________________
શ્રુતભક્તિ સદા અનુસરીયે
પૂ. આ. શ્રી ઉદયપ્રભસૂરિજી મ.સા.
પૂ. શ્રી કેશરસૂરિજી સમુદાય જિનશાસનના શ્રમણને 'ગીતાર્થ નો મુદ્રાલેખ મૃત અધ્યયનના આધારે મળે છે. ગીતાર્થ બન્યા સિવાય જિનશાસન સંચાલનની વિશેષ 'ધૂરા' મળી શકતી નથી. કેવલી શ્રી તીર્થંકરપ્રભુ શાસન સ્થાપનાનું પ્રથમ ચરણ દ્વાદશાંગીનું બીજ ૩પન્નવાવિ મેક્વા છુવેવા ના પ્રકાશ દ્વારા અર્થાત શ્રત દ્વારા આરંભે છે. આના પછી જ 'ગણધરો'ની સ્થાપના થાય છે. દ્વાદશાંગી રચાય છે. ૪ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન કારણ છે
મતિજ્ઞાનની વિશદતા, ઊંડાણ, ઉપ્રેક્ષાશક્તિ પાછળ 'શ્રુત' જ્ઞાન કારણ છે. શ્રુત જ્ઞાન દ્વારા તત્ત્વની સંવેદનાત્મક ચિંતા (ચિંતન) કરતા શુભ અધ્યવસાયો ઉભા થાય છે અને તેનાથી 'અવધિ" જ્ઞાનપ્રગટ થાય છે.
'કરેમિભંતે' સૂત્ર ઉચ્ચરતા તીર્થકર ભગવંતોને મન:પર્યવજ્ઞાન પગટ થાય છે. શ્રુતજ્ઞાનનો ત્રીજો ભાવના જ્ઞાન દ્વારા ક્ષપક શ્રેણીમાં આગળ વધતા અંતમહતમાં જ કેવળ જ્ઞાનપ્રગટ થાય છે.
જિનશાસનની સ્થાપના કરનાર કેવળી હોય છે પણ સમગ્ર શાસનની સ્થિતિમાં શાસનના અંત સુધી 'શ્રુતજ્ઞાન' નું અસ્તિત્વ રહે છે. અર્થાત જિન ધર્મના અસ્તિત્વમાં મહત્ત્વપૂર્ણ યોગ દાન 'શ્રત' જ્ઞાનનું છે.
કેવળી બન્યા બાદ પણ તીર્થકર ભગવંત 'શ્રુતને પ્રમાણ જ ગણે છે. કોઈ શ્રમણ ગોચરી આદિ સમગ્ર શ્રત દ્વારા પરીક્ષા કરી સવિધિ લાવે અને તેમાં કેવળીની દ્રષ્ટિએ કોઈ દોષ રહી જાય છે કેવળીને સ્પષ્ટ છે છતાં તે કેવળીભગવંતોતે ગોચરીને પ્રમાણ ગણી ગ્રહણ કરે છે. કેવળીનું જીવન શ્રુતના આધારે ! કેવળી ભગવંતોને કોઇ સંજોગોમાં રાગાદિ સંભવતા નથી છતા સ્ત્રી કેવળી જેમકે શ્રી મલ્લીનાથ તીર્થકરાદિ રાત્રીવાસ, આહારપાણી આદિનું ગ્રહણ સાધ્વીજીના સહવાસમાં જ કરે છે. એટલે કે શ્રુતકથિત 'વા'ની પરંપરા કેવળી ભગવંત જાળવે જ છે.
દ્રહનું પાણી જેઠ માસની તીવ્ર ગરમીથી અચિત થવા છતા 'મૃત' ને પ્રમાણ રાખી શ્રી વીર પ્રભુ કેવળીએ તેના ગ્રહણ માટે તૃષાળુ પણ શ્રમણોને પરવાનગી ન આપી. કેવી 'શ્રુતની વફાદારી તીર્થકરોનેય હોય છે.
શ્રતને સંપૂર્ણ પ્રમાણ ગણીને જ તીર્થકરો સ્વની હાજરીમાંય શ્રુત-નિધિ ગણધરોને પ્રવચન આપવાની રજા આપે છે. તેમજ દીક્ષિત થનારા મુનિઓને ધર્મસ્થ એવા સ્થવિરોને સોપે છે.
દરેકની પરિણતિ કેવળીઓ સાક્ષાત જાણવા છતા, તે તે વ્યક્તિના મુખે સંભળાતા (શ્રત-શબ્દ) ના આધારે – દેવાતી આલોચનાના આધારે પ્રાયશ્ચિત આપે છે. તેથી દ્વાદશાંગી, પ્રથમ ગણધરને 'તીર્થ' કહ્યા છે. પ્રભુવીરના નિર્વાણ પછી મહદઅંશનો શાસનકાળ 'શ્રુત'ના આધારે જ ચાલે છે તેથી કેવળી ભગવંતોએ માયરિયાપુથ્વીવાયંનાન્તિકહી આખા શાસનની ધૂરા બહુશ્રુતધરને આપી દીધી
મોટા દુકાળો પડવા છતા ક્ષયોપશમને મંદતા છતા આજ સુધીમાં જે શાસન આપણા સુધી આવ્યું છે તેમાં સર્વાધિક યોગદાન 'છ' મોટીવાંચનાઓનો કહી શકાય.
25
- અહોબ્રતાનમ પરિણતિનોપારાવાર