________________
શ્રુતજ્ઞાનના ક્ષેત્રે વિશિષ્ટ કાર્યરત સંસ્થાઓની હાર્દિક અનુમોદના
પૂજ્ય ગુરૂભગવંતોની પ્રેરણા અને આશીર્વાદથી ચાલતી પ્રકાશન સંસ્થાઓ કે જે વિષિષ્ટ કક્ષાનું શ્રુતભક્તિનું કાર્ય કરી રહી છે. અને પોતાના પ્રકાશનો તથા સંગ્રહીત માહિતિ ખૂબ જ ઉદારતાપૂર્વક સ્વખર્ચે જ્ઞાનભંડારોને તથા સ્વપર સમુદાયના ભેદ વગર સર્વ મહાત્માઓને સપ્રેમ પૂરી પાડે છે. તેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. તન-મન અને ધનનો સહયોગ આપતા તેના ટ્રસ્ટી મંડળની પણ ભાવથી અનુમોદના કરી છીએ. તથા તેમના શ્રુતકાર્યો રજુ કરવા પૂર્વક ભવિષ્યમાં હજી વધુ ને વધુ કાર્ય કરે તેવી હાર્દિક અપેક્ષા સાથે તેમની અંતરથી અનુમોદના કરીએ છીએ. પૂ વૈરાયના ભા
((9) વિશાલના ચારણનના ટ્રસ્ટ – પાટણા = ભાઇ છેક ચાટવા શ્રી વિજય હેમચી સૂરીશ્વરજીવરાજ
(અ) હસ્તપ્રતો ઉપરથી સંશોધન-સંપાદન કરીને અપ્રગટ ગ્રંથોને પ્રકાશમાં લાવે છે. (બ) આજ સુધીમાં ૩૫૦ થી પણ અધિક પ્રાયઃ અપ્રાપ્ય અને જુના મુદ્રિત ગ્રંથોને ફરીથી મુદ્રિત કરી ૩૫૦ થી અધિક જ્ઞાનભંડારો તથા સાધુ-સાધ્વીજી ને ભેટ મોકલ્યા છે.
(ક) તાડપત્ર ઉપર હસ્તલેખન કરાવવા દ્વારા આપણો વારસો ભાવિ પેઢી માટે સાચવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે.
(ડ) સર્વ આગમગ્રંથો (પંચાંગી) તથા અન્ય પણ અગત્યના ગ્રંથોને અતિકિંમતિ અને ટકાઉ વિશિષ્ટ કાગળો પર વિશિષ્ટ શાહીથી પ્રીન્ટ કરાવીને લઘુત્તમ ૭૦૦ થી ૮૦૦ વર્ષ સુધી આ શ્રુતવારસો ટકાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તથા વિશિષ્ટ ઉત્તમ જ્ઞાનભંડારોને તે ભેટ મોકલ્યા છે. (ઇ) પાટણ અને પાલીતાણામાં આવેલ વિશાલ જ્ઞાનભંડારોમાંથી પુસ્તક-પ્રતો ઉદારતાપૂર્વક પૂજ્યોને આપે છે તથા સાધુ-સાધ્વીજી ભગવંતના અભ્યાસ માટે જ્ઞાનશાળા ચલાવે છે. (() થા છેલાશસાધસૂરિજીના જ્ઞાનવીર= છોલા
પ્રેરક પ.પૂ.રસીલી થાઈશ્રી પાદરીજાજી
(અ) વિશાળ જ્ઞાનભંડારમાંથી બધા જ સુમદાયના સાધુ-સાધ્વીજી તેમજ જ્ઞાની પંડિતોને જરૂર મુજબ પુસ્તકો-પ્રતો અભ્યાસ માટે આપે છે.
(બ) વિશાળ સંખ્યામાં રહેલા હસ્તપ્રતો, માઇક્રોફીલ્મ તેમજ સ્કેનીંગ કરેલ હસ્તપ્રતોની ડીવીડી ઝેરોક્ષમાંથી પૂજ્ય ગુરૂભગવંતોને ઉદારતા પૂર્વક સંશોધનો માટે ઝેરોક્ષ નકલો પૂરી પાડે છે. (ક) સૌથી અદ્યતન કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ડેટામાંથી જરૂરી વિગતો બધા જ પૂજ્યોને ખૂબ જ ઉદારતા પૂર્વક આપે છે.
(ડ) પૂ.ભદ્રગુપ્તસૂરિજી લેખીત શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના પુસ્તકોનું પુનઃપ્રકાશન તેમજ તેમના સમુદાયના પુસ્તકોનું પ્રકાશન કાર્ય કરે છે.
(B) શ્રી વિષ્ણુ દર્શના ત્ર - હોળકા-અમદાવાદ પ્રેરક 8 QZITIES થાપિતિથી વિજય ભાવનાનુસૂરીશ્વરજી વલ
તેઓના સમુદાયના બધા જ પૂજ્યોના ગ્રંથો-પુસ્તકો પ્રકાશન કરે છે. તેમજ બધા જ સાધુ-સાધ્વીજી તથા જ્ઞાનભંડારોને ભેટ મોકલાવે છે. તેઓના સ્ટોકમાં રહેલ પુસ્તકો પણ સ્વખર્ચે માંગણી આવેથી ત્વરિત મોકલે છે.