલપંડે પ્રારંભેલી આ પ્રવૃત્તિ થોડાક જ સમયમાં આ રીતની વ્યાપક ફલશ્રુતિ આણવામાં નિમિત્ત બની જશે, એવી તો એમની પણ ધારણા અને કલ્પના નહિ જ હોય.
સકળસંઘમાં ઉપેક્ષાના બદલે જ્ઞાનક્ષેત્રે જાગેલી અપેક્ષાલક પ્રિતીમાં ધીરે ધીરે હજી વૃદ્ધિ થવા પામે, તેમજ હસ્તલિખિત જે ગ્રંથોને મૂળાધાર બનાવીને આ શ્રુત-પ્રવૃત્તિ આજે ફળી ફૂલી શકી છે, એમૂળાધાર હજી વધુને વધુ મજબૂત બનવા પામે એવી કલ્યાણ કામના.
|
| |
તમારીશ્રુતભક્તિનો નિરંતર વિકાસ..... તમને શ્રુતજ્ઞાનથી કેવલજ્ઞાન સુધી પહોંચાડો. ૫૦માં અંકનીમંગલઘડીએ... આ 'અહોશ્રુતજ્ઞાનમ્' નો વિસ્તાર વાચકો તરફથી અને ઊંડાણલેખકો તરફથી ખૂબવૃદ્ધિ પામો. એજ, અંતરના આશિર્વાદ આપું છું. પૂ. આ. શ્રી અજિતયશસૂરિજી મહારાજા તરફથી પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી સમુદાય
અહો શ્રુતજ્ઞાનમ્ પર્મ પ્રેક્ષા