________________
L) ગ્રંથના પુનમદ્રણ સંબંધી કેટલીક વિચારણા
/>
અઘરા શબ્દો કે પદાર્થોની ટીપ્પણીઓ થાય. પ્રસ્તુત ગ્રંથનું અન્ય ગ્રંથો સાથે તુલનાત્મક અધ્યયન રજૂ થાય. નૂતન પરિશિષ્ટો, વિષયવાર અનુક્રમમાં સાથે સુંદર વિશદ સંપાદન થાય... તો સૌથી શ્રેષ્ઠ કાર્ય થાય..યોગ્ય વિદ્વાન અધિકારી વર્ગ તરફથી થયેલા આવા સંપાદનો, પાછળની પેઢીને લાંબા સમય સુધી દીવાદાંડીની ગરજ સારતા હોય છે. જેમકે પૂ. શ્રી પુચવિજયજી મ., પૂ. શ્રી જંબૂવિજયજી મ. આદિના પ્રકાશનો... - જે હસ્તપ્રત આદિ પરથી વિશિષ્ટ સંપાદન ન કરવાનું હોય ત્યાં, જૂનું યથાવત્ રીપ્રીન્ટ કરવુ વધુ હિતાવહ છે. જૂના છપાયેલ ગ્રંથો ને કંપોઝ કરી, પૃફ ચેક કરીને વિશિષ્ટ સંશોધનસંપાદન વિના છાપવામાં આવે તો, જૂના કરતાં નવા કંપોઝ કરેલ ગ્રંથોમાં અશુદ્ધિઓ અનેક ગણી વધી જાય છે. આવું અનેક ગ્રંથોમાં થયાનો અનુભવ જોવાય છે. માટે આ સંદર્ભે એ વિવેક કરવો જરૂરી છે.
વળી, પુનઃસંપાદનમાં પ્રથમના સંપાદકે અથાક મહેનત કરીને ગ્રંથ-ગ્રંથકારનો પરિચય આપ્યો હોય, તે બધુ જ નવા સંપાદન વખતે સમાવિષ્ટ કરવું જોઇએ. વધારાની પૂરવણી નૂતન સંપાદક કરી શકે:તેમજ જૂની વિગત સંબંધી કઇંક ફેરફાર પણ સૂચવી શકાય
પ્રથમ સંપાદકે પરિશિષ્ટ રૂપે શબ્દાર્થ, ગાથાક્રમ કે અન્ય ઉદ્ધરણ ગ્રંથોના નામ આદિ આપ્યા હોય તે પણ નૂતન સંપાદનમાં લઇ લેવા જોઇએ. જેથી પૂર્વ સંપાદકની અપાર મહેનત એળે ન જય.
જ્યારે પણ ભાષાંતર કે ભાવાનુવાદનો ગ્રંથ હોય ત્યારે તેમાં વપરાયેલો પારિભાષિક શબ્દોની જાળવણીમાં ખૂબ ચીવટ રાખવી જરૂરી છે. ભાષાની બોલી-ઢબ ભલે બદલાય, પરંતુ પારિભાષિક શબ્દો પરિષહ-ઉપસર્ગ-ગોચરી-ચાદ્વાદ-મહાવત વગેરે ન બદલાય તેનું ધ્યાન રાખવું.
- દા.ત. : જૈન સાગા - હેલેનના અંગ્રેજી પુસ્તકોમાં વપરાયેલા પારિભાષિક શબ્દો અને નૂતન સંપાદિત જૈન સાગા માં ખૂબ જ ફેર છે. (૨) ચત્વાર: કર્મ ગ્રંથ :- શ્રી ચતુરવિજયજીના જૂના મૂળ પુસ્તકમાં છ પરિશિષ્ટો આપેલા છે. નૂતન સંપાદિત આવૃતિમાં પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ છે. પણ પ્રીન્ટીંગમાં તે રહી ગયેલ છે.
• ' આ રીતે અમારા ક્ષયોપશમ અનુસાર સામાન્ય વિચારણા કરી છે. વિદ્વાન ગુરુભગવંતોને ક્ષતિ નિર્દેશ માટે ભાવભરી વિનંતી....
અનુસંધાન.... પાન નં-૩ નું ચાલુ... અને જેન સિવાય જૈનેતરમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. આવા લોકભોગ્ય પુસ્તકો સિવાય પણ પ્રકરણ ગ્રંથો ઉપર પણ વિવેચન, ધર્મરત્ન પ્રકરણ, રત્નાકર પચ્ચીસી, અધ્યાત્મકલ્યદમ વગેરે ઉપર સરળ રસાળ ભાષામાં વિવેચન કરવામાં આવેલ છે. તેઓના ૩૦૦ માં પુસ્તકનો વિમોચન પ્રસંગે ભવ્ય પ્રોગ્રામ જાન્યુઆરી ૨૦૧૬માં રાખવામાં આવેલ છે. આ બધા જ પુસ્તકો WWW.ratnaworld.com ઉપર ઉપલબ્ધ છે.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૩