SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી આવશ્યક્તા પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરિજી કચ્છવાગડ શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય ચરમ તીર્થપતિ પરમ ઉપકારી શ્રી વીરપ્રભુનું શાસન શ્રમણ પરંપરા અને શ્રવણ પરંપરાને આધારે ચાલી રહ્યું છે અને એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. બન્ને પરંપરાનું મૂળ છે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનનું રક્ષણ અને વિસ્તૃતીકરણ એ આપણું સૌનું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય આપણે સૌ યથારુચિ - યથાશક્તિ અદા કરી રહ્યા છીએ. જે ગચ્છમાં સૌથી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો છે અને શ્રાવક-શ્રાવિકાઓ પણ, જે ગચ્છમાં, સૌથી વધુ શાસન પ્રભાવવાના કાર્ય થઈ રહ્યા છે, એ શ્રી તપાગચ્છમાં અભ્યાસ માટેનું કોઈ સુરેખ માળખું ખરું? કોઈ પોતિકી યુનિવર્સીટી ખરી ? જ્યાં કોઈ પણ આવીને સંશોધનો કરી શકે કોઈ પણ વિષયનો કોઇ અભ્યાસ કરીને પારંગત થઈ શકે એવું કોઈ સ્થાનખરું? એક સુરેખ સમિતિનું નિર્માણ જરૂરી જણાય છે. એ સમિતિની સંમતિ બાદજ કોઇપણ પુસ્તક છપાઈ શકે. (જેથી બિનજરૂરી મહેનતખર્ચા – આશાતનાદિઘણું ઘણું બચી શકે.) કોઈને પણ કોઇ પણ ગ્રંથ પર કામ કરવું હોય તો તે સમિતિને જાણ કરે. સમિતિના વિદ્વાનો તેમને સાચું માર્ગદર્શન આપતો કાર્યખુબ સુંદર થઈ શકે. એ સમિતિ હેઠળ બધા જ પંડિતજીઓનું સંગઠન થાય. જે સાધુ-સાધ્વીજી ભગવંતોને ગામડાઓમાં અથવા તો જ્યાં અભ્યાસનો યોગ નથી મળતો એવા સ્થાનોમાં ચાતુર્માસ/વિહાર કરવાનું થાય તો પણ તેમને સમિતિ તરફથી પંડિતજીની સગવડ મળી રહે. (આવું થાય તો નાના/નવા ક્ષેત્રોને પણ સરળતાથી ચાતુર્માસનોયોગમળે. ત્યાં જૈનો જૈન બની રહે.) ભારતભરના જ્ઞાન ભંડારોનું પણ સંકલન થાય. જ્યાં બિલકુલ ઉપયોગમાં નથી આવતા અને અભ્યાસ લક્ષી કે દુર્લભ પુસ્તકો છે તો ત્યાંથી વધુ વપરાશવાળા ક્ષેત્રોમાં લાવવામાં આવે તો જાળવણી પણ સારી થાય અને ઉપયોગીપણનીવડે. | સર્વ જ્ઞાન ભંડારોનું સાચા અને પ્રોપર એડ્રેસનું લીસ્ટ પણ જરૂરી છે. તેમાં પણ સક્રિયનિષ્ક્રિયનું વિભાગીકરણ. સક્રિયમાં પણ નવા પુસ્તકો સ્વીકારનાર / હવેથી નવા ન સ્વીકારતા. નવા સ્વીકારનારમાં પણ માત્ર અભ્યાસલક્ષી- સંશોધનાત્મક ગ્રંથો જ સ્વીકારનાર/બધા જ પુસ્તકો સ્વીકારનારનું સ્પષ્ટ વિભાગીકરણ હોય. દરેક જ્ઞાનભંડારોમાં પણ સામાન્ય જનઉપયોગી કથાગ્રંથો - પ્રવચનાદિના પુસ્તકોનું, અભ્યાસલક્ષી ગ્રંથો – પુસ્તકોનું તથા વિવિદ્ ભોગ્ય ગ્રંથો – પુસ્તકોનું પણ વિભાગીકરણહોય તો તેનો ઉપયોગ વધુ થઈ શકે. બીજુ, અત્યાર સુધીના બધા જ વિભાગોના પ્રકાશનોનું પણ લીસ્ટ તૈયાર થવું જોઇએ. જેમકે - ગીતાર્થ ગંગા તરફથી 'આગમ' ગ્રંથોનો સંપૂર્ણ પ્રકાશન કેટલોગ બહાર આવ્યો. એ જ રીતે (૧) પ્રકરણ ગ્રંથો (ર) ચાયના ગ્રંથો (૩) ગણિતાનુયોગના ગ્રંથો (૪) કથાગ્રંથો (૫) સ્તુતિસ્તોત્રો (૬) મધ્યકાલિક રાસાદિ કૃતિઓ (૭) ઐતિહાસિક કૃતિઓ વગેરે. વિભાગો દિઠ કાર્ય થાય તો ખૂબ જ ઉપયોગી નિવડે. આજે આપણી પાસે કેટલું છે? તેનો આપણે પણ પૂરો ખ્યાલ નથી. આ બધું જ શક્ય ત્યારે જ બની શકે કે આપણે બધા એક થઈએ અને એક સમિતિનું સંગઠન થાય તથા એમના અનુશાસનનો સર્વ સહર્ષ સ્વીકાર કરે. આવું થાય તો પ્રભુશાસનનો જયનાદ વધુ અહો શ્રતોનમ ગુંજી ઉઠે.... આ આનંદ ઉપવન
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy