________________
સ્વર્ણિમ સૂચનો
પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. સા
પૂ. પં. ધર્મવિજયજી ડહેલાવાળા સમુદાય વિ. સં. ૨૦૬પ થી લગાતાર ચાતુર્માસમાં પ્રાપ્ત થતું 'અહો ! શ્રુતજ્ઞાન' માસિક ૧૧વર્ષ પરિપૂર્ણ કરે છે તે ખરેખર આનંદ, અનુમોદના એવં અનુકરણ એમ ત્રણેયનો વિષય બની રહે છે. આવા પ્રકારનાં વિચારને પ્રેરણા, પ્રગતિ તેમજ પ્રોત્સાહન પૂરુ પાડનારા સહુ કોઈ ધન્યવાદને પાત્ર છે. શ્રી જિનશાસનનાં ભિન્ન-ભિન્ન સમુદાયોનાં કોઈપણ ગુરુભગવંતો અથવા મુનિભગવંતો દ્વારા પ્રગટ થતા આગમો-શાસ્ત્રો-ગ્રંથો કે પછી સામાન્ય સ્તવન/સજઝાય આદિ યા વ્યાખ્યાન આદિનાં પુસ્તક/પુસ્તિકાઓની સંક્ષિપ્ત માહિતીનું સુંદર-સુઘડ-સમયસરનું સંપાદન અને સાથે સાથે અન્ય પણ સમ્યગ જ્ઞાનનાં ક્ષેત્રમાં ખંતપૂર્વક ખેડાણ કરી રહેલા મુનિપુંગવોનાં કાર્યની વિગતો વહેંચવાનું વિરલ કામ તેમજ આ સિવાય પણ છૂટક-છૂટક શ્રત અને સમિતિ આદિ વિષયો પર વિચાર કરી મુકે તેવા લઘુલેખોનું પ્રકાશન એ 'અહો ! શ્રુતજ્ઞાનપ્ની આગવી ઓળખ છે.
પ૦માં અંકનાં પ્રગટીકરણ અવસરે આ માસિક આ જ રીતે નહીં બલ્ક એથીય વધુ ઉજળી રીતે નિષ્પક્ષ બનીને અણીશુદ્ધ એવા શ્રી જિનશાસનની અકલ્પનીય આરાધના અને પ્રભાવના માં અગ્રેસર બનતું રહે એવી આશા વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિ જોતાં અસ્થાને નહીંગણાય.
આ સુવર્ણઅંકનાં ઉપલક્ષ્યમાં ઉપયોગી થાય એવા કેટલાક સૂચનોમાં નં. ૧અદ્યાવધિ જુદા-જુદા અંકો દ્વારા પ્રગટ થયેલ પુસ્તક સૂચિને વ્યવસ્થિત વિભાગવાર ગોઠવીને એક સૂચિગ્રંથ પ્રકાશિત કરવો જોઇએ. નં. ૨ હવે પછીનાં પ્રગટ થનારા અંકોમાં આગમગ્રંથો-શાસ્ત્રોની માહિતી અને વ્યાખ્યાન કે સ્તવનાદિ સામાન્ય વિષયોને લગતા પુસ્તકોની માહિતી અલગ-અલગ પ્રગટ કરવી. નં. ૩ 'અહો શ્રુતજ્ઞાનમાં પ્રગટ થતી સૂચિનાં પુસ્તક/પ્રત વગેરે કમ સે કમ સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રાપ્ત કરાવી આપવાની સુવિધા તૈયાર કરવી. નં. ૪ વિશિષ્ટ કહી શકાય એવા ગ્રંથો કે પછી દુર્લભ/અપ્રાપ્ય જેવા પુસ્તકોની માહિતી સામે ચાલીને પણ મેળવી પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવો. નં. ૫ અત્યાર સુધી પ્રગટ થયેલા અંકો ને સંગ્રહી ૩/૪ ભાગમાં પ્રકાશિત કરી દેવા જેથી ભવિષ્યમાં પણ કોઇને પૂર્વનાં અંકો જોવા હોય તો તે માટેની અનુકુળતા બની રહે તેમજ તે દ્વારા જ્ઞાનભંડારમાં પણ સર્વઅંકો સુરક્ષિત તથા સંપ્રાપ્ત થતાં રહે.
અંતે 'અહો ! શ્રુતજ્ઞાનમ્' દ્વારા અવિચ્છિન્ન પણે અંતરાય કે અડચણ વિના આ જ ક્રમથી શ્રમણ-શ્રમણી ભગવંતોની ભક્તિ થતી રહે... એવા શુભાશીષ
અહો શ્રુતજ્ઞાનમ્ માત્માના અજવાળા