________________
આમ શ્રુતનું ઘણી રીતે મહત્ત્વ, અનિવાર્યતા, ઉપયોગીતા સમજી શકાય. તેથી જ માનો વાર્ષિક ૧૧ કર્તવ્યમાં "શ્રુત પુજા"ને વિશેષ સ્થાન અપાયું છે.
અહો શ્રુતજ્ઞાનને આવકારીએ !
વર્તમાનના લેખકો/ સંપાદકો દ્વારા જે પ્રાચીન કે અર્વાચીન ગ્રન્થો વિસ્તાર કે ટૂંકાણથી પ્રકાશિ થઈ રહ્યા છે તેની જાણકારી 'અહો શ્રુત જ્ઞાનમ્' નામની નાનકડી મેગેઝીન દ્વારા મેળવતા હર્ષ થાય
છે.
GET SEી જી જી !! GEO , ੩ ਈਰਖਦਾ । કામ કરતાં કહ્યું,
કેમકે આનાથી ૧. આપણા શાસનમાં કેટલા 'શ્રુત સિતારા છે તેની જાણ થાય છે. ૨. તે તે ગ્રન્થોનું પુનરાવર્તન (નિષ્કારણ જ)ન થાય. ૩. કોઈને સ્વકીય ગ્રન્થસંપાદન માટે સંદર્ભ રેફરન્સ મેળવવાનું સહેલુ બને ૪. એ બહાને લેખકો/ સંપાદકોનો પરસ્પર પરિચય પ્રેમ વધવાનું રહે. ૫. અમુક ઈષ્ટ વિષયમાં ઉંડાણથી સ્વાધ્યાય કરવો હોય તો પસંદગી કરી શકાય. એક સૂચન કરવાનું મન થાય છે. પ્રસ્તુત મેગેઝીનમાં .......... ૧. જે જે ઉપયોગી ગ્રંથો હજુ હસ્તપ્રતિમાંથી પુસ્તકસ્થ બન્યા નથી. એટલે કે પ્રાચીન લીપીમાંથી વર્તમાન લોકભોગ્ય ભાષામાં રૂપાંતર થયા નથી તેની એક નોંધ ટૂકડે ટૂકડે મળી રહે, તેવું આયોજન કરી શકાય. ૨. જે ગ્રન્થોહાલ સુધી અનુવાદ પામ્યાનથી તેની એક નોંધ આપી શકાય.
૩. ગ્રન્થોના નામો મળે છે પણ હાલ અનુપલબ્ધ છે તેની એક જાણકારી પ્રસ્તુત મેગેઝીનમાં આપી શકાય છે.
शुभं भवतु-क्षेमं भवतु सफल संघस्य
नमो सुयनाणस
અમારા અંતરના આશીર્વાદ છે તમે ખૂબ સરસ કામ કરો છો. વિશેષમાં જણાવવાનું કે -આજે કોબા જેવી સંસ્થાઓમાં અનેક ગ્રંથોનું એકત્રીકરણ કર્યું છે. તેનાથી ગ્રંથો એક જ સ્થાનેથી શીધ્ર ઉપલબ્ધ થાય છે. તેથી કાર્ય કરવામાં સુગમતારહે છે.
પરંતુ અલગ અલગ સ્થાનોમાં પણ ગ્રંથો રખાય તે જરૂરી છે. કેમકે તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધના અતિમૂલ્યવાન ગ્રંથોનો મોટો ભંડાર હતો. અમેરીકનો એ તેના પર બોમ્બ ફોડ્યો ૧૮૦૦૦ જેટલી પ્રતો વગેરે બધુ ય સાફ. સખત વિરોધના અંતે અમેરીકનોએ કહ્યું “Very Sorry" પણ અકથ્યનુકશાન તો થયુ જ... પૂ. આ. શ્રી અભયચંદ્ર સૂરિજીના ધર્મલાભ..... પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય ૧૯-૯-૨૦૧૯, વિજયવાડા
અહો શ્રુતજ્ઞાનમ્ મુક્ત ઉડાન