________________
૨૩૦
કનુભાઈ વ. શેઠ
Nirgrantha કિસણ તણઇં વર મંદરઇ, આવ્યઉ હરખઈ ચંગઈ રે, કિસણ અનઇ બલભદ્ર તિહાં, વિનય કરઇ બહુરંગઈ રે. ૧૫ સી. સિંહાસન બઇસણ ઠવી, પાઈ લાગઇ આણંદો રે, કુસલ-વાત પૂછઈ તિહાં, મુનિવર મનિ નિરદે દો રે, ૧૬ સી. ખિક ઈક તિહાં બાંસી કરી, રાંમતિ કરવા કાજઇ રે, સત્યભામાનાં ઘર ભણી, ચાલ્યઉ વેગિ સમાજઇ રે. ૧૭ સી. સોલ-શૃંગાર સજી કરી, બUઠી ભામા નારી રે, આરિસા માંહિ મુખ જોવતી, રૂપિ કરી સુર નારી રે. ૧૮ સી. વ્યગ્રહપણઈ કરિ તિણિ સમઈ, નવિ દીઠ મુનિ રાયા રે, મન માંહિ કોપ કરઈ ઘણઉ, વિચાર મનિ માયા રે. ૧૯ સી. ઇંદ્ર તણી અંતેઉરી ન કરઇ, માહરી હીલા રે, કિસણ તણાં માંનઈ કરી, કરતી બવઉહલી લીલા રે. ૨૦ સી નવિ જોવઈ મુઝ સનમુખઇ, ન કરઈ વિનય વિશેષો રે, ક્રોધ કરી અતિ પૂરીયલું, જેહ કરાઈ તે દેખઉ રે. ૨૧ સી. વિદ્યા આકાશગામિની, સમરી તિણિ મન માંહે રે, તિહાં થકી ઉડી ગયઉં, કંડિનનયરિ અગાહા રે. ૨૨ સી.
ઢાલ ૨
રાગ કેદાર ગઉડી સુગુણ સનેહી રે મેરે લાલા. એહની ઢાલ તિણિ નગરીનઉ રૂકમી રાજા, રાજ કરઇ જસુ બહુત દિરિવાજા, તેહની લહુડી બિહનિ કહીજઇ, રૂકમિણિ નામઈ ગુણ સલહીજઈ ૨૩ જોવઉ જોવી પુન્ય તણા સુપ્રમાણ, પુનાઈ સબ ગુણ વેગિ કહાણા ૨૪ જો, નારદ રૂકમિણિ મહલ સુચંગઈ, પહુતી તે નારદ મુનિ રંગઇ, વિનય કરી બહુ આદર કીધા, આસન માંડી બહુ જસ લીધા. ૨૫ જો તે બસી રૂકમણિનઈ આગઇ, હરિ ગુણ બોલઇ અધિક સોભાગઇ, કૃષ્ણ તણા ગુણ નારદિ કહિયા, તે સંભલિ રૂકમિણિ ગહગહિયાં. ૨૬ જો. એહવઉ પુરષરતન સોભાગી, પતિ પામું તલ હું વડભાગી, રાગિનિ રૂકમિણિ કરિ સસનેહા, પટ ઉપર લિખિ રૂપની રેહા. ૨૭ જો. તિહાંથી ઉડિ ગગનિ મનિ રંગો, ગય દ્વારિકા તેહ સુચંગઇ, કૃષ્ણ ભણી તે રૂ૫ દિખાલઇ, ભામાની અવિનયમનિ સાલશેં. ૨૮ જો. કહિણઇ મુનીસર કુણ આ દેવી, રૂપબ અધિક સુગુણ જણ સેવી, મુનિ બોલઈ સુણિ તુ મહા-રાયા, ગુણ અધિક બહુરૂપિ સુહાયા. ૨૯ જો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org