________________
સૂત્રકૃતાંગમાંથી સમજવા જેવું
વિજયમુક્તિ-મુનિચંદ્રસૂરિજી મ.સા કચ્છવાગડ શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય
| (A)જિજ્ઞાસાઃ આજના વૈજ્ઞાનિકો H 0ના સિદ્ધાંત દ્વારા પાણીની ઉત્પત્તિ વાયુ દ્વારા બતાવે છે. (બે અણુહાઈડ્રોજન અને એક અણુ ઓક્સિજનવાયુના સંયોગથી પાણી બને છે.) આના માટે આપણા શાસ્ત્રોમાં કોઈ આધાર ખરો? તૃપ્તિઃ હા, શાસ્ત્રમાં તેના આધારો મળે છે ખરા. વાયુયોનિવાળા પાણીનું વર્ણન સૂત્રકૃતાંગ સૂત્રમાં મળે છે. તેનો પાઠનીચે મુજબ છે. 'स्थावरणं च' हरितलवणादीनां प्राणिनां सचित्ताऽचित्तभेदभिन्नेषु शरीरेषु तद् अप्कायशरीरं वातयोनिकत्वात् अप्कायस्य वायुना उपादानकारणभूतेन सम्यक् 'संसिद्ध' निष्पादितम् गगनगतवातवशाद दिवि सम्मच्छते जलम । इदमक्तं भवति- वातयोनिकत्वात अप्कायस्य यत्र यत्र असौ तथाविधपरिणामपरिणतो भवति तत्र तत्र तत्कार्यभूतं जलमपि सम्मूर्च्छते।
ભાવાર્થ લીલોતરી-મીઠું વગેરે પ્રાણીઓના સચિત-અચિત એવા ભેદવાળા શરીરમાં તે અપકાય(પાણી) નું શરીર હોય છે. કારણ કે પાણીની યોનિ વાયુ છે. તે પાણી ઉપાદાન કારણરૂપ વાયુથી બનેલું છે. આકાશમાં રહેલા વાયુના કારણે આકાશમાં પાણી પેદા થાય છે. પાણીની યોનિ વાયુ હોવાથી જ્યાં જ્યાં એ વાયુ તેવા પ્રકાર પરિણામથી પરિણત બને છે ત્યાં ત્યાં તેનું કાર્યભૂત પાણી ઉત્પન્ન થાય છે. સૂત્રકૃતાંગ, દ્વિતીય શ્રુતસ્કંધ સૂત્ર-પ૯ની ટીકા ૩-આહારપરિજ્ઞા અધ્યયન: (ટીકાકાર આ. શીલાંકસૂરિ) પેજ-૩૫૮
તા.ક. જોકે આગળપાણીની યોનિવાળાપાણીની વાત પણ જણાવી છે. પાણીની યોનિવાયુ જ છે, એવું જૈન શાસ્ત્રો એકાને કહેતા નથી. સમુદ્રનું પાણી સૂર્યની ગરમીથી વરાળ બની વાદળ બને છે, એવૈજ્ઞાનિક વાત પણ ઉપલબ્ધ શાસ્ત્રોમાં કયાંય સ્પષ્ટ જોવા મળી નથી.
(B) જિજ્ઞાસા એવું જાણવા મળે છે કે નેપાળ વગેરે પ્રદેશોમાં એવા રત્નકંબલ બનતા કે જે શીયાળામાં ગરમી આપે, ઉનાળામાં ઠંડક આપે અને ચોમાસામાં વરસાદથી રક્ષણ કરે, મેલાં થઈ જાય તો પાણીમાં નહિ, પણ અગ્નિપર રાખવાથી ચોખાં થઈ જાય. કારણકે નિભાડાના ઉદરોના રોમમાંથી તે તૈયાર કરવામાં આવેલા હોય છે. તેની કિંમત એક લાખ સોનામહોર હતી), ખરેખર શું અગ્નિથી પ્રજવળતા નિભાડામાં ઉદરપેદા થઈ શકે શાસ્ત્રોમાં એવા ઉંદરોની વાત ક્યાંય આવે છે. વર્તમાનમાં આવા ઉદરોક્યાંય જોવા મળે છે?
તૃપ્તિ: વર્તમાનમાં આવા ઉંદરો જોવા મળે છે, એવું ક્યાંય સાંભળ્યું નથી, પરંતુ શાસ્ત્રોમાં તો તેવા પ્રકારના ઉદરોની વાત આવે છે. દા.ત. સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધના ત્રીજા આહારપરિજ્ઞા અધ્યયનમાં પ૮મા સૂત્રની ટીકામાં વિકસેન્દ્રિય જીવોની સચિત્ત-અચિત્તમાં ઉત્પત્તિનું વર્ણન કરતાં જણાવ્યું છે. "મારે તુ સવિરે તેનઃાયાતી મૂપિવિત્વેન ત્વચન્ત " બીજા કેટલાક જીવો સચિત્ત અગ્નિકાય વગેરેમાં ઊંદરડી વગેરેરૂપે ઉત્પન્ન થાય છે.'
- - અહો કૃતજ્ઞાનમ્ - સ્વનું સર્જન
10