________________
રે
હો
. Card silolo
ડીળી 2 કી.
la suola
આ બધો વિચાર કરતા એમ લાગે છે, કે પ્રત્યેક સંઘમાં જિનાલય આદિ યોગ્ય સ્થાનમાં ઋતમંદિર હોવું જોઇએ. જેનો સહજ રીતે સકળ શ્રી સંઘને લાભ મળે, નાનું સ્થાન હોય, વિશાળ જગ્યા ન હોય, તો પણ એક દિવાલમાં ૪ ફ્ટ ઉંચે ગોખલા/શોકેસ દ્વારા આગમાદિ ગ્રંથોને સુંદર-દર્શનીય રીતે પધરાવી શકાય છે. આરસ/કાચાલાકડા વગેરેની સામગ્રી, પ્રતોને અનુરૂપ ખાના, એક જ દૃષ્ટિએ દૃષ્ટિગોચર થતા ૪૫ આગમો આદિ પ્રાચીન ગ્રંથો, એક ગ્રંથના જ્ઞાનપૂજનની વ્યવસ્થા અને જ્ઞાનદ્રવ્યનો ભંડાર- આ રીતે સુંદર શ્રુતમંદિર બની શકે છે. જિનાલયમાં ભૂતમંદિર રાખવા માટે શાસ્ત્રીય બાધ નથી, શ્રતમંદિરનો લાભ શ્રાવકો લઇ શકે છે, અને શ્રીસંઘના જ્ઞાન દ્રવ્યમાંથી પણ તેનું સંપૂર્ણ નિર્માણ થઇ શકે છે. વિધાર્થીઓ, જ્ઞાનપિપાસુઓ દર સુદ પાંચમના દિવસે આ કૃતમંદિર સમક્ષ જ્ઞાનની | વિશિષ્ટ સાધના પણ કરી શકે છે. ભગવાનના દર્શન-પૂજન કરવા આવેલ દરેક
વ્યક્તિ આ પરમપાવન શ્રુતસંપદાને ક્ષણ માટે પણ હાથ જોડીને માથું નમાવે, એ લાભ | પણ નાનો સૂનો નથી જ. | શ્રાવકની શ્રુતસંવેદના તો એ સ્તરની હોવી જોઇએ કે પોતાના ઘરમાં ય પવિત્ર સ્થાને આવું કૃતમંદિર બનાવે, ત્રિકાળ દર્શનાદિ કરીને ગદ્ ગદ] બને, ક્યારે આ બધુ જ્ઞાન અને આત્મસાત થાય, એવી ભાવના ભાવે... અને અપૂર્વ | અપૂર્વ નિર્જરા કરે. એ સ્તર પણ ભવિષ્યમાં આવી શકાશે, જો. પહેલા શરૂઆત કરીએ... શ્રી સંઘથી નોંધ : (૧) સ્વચ્છ ભારતના આજના સમયમાં સંચમધારી પૂજ્ય ગુરુભગવંતો અને પૌષધધારી શ્રાવકો માટે પંચમસમિતિના પાલન માટેનો વિચારણીય લેખ પૂજ્ય ગુરુભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તૈયાર કરેલ છે. જિનશાસનની હીલના ન થાય અને કોઇપણ વ્યક્તિ દુર્લભબોધિ ન બને તે માટે પારિષ્ઠાપનિકા સમિતીના પાલન માટે યોગ્ય વ્યવસ્થા સંઘમાં ઓછા ખર્ચ અને મેઇન્ટેનન્સ ફ્રી થઇ શકે તે માટેના ઉપાયો, ડ્રોઇંગ તેમજ ફોટા સાથે અમોઅ તૈયાર કરેલ છે તો જે પણ સંઘને માહિતીની જરૂર હોય તેઓએ વોટ્સએપ મેસેજ કે ઇમેઇલ કરવાથી મળી શકશે. કૃપયા ફોનનો ઉપયોગ ફક્ત વોટ્સએપ કે મેઇલ માટે જ કરશો. (૨) દરેક જ્ઞાનભંડારે વસાવવા યોગ્ય લગભગ ૪૦૦૦ પુસ્તકો-પ્રતોનું મોડલ લિસ્ટ પૂ.હૃદયવલ્લભસૂરિજી મ.સા. તથા પૂ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ની પ્રેરણા તથા માર્ગદર્શનથી શ્રમણોપાસક પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ યાદી ઇમેઇલ gyanbhandar.app@gmail.com થી અથવા અમોને ઇમેઇલ કરવાથી મલી શકશે. અનુસંધાન પાન નં...૧ ઉપર થી
આપણા સંઘોમાં બાળકો માટે પાઠશાળા ચાલતી હોય છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરૂ છું પરંતુ શ્રાવકો માટે પણ તેઓના જેનીઝમના અભ્યાસ માટે વાંચવાના ભણવાના પુસ્તકો ઉપલબ્ધ કરાવીને તેના વાંચન માટે પ્રોત્સાહન આપવાથી શ્રી સંઘમાં વિધીપૂર્વકની ધર્મ આરાધનાની વૃદ્ધિ થશે. જે માટે ગુરુભગવંતોને વિનંતી કરીને રાત્રે પણ છ પ્રકરણ, ત્રણ ભાષ્ય વગેરેના પ્રવચન વાચના ફક્ત પુરુષો માટે રાખીને જેનીઝમનું શિક્ષણ આપવું જરૂરી છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ....
|
1 અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૩ )
અહો
GST માં
આ
છે હી
Bliinી
isloo