________________
શ્રુતજ્ઞાનની મહત્તા અને આપણું કર્તવ્ય પૂ. આ. શ્રી રતાચલસૂરિજી મ. સા પૂ. શ્રી શાન્તિચન્દ્રસૂરિજી સમુદાય એક મુનિ ભગવંતે એક જૈન કાવ્યનું સંશોધન-સંપાદન-નૂતનટીકાસર્જન કરવા પૂર્વકઃ આજથી ૨૦/રર વર્ષ પૂર્વે પ્રકાશન કર્યું. તે ગ્રંથનું એ સૌપ્રથમ સંપાદન-પ્રકાશન હતું. આજે એ પ્રકાશનને ૨૦ વર્ષ થયા છતાં એની બીજી આવૃત્તિ તો દૂર પરંતુ પ્રકાશન સંસ્થામાં હજીય એ ગ્રંથની નકલો પડી છે. તેથી સંપાદકે એક વિદ્વાન આચાર્ય ભગવંતને એ ગ્રંથ વિશે કોઈ લેખ લખી આપવા વિનંતી કરી કે જેથી એ ગ્રંથ પ્રચલનમાં આવે. (આમાં સંપાદકને એ ગ્રંથની બીજી આવૃત્તિનો અથવા પોતાની પ્રસિદ્ધિનો બિલકુલ જ મોહ ન હતો.) ત્યારે આચાર્યશ્રીએ લેખ તો લખી આપ્યો. પરંતુ પ્રત્યુત્તરમાં સાથે એવું લખ્યું કે જે વાંચીને આપણે શ્રુતજ્ઞાનને કેટલું ઉપેક્ષિત કર્યુ છે એનો આછો-પાતળો ખ્યાલ આવે; આરહ્યા તે શબ્દો
"આજે ગ્રંથ સંપાદક રૂપ ઝવેરીઓ અને ગ્રંથ રૂપી રતો ઘણાં છે + નવાં પણ સંશોધનો ઘણા થઈ રહ્યા છે. પરંતુ એની કિંમત કરનારો વર્ગ કાંતો તે વિષયમાં અજાણતાથી કાંતો અજ્ઞાનતાથી પિડીત છે."
(એ ગ્રંથનું નામ – સોમ સૌભાગ્યમહાકાવ્યમ) જેમ અજૈનોમાં સૌપ્રથમ રઘુવંશવાંચવામાં આવે છે, તેમ આપ્રથમ જૈન કાવ્ય છે..... તેના સંપાદક – આ લેખક પોતે.
તે લેખક આચાર્ય ભગવંત એટલે જેઓ આજે સંશોધન-સંપાદન ક્ષેત્રે ખુબ જ અનુભવીવિદ્વાન-લબ્ધપ્રતિષ્ઠિત છે એ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા. જિનશાસનનું સૌથી વધુ આવશ્યક છતાં પણ સૌથી વધુ ઉપેક્ષિત ક્ષેત્ર હોય તો તે 'જ્ઞાન' છે. આ વાસ્તવિકતા આજે ગંભીર છે અને જો આ જ સ્થિતિ રહી તો દિવસેને દિવસે વધારે ગંભીર થતી જવાની છે...
જેવી રીતે એક થંભીયા મહેલનો આધાર એક જ સ્તંભ પર ટકેલ હોય છે અને તેનો સ્વામી તે એકમેવ સ્તંભનું જાનના જોખમે રક્ષણ કરતાં પણ અચકાતો નથી; બસ! એવી જ રીતે 'શ્રી જિનશાસન પ્રાસાદ'નો એકમેવ આધારસ્તંભ હોય તો તે છે 'શ્રુતજ્ઞાન'.....આજ સુધીમાં અસંખ્ય મહાત્માઓ એ એની રક્ષાર્થે બલિદાન આપ્યું છે. અરે ! ત્યાં સુધી કે મસ્લિમ અને શૈવ આતતાયીઓએ કેટલાય જૈન શ્રમણોની-ગૃહસ્થોની ક્રૂર કત્વ-એ-આમ ચલાવી હતી તેનો ઇતિહાસ પણ હૃદયભેદક છે. (FYI - નાલંદા વિશ્વ વિદ્યાલયના ધ્વંસનો ઇતિહાસ તો બધાય ને ખબર જ હશે પરંતુ રેશમનગરી (Silkcity) કાંચી પુરમ્ (તમીલનાડુ)માં શૈવધર્મી આદ્ય શંકરાચાર્યએ જૈન મુનિઓની એટલી સંખ્યામાં હત્યા કરી હતી કે ત્યાંની એક શેરીનું નામ 'સેંગલનીર ઓડાઈ થઈ ગયું હતું જે હજી પણ લોકમુખે બોલાય છે. (સરકારી રીતે નામ બદલાઈ ગયું છે.) "સેંગલનીર ઓડાઈ' એટલે-લેંગલ– ઈંટ નીર – પાણી ઓડાઈ – શેરી/માર્ગ
ઇંટ જેવું લાલપાણી જ્યાં વહે છે. એ માર્ગ..... એકવાર વિચારજો!
કદાચ કલ્પના પણ લાગી શકે પરંતુ આ હકીકત સત્ય છે. કેટલાક ઇતિહાસકારોના મતે આ ઘટના ભિન્ન સ્વરૂપે છે – જે વસતિમાં સાધુઓ ઉતર્યા હતાં ત્યાં ચારે બાજુ ઘેરો ઘાલી સમગ્ર સાધુઓની હત્યા કરી પછી એ વસતિ પાણીથી સાફ કરી તે પાણી રસ્તાઓ પર વહી નીકળ્યું હતું. તેના કારણે તે શેરીનું નામ 'સેંગલનીરઓડાઈ' થઈ ગયું....
અહો શ્રુતજ્ઞાનમ | | ભવસાગરનો આરો
૩૦