SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.III - 1997-2002 Jain Education International વાચક લબ્ધિરત્નકૃત.... વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુક્મિણી સંબંધ સરસ વચન મુઝ આપિજ્યો, સારદ કરિ સુપસાઉ, સીલ તણા ગુણ વરણવ, મનિ ધિરે અધિક ભા. ૧ ગઉડી-મંડણ ગુણ નિલઉ, ફલવધિપુરિ શ્રીપાસ, જસુ પ્રતાપ જગિ પરગડઉ, કહતા પુરઇ આસ. ૨ વીર જિણંદ જગત્રગુરુ, ગાતાં પુરઇ કોડ, ચરમ તિર્થંકર જાણીયઈ, વંદઉ બે કર જોડિ. ૩ ગૌતમ સુધરમ આદિ કરિ, શ્રીજિનદત્તસુરિંદ, શ્રી જિનકુશલસુરીસનÛ, સમરણિ હુઇ આણંદ. ૪ એ સિવહૂં નઈં નિમ કરી, સમરણ નિયમનિ આણિ, સીલ સુવિધિ કરી વરણઉ, વીર તણી વખાણિ. ૫ સીલ તણા ગુણ અનંત હઇ, કોઇ ન પાંમઇ પાર, વાચક લબ્ધિરતન કહઇ, તે સુણિજ્યો સુવિચાર. ૬ ઢાલ ૧ શ્રી જિનવદન નિવાસીની, એ ઢાલ. નવ નારદ જિગ જાંણીયઇ, સીલ કરી સુવિખ્યાતો રે, તિહાં માંહિ નવમ અતિ ભલઉ, સીલ કરી અવદાતો રે. ૭ સીલ સુનિસચલ પાલીપઇ, સીલઇ નવિધિ થાઇ રે, સિદ્ધિ બુદ્ધિ આવી મિલઇ, રિજ્યો તે મનિ ભાઈ રે. ૮ સી આં સાવઘ કામ કરઈ ઘણા, કલહ કરાવઈ બઉહલા રે સિદ્ધિ બુદ્ધિ આવી મિલઈ, વરઈ તે મુગતિ મહેલાં ૨. ૯ સી તિણિ ઉપરિ તુમ્હે સાંભલઉ, રુક્મણી ભાંમા કેર રે, અતિ દિસયંત સુહામણઉ, ભાજઈ ભવ-ભય ફેરઉ રે. ૧૦ સી સોરઠ દેસ સુહામણઉ, સમુદ્ર તણઇ વરતીરઇ રે, બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી છપન-કોડિ જાદવ તિહાં, વસઇ સુખી સુપ્રધાનો રે, દુવારિકા નગરી જાણીયઇ, અલકાપુરીય સમાનો રે. ૧૨ સી વાસુદેવ નવમઉ તિહાં, નામઈ કિસન મુરારી રે, બલભદ્ર સહિત સુખઈ તિહાં, રાજ કરઈ સુખકારી રે. ૧૩ સી અન્ય દિવસિ નવમ તિહાં, નારદ રુષિ-રતન્નો રે, મહિમંડલ બહુ જોવતઉ, કરંતઉ કોડિ જતન્નો રે. ૧૪ સી For Private Personal Use Only ૨૨૯ www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy