________________
હો
!
@ak___ @_ #
હો
al
ડૉ.
ડો.
al
51
લેખક : પ્રિયમ્
શ્રુત એ પ્રભુનો શબ્દદેહ છે. પૂ.હરિભદ્રસૂરિ મહારાજાના શબ્દોમાં કહીએ, તો શ્રુત એ વાસ્તવમાં સ્વયં પ્રભુ જ છે.
થોડો
શ્રુતમંદિરમ્
अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः ।
જ્ઞાની પુરુષો જેને ભગવત્તુલ્ય કહે છે. તેનું સ્થાન આપણે કેટલું ગૌરવપ્રદ રાખવું જોઇએ ? કમ સે કમ આપણા આગમાદિ મુખ્ય ગ્રંથોને તો ભવ્ય ગૌરવપ્રદ સ્થાને
ને પધરાવીને સકલ શ્રીસંઘ પ્રતિદિન તેના દર્શન-વંદનનો લાભ લઇ જિનવચન પ્રત્યે
બહુમાન ભાવને ઉલ્લસિત કરવા દ્વારા જ્ઞાનાવરણીય આદિ કર્મોની નિર્જરા કરે અને ઉત્કૃષ્ટ પુણ્યનું ઉપાર્જન કરે, એવી વ્યવસ્થા દરેક સંઘમાં હોવી જોઇએ.
જેસલમેર વગેરે અનેક પ્રાચીનતમ સ્થાનોમાં જિનાલયમાં જ શ્રુતસંપત્તિ રાખવામાં આવતી હતી. અને આજે પણ જેસલમેરમાં કિલ્લાના જિનાલયમાં પ્રાચીન જ્ઞાનભંડાર યથાવત્ છે.માંડલના જિનાલયમાં શ્રી વસ્તુપાળ મંત્રી દ્વારા લખાયેલ પ્રત દર્શનાર્થે પધરાવેલ છે, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે સરસવના દાણામાંથી ઘોડેસવાર ઉત્પન્ન કરવાની વિધા એક જિનાલયના સ્થંભમાં રહેલ પુસ્તકમાંથી મેળવી હતી. આજે પણ સુરત-અઠવાલાઇન્સ વગેરે સ્થાનોમાં જિનાલયમાં જ યોગ્ય સ્થાને ૪૫ આગમોને ભવ્ય રીતે પધરાવ્યા છે. જેમના દર્શન-વંદનનો લાભ પ્રતિદિન લઇને શ્રીસંઘ પાવન થઇ રહ્યો છે. દિગંબર પરંપરા સમયસાર વગેરે ગ્રંથોને આગમતુલ્ય માને છે, તો તેઓ તે ગ્રંથોને તેમના દેરાસરમાં જ સુંદર સ્થાને બહુમાન પૂર્વક પધરાવે છે. અને તેમના એવી રીતે દર્શનાદિ કરે છે. જાણે કે ભગવાન જ હોય. વૈદિકો રામાયણ કે
ગીતા માટે આવું બહુમાન ધરવે છે. મુસ્લિમો દુકાનમાં બેઠા હોય તોય તેમના ટેબલમાં કુરાન રાખે છે. ફુરસદમાં વાંચે છે. નેપાળમાં લામાઓએ તેમનો ધર્મગ્રંથ" મૂળનાયક"
જેવા દબદબા સાથે દિવસ રાત ચાલતી દીવાઓની રોશની સાથે પધરાવ્યો છે. એવો
ઇતિહાસ મળે છે.
હો!
સંપ્રદાય કે પરંપરાનું ગૌરવ અને તેનું મૂળ સ્વરૂપ તેના શાસ્ત્ર બહુમાનને આભારી હોય છે, જે પરંપરાને પોતાના મૂળભૂત ધર્મગ્રંથ પ્રત્યે ઉત્કૃષ્ટ બહુમાન આદર ન હોય તે પરંપરા યા તો નામશેષ થઇ જાય છે, યા તો તેના મૂળ સ્વરૂપને ગુમાવી બેસે છે.
|| શ્રુતજ્ઞાન
રો
વિશ્વનો અજોડ શ્રુતવારસો આપણને મળ્યો છે. આપણને એની સાથે કેટલો સંબંધ ? ને કેવો સંબંધ ? વર્ષે એક વાર કલ્પસૂત્રની પૂજા ને વધામાણા કરીને સંતોષ ? સાડા આઠ વાગે એની પૂજા ચાલુ થાય ત્યારે કેટલા જણની હાજરી હોય ? પરમ પાવન આગમ સૂત્રો તો નિશદિન પૂજ્ય છે. અરે, આપણે તો બહુમાન અને પૂજા થી પણ આગળ વધીને પૂજ્ય ગુરુ ભગવંતો પાસે એ સૂત્રોના રહસ્યો જાણવાના છે અને જીવનમાં ઉતારવાના છે. પણ એની પૂર્વભૂમિકા છે, ઉછળતો બહુમાન ભાવ...
આ અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૪૩
હોશુ
નામ અહીં!?
Total
લો
27
20
21
21
20
24
2
217
25
]]
217
218