________________
LLગ્રંથના પુનમદ્રણ સંબંધી કેટલીક વિચારણા 0
મુદ્રણ યુગ આવ્યા પૂર્વે આપણા પૂવચાર્યોએ અથાક પરિશ્રમ કરીને જૂના રચાયેલા અનેક ગ્રંથોની ઘણી બધી હસ્તલિખિત પ્રતિઓ કરાવી પ્રાચીન ગ્રુતવારસાને જાળવવાના પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજા આદિ અનેકોએ જે નવસર્જન કર્યા તેની પણ હસ્તલિખિત પ્રતિઓ મોટી સંખ્યામાં થઇ..જે આજે પણ આપણને મળી શકે છે.
| મુદ્રણયુગ આવ્યા પછી સૌપ્રથમ આગમગ્રંથો તથા ત્યારબાદ પ્રકરણ ગ્રંથો, ચરિત્રગ્રંથો વગેરેની હસ્તપ્રતો ઉપરથી પૂજ્ય વિદ્વાન ગુરુભગવંતો તથા કેટલાક વિદ્વાનોએ સંશોધનસંપાદન કર્યા તથા જે તે સંસ્થાઓ તરફથી છપાયા. જેમાં અનેકોના સમય, શક્તિ અને શ્રમ લાગ્યા..પણ મુદ્રણયુગનો પરિશ્રમ અલ્ય અને વધુ ફળદાયી રહ્યા... અભ્યાસ માટે અનેક ગ્રંથો સહજતાથી ઉપલબ્ધ થવાથી સાધુ-સાધ્વીજી ભગવંતોના અભ્યાસમાં સારો એવો વધારો થવા પામ્યો છે.
| મુદ્રણયુગના પ્રારંભે છપાયેલા ગ્રંથો પણ આજે શતાબ્દી વિતાવી ગયા છે એ કાળના જૂના ભંડારોમાં એ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. પણ આજે તો એ ભંડારો'યે ખૂલતા નથી અને અનેક નવા ભંડારો અને અધતન ટેકનોલોજીઓ સહિતની વ્યવસ્થાઓ વિકસી ગઇ છે.
સમયાનુસાર વર્તમાનના આચાર્ય ભગવંતોએ દીર્ધદષ્ટિ વાપરીને પૂર્વ મુદ્રિત થયેલ અનેક ગ્રંથોના પુનરુદ્ધાર (રીપ્રીન્ટ) કર્યા જેથી હજીયે એ આપણને તથા રવરુપે ઉપલબ્ધ થાય છે. આ કાર્યમાં વર્તમાનમાં પ. પૂ. આ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ. પૂ.વૈરાગ્યદેશનાદક્ષ પ્રાચીન કૃતોદ્ધારક હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ મોખરે ગણી શકાય. જેઓની પ્રેરણા-માર્ગદર્શનથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં ૪૦૦ થી અધિક ગ્રંથો રીપ્રીન્ટ થઇને ભારતભરના શ્રીસંઘોમાં ભેટ રૂપે મોકલ્યા છે. અને હજી પણ એ કાર્ય ચાલુ જ છે. શ્રી આશાપૂરણ જૈન જ્ઞાન ભંડાર દ્વારા પૂર્વ મુદ્રિત પ્રાય અપ્રાપ્ય એવા વિવિધ વિષયો ના ૨૦૧ ગ્રંથોને ડીજીટાઇજેશન દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે અને તેની મર્યાદિત નકલો જુદા જુદા શહેરોમાં આવે ઉત્તમ જ્ઞાન ભંડારોને ભેટ મોકલવામાં આવી છે. અન્ય પણ કેટલીક સંસ્થાઓ/સંઘોએ આ પ્રમાણે પુનરુદ્ધાર (રીપ્રીન્ટ) ના કાર્યો કર્યા છે..તે સર્વેની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ..
- પ્રસ્તુત પુનદ્રણની પદ્ધતિ સંબંધી યોગ્ય વિચારણા (૧) જે ગ્રંથનું પુનર્મુદ્રણ કરતા હોઇએ ત્યારે જૂના ગ્રંથની પ્રસ્તાવના, ગ્રંથના ભાષાંતરના શબ્દો તેમજ પરિશિષ્ટ વગેરે જુનામાં જેમ હોય તેમજ સ્કેનીંગ કરાવીને સંપૂર્ણપણે સર્વ વિગતોનો સમાવેશ કરીને પુનર્મુદ્રણ થતુ હોય છે. અને તેમ કરવું વ્યાજબી છે. હા, કદાચ પુનમુદ્રણ અંગે ખુલાસો લખવાનો હોય તો નવી વધારાની પ્રસ્તાવના કે પરિશિષ્ટનો ઉમેરો કરી શકાય. પણ જુનું લખાણ તો જેમ છે તે રીતે જ આવી જાય તો તેને યોગ્ય પુનર્મુદ્રણ થયું કહેવાય..
વળી, પુનર્મુદ્રણ કરાતો ગ્રંથો ઘણો જુનો હોય અને લિપિ ઘણી જૂની હોય, ત્યાં સ્કેનીંગ કરીને રીપ્રીન્ટ ન કરાવતાં, ફરીથી કંપોઝ કરાવીને પ્રકાશિત કરવો વધુ યોગ્ય છે. (૨) આગમો કે અન્ય મહત્વના પ્રકરણ ગ્રંથો રીપ્રીન્ટ કરવાથી આગામી પેઢીને એ સહજ પ્રાપ્ત થાય છે. એ છપાયેલ ગ્રંથાની આજના કાળે વિશેષ પ્રાચીન-શુદ્ધિકરણની હસ્તપ્રતો મળતી હોય તો તે આધારે પાઠભેદ-પાઠાંતરભેદ વગેરે નોંધીને સંપાદન થાય.
અહો ! શ્રુતજ્ઞાનમ - ૩૩ ૬
|