________________
પુસ્તક
૨૫
II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ II
અહીં ! શ્રુતજ્ઞાનમ્
સંકલન
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
સં-૨૦૦૦, કારતક સુદ - ૫
શાસનના શણગાર પૂજ્ય સંયમી, વિદ્વાન, જ્ઞાની ગુરુભગવંતોના પાવન ચરણોમાં ચરણ સેવક શા.બાબુલાલ સરેમલ બેડાવાળા ના કોટિ કોટિ વંદન... શ્રી જિનાજ્ઞાસમારાધક પંડિતવર્યશ્રી, શ્રુતભક્ત શ્રાવકો આદિને પ્રણામ... ૦ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં વર્તમાન કાળે એક અગત્યનું કહી શકાય એવું ક્ષેત્ર હોયતો તે છે શિલ્પજ્ઞાન. છેલ્લા ત્રણેક પરિપત્રથી અમે આ વિષય ને ઉજાગર કરી રહ્યા છીએ. ઉપરાંતમાં
ગત વર્ષે પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરિજીના સાનિધ્યમાં જિનાલય નિર્માણના અનુભવી શ્રાવકોનું સ્નેહમિલન યોજાયેલ તેના અનુસંધાનમાં આ વર્ષે સુરેન્દ્રનગરમાં દ્વિદિવસીય શિલ્પશિબિરનું પણ આયોજન થયું હતું. આ સર્વે પ્રયાસોથી ભવિષ્યમાં શ્રીસંઘને નક્કર લાભ થશે. જેમાં નિમિત્ત બનાવનો અમને અંતઃસ્તોષ છે.
-: શ્રુતજ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અન્ય ક્ષેત્રઃ વિધિ ક્ષેત્રઃ
જિનશાસનમાં અનેક પ્રભાવક પૂજ્ય ગુરુભગવંતો છે. જેઓ અનેક પ્રકારે શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. પરંતુ ઘણું કરીને જોઇએ તો એ દરેકની શક્તિ અમુક ચોક્કસ ૨ - ૪ કાર્યો પાછળ જ ખર્ચાઇ રહી છે. અલબત્ત એ કાર્યો પણ જરૂરી જ છે, છતાં એક અન્ય અસ્પર્શ એવા વિધિક્ષેત્રને પણ પ્રભાવક સાધુ ભગવંતો ઉજાગર કરવાનો પ્રયત્ન કરે તે ઇચ્છનીય છે. છ વર્તમાનમાં પૂજનો ભણાવવાના વધ્યા છે. જરૂરીયાતને લઇને વિધિકારકોની સંખ્યા પણ અનેક ઘણી વધી છે. ૨-૪ પૂજનો કરાયા બાદ સંગીતકાર પણ જાતે વિધિકારક થઇ જાય છે. ભક્તિભાવથી કરવાના અનુષ્ઠાનો ક્યારેક મોટા બીઝનેસનું પણ સ્વરૂપ ધારણ કરાતા હોય એમ લાગે છે. એ સમયે પ્રભાવક ગુરુભગવતોએ આ ક્ષેત્ર માટે વિચારવાની જરૂર છે. છ પૂજનનો સરેરાશ ખર્ચ ૧૫૦૦૦ નો મુકીએ તો શ્રીસંઘમાં લાખો કરોડો રૂપિયાનું બજેટ માત્ર વિધિ પૂજનોનું છે. ત્યારે ભણાવાતા એ પૂજનોથી શ્રીસંઘને સવિશેષ હજી વધુ લાભ મળી રહે એની આવશ્યક વિચારણા કરીએ. વિધિકારકોની ઉચ્ચારશુદ્ધિ, મંત્રશુદ્ધિ અને આચારશુદ્ધિ તથા પૂજનમાં લોકોનું અનૌચિત્ય તથા પૂજનની મહત્તા - આ બધા મુદ્દા વિચારણીય બને, અહીં શ્રુતજ્ઞાનના સંદર્ભમાં લોકોનું વિધિજ્ઞાન વધે એ માટે સંઘમાં જાગૃતતા લાવવી જરૂરી છે, કેટલીકવાર વિધાન સમયે ઘરના મુખ્ય વ્યક્તિઓ પ્રભુ ભક્તિ કરતાં સ્વજનોની આગતા-સ્વાગતામાં જ વિશેષથી રોકાયેલા જોવા મળશે. જે પ્રભુ ભક્તિ માટે પૂજનનો આડંબર છે, એ પ્રભુભકિત ગૌણ બની જાય છે અને તે કરતા સ્વજનોની કિંમત - મુલ્ય વધી જાય છે જે એક આશાતના ગણાય.. આ પ્રકારનું ઔચિત્યજ્ઞાન જે તે લાભાર્થીને આપવું જરૂરી છે. પૂજનોમાં દ્રવ્યોની ઉત્તમતા ભગવાનની આજ્ઞા પ્રમાણેની શુદ્ધતા વગેરે જેટલા અંશે ઉમેરાય તેટલા અંશે ભગવદ્ ભક્તિ ખીલે અને પાંગરે છે. ૭ આજ દિન સુધીનો ઇતિહાસ છે કે સમર્થ પ્રભાવક સાધુઓએ જ શ્રીસંઘને દિશા સૂચવી છે. જો આ ક્ષેત્રને ધ્યાનમાં લઇને તેઓ સવિશેષ પ્રયત્ન આદરે તો શ્રીસંઘના ઉત્થાનમાં પ્રબળ નિમિત્ત બનવાનો લાભ મળે. જિનાજ્ઞાવિરુદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામુ દુક્કડમ્..
* दासोऽहं सर्व साधूनाम्
લી. 11
જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૫