SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.ઉદયરતજી મહારાજાના સ્તવનોમાં સુધારો chlesid | | | છે ટી પૂ. આ.શ્રી યોગતિલકસૂરિજી (પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજી સમુદાય) આપણો મધ્યકાલીન ગૂર્જર સાહિત્ય વારસો વિશાળ છે. તેમા કેટલાક કવિવરોની રચનાઓ આજે પણ લોકજીભે વિશેષ ગૂંજી રહી છે. આવા કવિવરોમાં જેમનું નામ નિ:સંદેહમૂકી શકાય તેવા કવિવર છે: પૂ. ઉદયરત્નજી મહારાજા. તેઓશ્રીજીની પ્રાપ્ય લગભગ બધી રચનાઓ ઉદય અર્ચના પુસ્તકમાં સમાવેશ પામી છે. તે પુસ્તકની બીજી આવૃતિ પણ પ્રગટ થઈ છે. પ્રાચીન પ્રગટ-અપ્રગટ ચોવીશીઓનું કાર્ય હાથ પર લેતા પૂ. ઉદયરત્નજી મહારાજાની એક ચોવીશીની હસ્તપ્રત આ. શ્રી ચન્દ્રસાગરસૂરિજ્ઞાનમંદિર, પારકુઆ, ઉજ્જૈનથી પ્રાપ્ત થઇ(પ્રત.નં.ર૩પ૦) તેના આધારે એક મહત્વપૂર્ણ સંશોધન થયું છે તે અત્રે નોંધવામાં આવે છે. ‘મુજ મનડામાં તું વસ્યો રે...” આ આદ્યપંક્તિથી શરૂ થતું સ્તવન ‘ઉ. અ.’ પુસ્તકમાં પૃ. ર૬ પર શીતલનાથ પ્રભુના સ્તવન તરીકે મુદ્રિત છે. અને અત્યારે સંઘમાં પણ વ્યાપકપણે આ રૂપે જ તે ગવાય છે. જ્યારે ઉક્ત હસ્તપ્રત અનુસાર તે સ્તવન ચોવીશીમાં સાતમાં ભગવાનના ક્રમે સ્પષ્ટરૂપે જણાય છે. શબ્દો આપ્રમાણે છે; મુજ મનડામાં તુ વસ્યોરે... તુમસ્યુ રંગ લાગો(ર) હોસ્વામી સુપાસ શ્રી મહારાજ તુમન્સુરંગ લાગો લાગો ત્રિભુવનનાથ સોજીતરામાં જે દિનરે દીઠી તુમ દેદાર. અહિંપ્રચલિત પાઠમાં ‘સોજિત્રામાં’ને સ્થાને ‘શીતલ સાહિબ' આવું બદલાઈ ગયું છે. આ સિવાય નાના-મોટા અનેક સંશોધનો આ સ્તવનનું કાર્ય કરતાં ધ્યાનમાં આવ્યા છે. જેમકે સ્તવનનાપૂર્વમુદ્રિત પ્રામાણિક સંશોધનવાળા પુસ્તકો એકત્રિત કરતા એક પુસ્તક હાથમાં આવ્યું શંખેશ્વર સ્તવનાવલી: સંગ્રાહક: મુનિશ્રી વિશાલવિજયજી મ., પ્ર શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાલા ભાવનગર પ્રકાશન વર્ષ વિ.સં.૨૦૦૩ તેના આધારે પૂ.ઉદયરત મહારાજાના સ્તવનનમાં એક સુંદર સુધારો થયો છે, જે આ મુજબ છે ઉદય અર્ચનામૃ.૪.૪૩પરપાર્શ્વનાથપ્રભુના સ્તવનની પ્રથમ કડીઆ મુજબ છપાઈ છેઃ અજબબનીરે સૂરત જિનકી ખૂબ બની રેમૂરતપ્રભુકી... નીરખતનયનથી ગયો ભયમેરો, મિટગઈ પલકમેં મૂઢતા મનકી... આમાં અધોરેખિત પંક્તિઓનો અર્થ જ નથી સમજાતો. જયારે ઉપર જણાવેલા પુસ્તકમાં પૃ.૭૮ પરપંક્તિ આમછે: નીરખતનયન થકીત ભયે મેરે-અર્થાત્ પ્રભુની મુરત નીરખતા મારા નયનો થકીત =સ્થગિત સ્થિર થઈ ગયા છે! કેવો સરસ અર્થ! આ સુધારાઓ મોકલવાનો મુખ્ય આશય એ પણ છે કે અમારી પાસે મુદ્રિત ૭૦૦૦ સ્તવનોની અકારાદિ સૂચી તૈયાર છે. જેમાં આદ્યપંક્તિ, કર્તા નામ અને ગાથાસંખ્યા સૂચિત થવામાં છે. આ સિવાય સ્તવનાદિના પૂર્વમુદ્રિત લગભગ ૧૫૦૦ પુસ્તકોની અકારાદિ સૂચી તૈયાર થવામાં છે. આ વિષયમાં કોઈ માર્ગદર્શન-સુચન અથવા અપ્રગટ ચોવીશીઓની હાથપોથી મોકલી શકાય તો મોકલવા વિદ્વજ્જનોને વિનંતિ છે. આ તકે એ નોંધવું અસ્થાને નથી કે સુશ્રાવક બાબુભાઈ આવી શ્રુતભક્તિમાં સહાયક બનવા હમેશા તત્પર રહયા છે. -અહો શ્રુતજ્ઞાનમ નિજ પ્રતિબિંબ - 18
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy