________________
મૃતોપાસના
,
31STRY
પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી મ. સા. પૂ. શ્રી નેમિસૂરિજી સમુદાય
જૈન શાસનનાં મંડાણ જે કેટલાંક મૂળભૂત તત્ત્વો ઉપર થયાં છે તેમાં એક મુખ્ય તત્ત્વ છે શ્રુતજ્ઞાન અથવા સમ્યમ્ જ્ઞાન. વળી, જ્ઞાનના પાયા ઉપર ચણાયેલી આ લોકોત્તર ઇમારતનું શિખર પણ જ્ઞાન જ છેઃ કેવલજ્ઞાન. અહીં જ્ઞાનની સમ્ય આરાધના તે જ શાસનની આરાધના છે, અને પૂર્ણ જ્ઞાનની ઉપલબ્ધિ તેજપરમપદકેપરમ આત્મસુખ છે.
આપણે વિષમ કાળમાં જીવીએ છીએ. આવા વસમા કાળમાં જ્યારે સર્વત્ર મલિન ભાવોનું પ્રસર્યું અને પ્રસર્યે જતું હોય ત્યારે આત્માર્થી સાધકોને માટે તે વિષમતાથી બચવાનું એકમાત્ર અને ઉચિત આલંબન છે શ્રુતજ્ઞાન. શ્રતની ઉપાસના ચિત્તને મલિન ભાવોથી બચાવે છે, મલિનતાના નિરંતર થતાં આક્રમણો સામે રક્ષણ આપે છે, હારવા નથી દેતી.
આવા શ્રુતજ્ઞાનની અનેક પ્રકારે ઉપાસના થઈ શકે તેમ છે. તેનાં બાધ્ય સાધનો કે તેની બહિરંગ ઉપાસના અંગે આપણા મહાપુરુષોએ કેટલાંક અનુષ્ઠાનો બતાડ્યાં છે. જેમ કે -
"તેહનાં જે સાધન કથા રહે, પાટીપુસ્તક આદિ, લખેલખાવે સાચવે રે, ધર્મેધરી અપ્રમાદોરે, ભવિયણ ચિત્ત ધરો, મન વચન કાયા ઉમાક્યોરે જ્ઞાન ભગતિ કરો."
આ પંક્તિઓને અનુસરીને જે પુણ્યાત્માઓ જ્ઞાનના ગ્રંથો સ્વયં લખે છે, લખાવે છે, વર્તમાનમાં છાપે અને છપાવે છે; સાચવે છે અર્થાત્ સાર સંભાળ કરે છે; તેમજ ભણનાર-ભણાવનારને ગ્રંથો પૂરા પાડવા વગેરે અનેક રીતે સહાયક બને છે, તેવાધર્મજીવોપણ કૃતોપાસક જ ગણાય.
આવા શ્રતોપાસક તેમજ શ્રુતસહાયક આત્માઓ ઠેર ઠેર પથરાયા હશે. હું વિશેષ રૂપે આવા બે સગૃહસ્થોને ઓળખું છું.
(૧) શ્રી સેવંતીલાલ અ. મહેતા, સુરત
(ર) શ્રી બાબુલાલજી બેડાવાલા, સાબરમતી. આ બન્ને ગૃહસ્થો પાસે આગવી સૂઝ છે, ક્ષમતા છે, શ્રુતજ્ઞાન પ્રત્યેનું બહુમાન તથા ધગશ છે, ભણનારાઓને વિવિધ રીતે સહાયરૂપ થાય છે. સૂરતનો શ્રી૩ૐકારસૂરિ જ્ઞાનભંડાર એ સેવંતીભાઈની પોતાની સંકલ્પના તથા પુરુષાર્થની નીપજ છે, એક વણિકવૃત્તિનો શ્રાવક આવો દ્રષ્ટિસંપન્ન હોય અને તે આવા લક્ષાધિક અદ્ભુત તથા ગ્રંથોનો સમૃદ્ધ જ્ઞાનભંડાર સર્જે તે વિષેનું મારું આશ્ચર્ય કયારેય ગમતું નથી. એ જ પ્રકારે બાબુલાલજી પાસે પણ આગવી સૂઝબૂઝ છે. તેમણે પણ અનોખો ગ્રંથભંડાર સરજેલો છે. અપ્રાપ્ય અને દુર્લભ ગ્રંથોને તેમજ હસ્તલિખિત પ્રતોની નકલોને ઉપલબ્ધ કરાવવામાં તેમને ઊંડો રસ તથા સૂઝ છે.
આ બન્ને ગૃહસ્થો અમને અને અમારા જેવા અનેક સાધુઓને તથા સાધ્વીજીઓને હંમેશા, થાક્યા-કંટાળ્યા વિના, જ્ઞાનાભ્યાસમાં સહાય કરવા તત્પર હોય છે, અને તે વાતે તે બન્નેને ખોબે ખોબે આશીર્વાદ મળે છે તેનો આનંદ છે.
તેમની જ્ઞાનોપાસના તેમને માટે તારણહાર બનો !
- અહી
શ્રતHHE
ભીતરી હરિયાળી