________________
હૃતોપાસક વિશિષ્ટ જ્ઞાનભંડારો
અનુમોદના છે
પૂજ્ય ગુરુભગવંતો અને વિદ્વાનો પોતાના સમય શક્તિ અનુસાર સંશોધન-સંપાદનનું કાર્ય સતત કરતા હોય છે. અને તેઓના સંશોધન માટે પૂજ્ય ગણધર ભગવંતો દ્વારા રચિત આગમગ્રંથો અને તેની ઉપર રચાયેલ ટીકા, અવચૂરિ, ચૂર્ણ, ભાષ્ય તેમજ પ્રકરણ ગ્રંથો, ટીકા વગેરેની હસ્તપ્રતની તેમજ તેને લગતી માહિતીની સતત જરૂર પડતી હોય છે. આવા વિદ્વાન ગુરુભગવંતોને તેમના જ્ઞાનોપાસના કાર્ય માટે હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથોની જરૂરિયાત પુરી પાડતા વિશિષ્ટ કક્ષાના જ્ઞાનભંડારો જિનશાસનની આન બાન અને શાન છે. આવા જ્ઞાનભંડારોના પ્રેરણાદાતા ગુરુભગવંતો અને ટ્રસ્ટીઓની પણ હૃદયપૂર્વક અનુમોદના કરીએ છીએ. જેઓ તેમની પાસેના ખજાનામાં રહેલ અમુલ્ય ગ્રંથોની નકલો સંશોધન-સંપાદન માટે આપે છે. અને ગુરુભગવંતોને અભ્યાસ માટે ઉપયોગી ગ્રંથો પણ ઉદારતાપૂર્વક લાંબા સમય માટે તેઓને સ્વાધ્યાય માટે પુરા પાડે છે. આવા વિશિષ્ટ કક્ષાના જ્ઞાનભંડારો, સંસ્થાઓની વિગતો અત્રે રજુ કરેલ છે. તેમાંથી જોઇતા પુસ્તકો કે હસ્તપ્રતો માટે જે તે સંસ્થાને લેખિત પત્ર સ્વહસ્તાક્ષરમાં લખવો જરૂરી છે અને તે પત્ર પોસ્ટથી,
Whatsapp કે Email થી મોકલી શકાશે. જેથી આપની જરૂરિયાત અનુસાર સંસ્થામાંથી તેમના નિયમ-પધ્ધતિ મુજબ ગ્રંથો, હસ્તપ્રતો મળી શકશે. ચાલો અનુમોદના કરીએ.... શ્રી જિનશાસન આરાધના ટસ્ટ સ્થાપના :- ઇ.સ. ૧૯૦૮ શ્રી પ્રેમસૂરિજી શ્રુતભવન, તુલસીબાગ સોસા., હીરાબાગ ક્રોસીંગ, આંબાવાડી, અમદાવાદ-૬ સંપર્ક: યોગેશભાઇ Whatsapp: 9974587879 Email: jinshasan108@gmail.com પાટણ જ્ઞાનભંડાર :- સંપર્ક: ચંદ્રકાંતભાઇ પંડિતજી Whatsapp : 9909468572 પ્રેરકાશ્રી પ્રેમ-ભાવનભાનુસૂરિજીસમુદાયના વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તાડપત્ર : ૧૮૦૦ હસ્તપ્રત : ૨૦૦૦ (૧) સેંકડો વર્ષ ટકાઉ બહુમૂલ્ય કાગળ ઉપર ૨૫૦થી વધુ શાસ્ત્રગ્રંથ પ્રકાશિત, ૪૦૦ થી વધુ પ્રાચીન અપ્રાપ્ય ગ્રંથોનું પુનઃપ્રકાશન અને વિવિધ વિષયના ૩૦૦ થી વધુ શાસ્ત્રગ્રંથોના ૯૦૦ થી અધિક આગામાદિ શાસ્ત્રો અનુવાદો-ટીકાઓ-વિવેચનો-કાવ્ય, પ્રકરણો, ચરિત્રોનું પ્રકાશન-જ્ઞાનભંડાર તેમજ સંયમીઓને ભેટ. (૨) ઘણા બધા હસ્તપ્રતો ભંડારોને સ્કેનીંગ કરીને ડીજીટલ સંગ્રહમાંથી હસ્તપ્રતોની ઝેરોક્ષ સંશોધન-સંપાદન માટે આપે છે. (૩) પાટણ અને પાલીતાણામાં વિશાળ મુદ્રિત જ્ઞાનભંડાર દ્વારા સ્વાધ્યાય માટે સહાય.
'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૬ ૫