SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ ભગવંતને શ્રુતલેખન કરવાનો સમય-રસ-રુચિ વગેરે વર્તમાનકાળે તો નહિવત જણાય છે. આ માટે તો આપણે-જેઓને સંસ્કૃત-પાકૃતનું કોઇ જ્ઞાન નથી, ગુજરાતી વ્યાકરણ પણ ક્યારેક પૂરું જાણતા ન હોય, જેઓને શાસન સેવાનો નહિ પણ માત્ર આજીવિકાનો ઉદ્દેશ્ય હોય છે અને એ માટે જેટલું બને તેટલું વધુ શ્રુતલેખન કરીને વધુ વળતર મેળવવાની ભાવના હોય છે. તેઓ કઇ નાત જાતના હોય તેનું પણ વિશેષ ધ્યાન ક્યારેક રખાય કે ન પણ રખાય, તેઓ કઇ અવસ્થામાં લેખનકાર્ય કરે, આગમાદિના લેખન માટે વિકાળની મર્યાદા જાળવે કે ન પણ જાળવે, એ જ્યાં લખતા હોય તેમના ઘરે સ્ત્રીઓના માસિક પીરીયડનો સમય સચવાય કે ન પણ સચવાય, આવા અનેકાનેક પ્રશ્નો જેઓ માટે ઉભા થાય છે. એવા લહિયાઓ ઉપર જ આપણે ઋત લખાવવા માટેનો આધાર રાખવો પડતો હોય છે. કદાચ સારી વ્યક્તિઓ મર્યાદા જાળવીને શ્રુતલેખન કરે તો પણ તેમને સંસ્કૃતપ્રાકૃતનું જ્ઞાન ૯૯% કેસમાં હોતું જ નથી. એવા લહિયાઓ પાસે પૂ.પુણ્યવિજયજી મ.સા.ના કે પૂ. જંબૂવિજયજી મ. સા. વગેરેના સુવિશુદ્ધ સંપાદનો લખાવવામાં આવે એટલે માનવ સહજ ક્ષતિઓ લેખનમાં અવશ્ય રહે જ. કોઇ લેખકની બીજે સ્થાને, તો કોઇ લેખકની ત્રીજે સ્થાને ક્ષતિ થાય.. આમાંથી નવા નવા પાઠભેદો ઉભા થાય. ' એટલે કે એક જ શ્રી આચારાંગ આદિ આગમગ્રંથની ૫૦ કોપી લખાય તો એમાં મૂળપ્રત કરતાં કેટલેય સ્થાને પાઠભેદ થઇ જાય. આનો સીધો અર્થ એ થયો કે જે અનેક હસ્તલિખિત પરથી પૂજ્યશ્રીઓએ શાસ્ત્રપદાર્થોની સંગતિ થાય એ પ્રમાણેનું વિશુદ્ધ સંપાદન કરેલ, એ જ ગ્રંથને ફરી ફરી લખાવીને આપણે એમાં પાઠભેદ કર્યો. એટલે હવે ભવિષ્યની પેઢીને તે ગ્રંથો શુદ્ધ કરવા માટે બીજા કોક પુણ્યવિજયજી મ. સા. કે પૂ. જંબૂવિજયજી મ. સા. ની રાહ જોવી પડશે, તેમના પર આધાર રાખવો પડશે.. તો આ રીતે આપણે એ પુણ્ય પુરુષો પ્રત્યેની શ્રુતભક્તિ અદા કરીએ છીએ કે પછી તેમની અવહેલના કરી એ છીએ તે આંખો બંધ કરીને શાંત અને પરાપૂર્વનો વિચાર કરીને સરળપણ-નિખાલસપણે તટસ્થતાથી ધ્યાનમાં લેવું જોઇએ. - લહિયાઓએ લખેલા ગ્રંથો બ્રાહ્માણાદિ પંડિતો પાસે ચેક કરાવવા, તેને સુધારવા વગેરે પ્રક્રિયા લખવા-બોલવામાં જેટલી રમણીય લાગે છે, તેટલી જ આચરણમાં કઠીન જ હોય છે. અત્યંત ધીરજ અને શ્રમસાધ્ય આ કાર્ય છે. અને તેમાં સંપૂર્ણ સફળતાનો દાવો કરતા પહેલા એકવાર અવશ્ય વિચાર કરવો જોઇએ. (૨) શ્રતવારસો સાચવવાનો બીજો માર્ગ પુનર્મુદ્રણનો છે. પૂર્વ પુરુષોની જીવનભરની આ મહેનતને પ્રીન્ટીંગ દ્વારા યથાવત સાચવી શકાય છે. એમાં પાઠભેદો વગેરે કોઇ જ પ્રકારના મહત્વના શાસ્ત્રીય દોષ નથી. આરંભ-સમારંભમાં જ બેઠેલા શ્રાવકોએ શ્રુતભક્તિથી કરવાનું આ કાર્ય છે. e સેંકડો વર્ષો સુધી ટકી શકે તેવા વિશિષ્ટ કાગળો પર, એવી જ વિશિષ્ટ શાહીથી જો ગ્રંથો મુદ્રણ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને સુવિશુદધ ઋતવારસો આપવાની અને તે દ્વારા પૂર્ણપુરુષોને સાચી શ્રધ્ધાંજલી આપવાની આપણી ભાવના આપણે સાકાર કરી શકીએ છીએ. સમગ્ર જીવન જેઓએ શ્રુતને સમર્પિત કર્યું. પ્રભુશાસનની અવિચ્છિન્ન શ્રુતસંપદાને જાળવવામાં, રક્ષવામાં, શુદ્ધિ-વૃદ્ધિ કરવામાં જેઓનો | અવિરમરણીય ફાળો છે. એવા મહાપુરુષોનો કોટિ કોટિ વંદન.
SR No.523317
Book TitleAho Shruta gyanam Paripatra 17
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2012
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy