________________
-- કે 'આભાસ'ના સુખનો પર્દાફાશ કરનાર શ્રુતજ્ઞાન'
પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.સા.
પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય એક દુઃખ 'અભાવ'નું હોય છે જંગલમાં સખત તરસ્યા થયેલ હરણને પાણીનું ટીપુંય નથી મળતું અને એ તરફડી તરફડીને પરલોકમાં રવાના થઈ જાય છે. જ્યારે એક દુઃખ 'અલ્પતા'નું હોય છે. તરસ લાગી હોય છે. પાંચ બાલદીના જળ જેટલી અને હરણને પાણી મળે છે અડધી બાલદી જેટલું જ. એ પરલોકમાં રવાના થઈ જાય છે. જયારે એક દુઃખ છે 'અધિક'નું, તરસ હોય છે પાંચ બાલદીની અને હરણ પી જાય છે સાત-આઠબાલદી જેટલું પાણી અનેનપચવાના કારણે એપરલોકમાં રવાના થઈ જાય છે. પણ સબૂર ! એક સુખ હોય છે 'આભાસ'નું, જ્યાં પાણી હોતું જ નથી ત્યાં હરણને પાણી દેખાય છે. એને પીવા માટે એ એક સ્થળેથી બીજે સ્થળે દોડતું રહે છે અને પરિણામ સ્વરૂપે પરલોકમાં રવાના થઈ જાય છે. સંસાર આખરે છે શું? આભાસનું સુખ, સંપત્તિમાં સુખનો આભાસ. પદ-પ્રતિષ્ઠા-પ્રશંસા અને પ્રસિદ્ધિમાં સુખનો આભાસ.
વાસનાપૂર્તિમાં અને ઈચ્છાપૂર્તિમાં સુખનો આભાસ. આભાસના આ સુખે જ જીવને અનંતકાળથી સંસારમાં રખડવાનું કામ કર્યું છે. અને આભાસના આ સુખનો પર્દાફાશ કરી દેવાની કોઇ એક જ પરિબળમાં જોતાકાત હોય તો એ પરિબળનું નામ છે, શ્રુતજ્ઞાન....
પાંચ જ્ઞાનમાં રાજાનાં સ્થાને બિરાજમાન જ્ઞાન છે શ્રુતજ્ઞાન... તીર્થને ચલાવનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન. કેવળજ્ઞાની ભગવંતો પણ જે જ્ઞાનને પ્રમાણ કરે છે એ જ્ઞાન છે શ્રુતજ્ઞાન. ર૧૦૦૦ વરસ સુધી વીરના શાસનને ચલાવનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન. સાધના-સમાધિ-સદ્ગતિ અને પરમગતિ માટે પ્રોત્સાહક અને પ્રેરણાદાયક બનનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન.
આવા વંદનીય અને આદરણીય શ્રુતજ્ઞાનના મહિમાને સર્વત્ર પ્રસરાવવા કટિબદ્ધ બનનાર ચતુર્વિધ શ્રી સંઘના તમામ સભ્યોને અંતરના અભિનંદન... આવા પવિત્ર શ્રુતજ્ઞાનને જીવનમાં આત્મસાત કરીને અમલી બબનાવવા શક્ય પુરુષાર્થ કરનાર તમામ પુણ્યવાન આત્માઓના એ સમ્યક્ પુરુષાર્થની ખૂબ ખૂબ અનુમોદના અને આ શ્રુતજ્ઞાન પૃથ્વીતલ પર ચિરંજીવ ધબકતું રહે એ જ અંતરની શુભકામના....
Ama (RJIL ત્રિાઢા |
હૃતોપાસક-સુશ્રાવક બાબુલાલજી તમારી આગમસેવાની હાર્દિક અનુમોદના. સમય જ્યારે બદલાયો છે. શ્રાવકોમાં જ્ઞાનમાર્ગની ચિંતાપ્રેરક ઉપેક્ષા થઈ રહી છે ત્યારે તમારા જેવા વિદ્વાન શ્રાવકો પરિણત શ્રાવકો અમારા માટે આપના આનંદ અને ચિંતા ને હળવી કરી આવતી કાલની ઉજાસ ભરી પળોની કલ્પના આપી જાય છે.
"અહો શ્રુતજ્ઞાનમ્"ખજાનો શ્રુતજ્ઞાનમ્ - મંજુષાશ્રુતજ્ઞાનમ્ જુદા જુદા રેફરન્સો-પાઠો ગ્રંથોના પરિચયો આ બધુ સંશોધનને સંપાદન માટે અત્યંત ઉપયોગી બની રહ્યું છે. તમારી આ શ્રુતભક્તિની વારંવારઅનુમોદના.
અમારા વિદ્વાન મુનિ તીર્થયશવિજયજી તો તમને એમના સંશોધનમાં સહાયક થયા બદલ ખૂબ જ યાદ કરતા હોય છે. ખૂબ હજુ ય ક્ષિતિજ વિસ્તરે. પૂ. વિજયયશોવર્મસૂરિજી પૂ. શ્રી વીરયશસૂરિજી, શ્રી ભાગ્યયશસૂરિજી, શ્રી દર્શનયશસૂરિજી ના ધર્મલાભ
અહો શ્રુતજ્ઞાન સર્વાગીણ શીતળતા