________________
Tી શ્રુતજ્ઞાન તો શાસનનો શ્વાસ-પ્રાણ છે.
પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી
પૂ.શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિજી સમુદાય 'સુસ્સ માવો' કહેવા દ્વારા શ્રુતને સાક્ષાત્ ભગવાન કહેવામાં આવે છે. શ્રત છે તો શાસન છે. સંઘ છે....વ્યવસ્થા છે. સાધના છે અને શુભ ભાવો છે.
એક અપેક્ષાએ સાતક્ષેત્રમાંથી સૌથી મહત્ત્વનું ક્ષેત્ર છે સમ્યજ્ઞાન..... અને આજે સૌથી ઉપેક્ષિત ક્ષેત્ર પણ છે આ જ્ઞાન, આજે રૂપિયા કે વ્યવહારિક જ્ઞાનની જેટલી મહત્તા અને ઉપયોગિતા ગ્રહસ્થોને જણાય છે તેના લાખમાં ભાગની મહત્તા પણ જ્ઞાન પ્રત્યે હશે કે કેમ એ સવાલ છે. સંપત્તિ બહ-બહ તો સામગ્રી કે સગવડ આપી શકે છે. પણ શાંતિ-સમાધિ અને પ્રસન્નતા આપવાની તાકાત સમ્યજ્ઞાનની જ છે.
‘|||| ગાડુ મારે જ્ઞાનથી વસ્તુ તત્ત્વની યથાર્થતાનો પ્રકાશ થાય છે. જ્ઞાનથી જીવન જીવવાની કળા આત્મસા થાય છે. જ્ઞાનથી પૌગલિક પરાધીનતા પાતળી પડે છે. જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્થાન થાય છે. જ્ઞાનથી તપ-ત્યાગ-વૈરાગ્યની છોળો ઉછળે છે. જ્ઞાનથી ઘટનાઓને નિહાળવાની દ્રષ્ટિનો ઉઘાડ થાય છે. જ્ઞાનથી સમતા અને સમાધિરસમાં નિમગ્રતા સધાય છે. ગૃહસ્થ જેમ પૈસા નથી તોખોખલો મનાય છે. તેમ જ્ઞાન વિનાનો જીવખોખલો છે... અંધ છે. ક્યાં સમયે કેવી રીતે વર્તવું? ક્યાં સમયે શું વિચારવું ? કે જેથી સ્વ-પરનું હિત થાય આ માસ્ટર કળા જ્ઞાનમાં ભરેલી છે. જ્ઞાની શાંત હોય.... સ્વસ્થ હોય.... મસ્ત હોય.
સંપત્તિની છોળો વચ્ચે હાઈપર ટેન્શન, સ્ટ્રેસ અને ઉકળાટની આગમાં સળગતા જીવોને જોઇએ ત્યારે જ જ્ઞાનની મહત્તા સમજાય.અબજો રૂપિયા હોવા છતાં સંપત્તિ માટે બે ભાઈઓને ઝઘડતા જોઈએ ત્યારે જ જ્ઞાનની મહત્તા સમજાય. હાઈ સામગ્રીઓના ઢેરના ઢેર વચ્ચે ય સંઘર્ષોના મહાભારત જોતા હોઈએ ત્યારેજ જ્ઞાનની મહત્તા સમજાય છે.
ધન્ના અણગાર ખાખી ફકીર હતા છતા પરમસુખી હતાં. પુન્યા શ્રાવક પાસે એક દિવસના ખાવાના ફાફા હતાં. છતાં તેની ખમીરી સમ્રાટને શરમાવે એવી હતી. કારણ અંતરમાં જ્ઞાનના કરોડો દિવડા ઝગમગતા હતાં. જે બાધ્ય સામગ્રીના અભાવની ઉદ્વિગ્નતાના અંધારાને ઉલેચવા સક્ષમ હતાં. ખરેખર, પૈસાની અછત કે અનાજના દુકાળ કરતાં પણ ખતરનાક છે. જ્ઞાનનો અભાવ અને વિપરીત જ્ઞાન. શાહી પ્રતિષ્ઠાઓ કે મહામહોત્સવોના દબદબા માત્રથી શાસન જયવંતું થઈ જતુ નથી કે ચોથો આરોવર્સી જતો નથી. સંઘોમાં આજે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિ ગ્રંથોના જાણકાર કેટલા? સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન કેટલાને? શ્રાદ્ધવિધિ વિ. શ્રાવકાચાર પ્રધાન ગ્રંથોના અભ્યાસ કેટલા ? ૧૦૦૦/૧૫૦૦ ઘરના સંઘમાં અતિચારને અજીતશાંતિ ભાવથી બોલનારા કેટલા ? જિનમંદિર બનાવનારને અષ્ટપ્રકાર દુહા અને ઉપધાનતપ કરાવનારને 'અમ્મુદ્રિયો' ન આવડતો હોય તે કેટલી દયનીય બીના કહેવાય. શાસ્ત્રમાં શ્રાવકના ય વિશેષણો મળ્યા છે. ત્રદ્ધદાગરિદુ અર્થાત શાસ્ત્રના અર્થો જેણે જાગ્યા છે. ગ્રહણ કર્યા છે. તેવા શ્રાવકો હોય.જ્ઞાનની કિંમત સમજાય તો જ્ઞાનપામવાનોપરિશ્રમ થાય. શાસ્ત્રનું એક-એક વચન આત્માને પરમ શાતા આપવા સમર્થ છે. સંઘર્ષોને ટાળવા સમર્થ છે. સંઘોમાં જ્ઞાન અને જ્ઞાનભંડારોની ઉપેક્ષા ખૂબ હદયદ્રાવક અને અકળાવનારી બધા જોવા મળે છે. જગ્યાનો અભાવ... જગ્યા હોય તો કબાટનો અભાવ... કબાટ હોય તો ગ્રંથોનો અભાવ... ગ્રંથો હોય તો સારસંભાળનો અભાવ.....
19
શિખરાનુભૂતિ