________________
આગમપ્રભાકર પ.પુણ્યવિજયજી મ. સા., આગમપ્રજ્ઞ પૂશ્રી જંબૂવિજયજી મ. સા.
' જેવા સંનિષ્ઠ શ્રુતસેવકો ને સાચી શ્રદ્ધાંજલી - આપણા પૂર્વધરો, વાચકવર્યો દ્વારા રચાયેલા ગ્રંથો, કે જે માત્ર મુખપાઠ જ રાખવાના હતા, એના એક અક્ષર પણ લખવામાં શાસ્ત્રમાં પ્રાયશ્ચિત જણાવેલું હોય એવા કાળે સમયજ્ઞ પૂ. શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે દીર્ઘ ભવિષ્યનો વિચાર કરીને તત્કાલીન વિકલ્પ રૂપે હસ્તલેખનની પરંપરા શરૂ કરી. - છેલ્લા થોડા વર્ષોમાં પ. પૂ. પ્રાતઃસ્મરણીય આગમોદ્ધારકશ્રી સાગરાનંદસૂરીશ્વરજી જેવા મહાપુરુષોએ તત્કાલીન સંયોગો અને ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરીને આગમાદિ અઢળક સાહિત્ય મુદ્રણ કરાવી શ્રીસંઘને આપ્યા કે જેનાથી શ્રીસંઘમાં સાધુઓના અભ્યાસનું સ્તર નિઃશંક વધ્યું. સંશોધનો-સંપાદનો વધ્યા.
- પૂર્વપુરુષો એ ભવિષ્યની પેઢી પર ઉપકાર થાય એ માટે હિતદયથી જે ગ્રંથોની રચના કરેલી અને જે ગ્રંથોની નકલો માત્ર ગણ્યા ગાંઠ્યા બે-પાંચ-પચ્ચીસ જ્ઞાનભંડારોમાં જ હતી તે સાધુ ભગવંતોને સુલભ બની. કેટલાક ગ્રંથો સર્વપ્રથમ ભલે થોડી ઘણી અશુદ્ધિવાળા પણ છપાયા પરંતુ તદાધારે વિશુદ્ધ સંશોધન-સંપોદન કાર્યને વેગ મળ્યો.
આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા આગમપ્રજ્ઞ શ્રી જંબૂવિજયજી મહારાજે તો કમાલ કરી. પ્રાચીન અનેકાનેક હસ્ત લિખિતો પરથી અતિશુદ્ધ પાઠો સંપાદન કરી આગમાદિ ગ્રંથો મુદ્રિત કરાવ્યા, વળી શ્રી ચતુરવિજયજી તથા તેવા અન્ય મહાત્માઓએ વિશુદ્ધ પાઠસંપાદનો પૂર્વકના પ્રકાશનો સંઘને આપ્યા. વર્તમાનકાળે પણ આવા શ્રુતસેવકો, ભલે આંગળીના વેઢે ગણાય એવા પણ છે. તેઓના અતિપરિશ્રમપૂર્વકના શુદ્ધ પ્રકાશનો એ જિનશાસનની સાચી મૂડી છે.
- ઉપરોક્ત મહાપુરુષોએ માત્ર રૂપિયા ખર્ચીને કે માત્ર અમુક વ્યવસ્થા ગોઠવીને જ શ્રુતસેવા કરવાના મનોરથ ન સેવતાં શ્રુતજ્ઞાનના વાસ્તવિક પદાર્થોના શુદ્ધિકરણ તથા | પાઠોના સંશોધન-સંપાદનમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આ ઉંચામાં ઉંચા પ્રકારની શ્રુતસેવા છે. એવા શ્રુતસેવકોને લાખો-કોડ વંદના... આ મહાપુરુષોને સાચી શ્રધ્ધાંજલી અર્પવી હોય તો તે એ જ હોઇ શકે કે પહેલા નંબરમાં શક્તિસંપન સાધુ ભગવંત તેમના ચીલે ચાલી, તેમના માર્ગને આગળ ધપાવે અને શાસનની મહત્વની શ્રુતભક્તિ કરે. શ્રાવક યોગ્ય ઉચિત શ્રુતભક્તિ એ હોઇ શકે કે તેમણે પોતાનું | સમગ્ર જીવન નીચોવીને જે શ્રુતગઠન કર્યું હોય તે હવે ભવિષ્યની પેઢીને ૫૦૦-૧૦૦૦ વરસ | | સુધી સુવિશુદ્ધપણે યથાવત્ સ્વરૂપે મળતુ રહે, તે માટેના યોગ્ય પ્રયત્ન કરવા. શ્રીસંઘોએ જ્ઞાનદ્રવ્યનો સવ્યય તે માટે કરવો. ભવિષ્યની પેઢીને આ સુવિશુદ્ધ હ્યુતવારસો આપવાના વર્તમાનકાળે બે વિકલ્પ પ્રચલિત છે. (૧) સેંકડો વર્ષો ટકે તેવા કાગળ પર સુવાચ્ય અક્ષરો વડે સંપૂર્ણ શુદ્ધિપૂર્વક તેને લખાવી ! જવા. (૨) સેંકડો વર્ષટકી શકે તેવા કાગળ પર આ ગ્રંથોને મુદ્રિત કરાવવા.
| સાંગાનેરી કાગળ ૭૦૦-૮૦૦ કે તેથી વધુ ટકાઉ છે. તેના પર ગ્રંથો લખાવવાનો પ્રથમ વિકલ્પ અપનાવી શકાય કારણકે એમાં આપણી ભાવના-આશય શુદ્ધ છે, આપણો હેતુ પણ સારો છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિચારતાં શુભ ભાવથી, સારા આશયથી આરંભાયેલુ આપણું આ કાર્ય લાખો નહિ પણ કરોડો રૂા. જ્ઞાનદ્રવ્યના વ્યય કરીને આપણા ઉદેશ્યને સિદ્ધ કરે છે કે નહિ, એ બહુ મહત્વની વાત છે.