________________
Jain Education International
૨૦૦
રસીલા કડીઆ, શીતલ શાહ
આદિભુવન રલીઆમણું રે લો, તે છઇ અતિ મનોહાર રે સા, વીસ ત્ર્યંબ યનજી તણાં રે લો, પૂજઇ લહીઇ પાર રે સા. ૬ કંસારીપુર રાજીઉ રે લો, ભીચભંજન ભગવંત રે સા, બંબ બાવીસઇ પૂજતાં રે લો, લહીઇ સુષ અનંત રે સા. ૭ બીજઇ દેહરઇ જઇ નમું રે લો, સ્વામી ઋષભ યનંદ રે સા, બંબ સતાવીસ વંદતા રે લો, ભવિય નિ આનંદ રે સા. ૮
શકરપુરમાં જાંણીઇ રે લો, પંચ પ્રાસાદ ઉત્સંગ રે સા, ભાવ ધરી યન પૂજતાં રે લો, લહીઇ મુતિ સુચંગ રે સા. ૯ ઢાલ અલબેલાની | રાગ કાફી |
અમીઝ આદઇ લહું રે લાલ, સાત થંબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય ત્ર્યંબશું રે લાલ, પૂજ્યઇ લહીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧
ઋષભતણઇ દેહરઇ નમું રે લાલ, શ્રી યનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃષ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇં શીશ, જા. ૨ સોમચંતામણિ ભોઇરઇ રે લાલ, વંદું થંબ હજાર, જા, કેસરચંદનિ પૂજતાં રે લાલ, લહીઇ ભવચા પાર, જા. ૩
સીમંધર બિરાજતા રે લાલ, જંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુંહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪
ઘૂમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજય સૂરીસ, જા, શ્રી વિજયસેનસૂરી તણું રે લાલ, વડૂઇ શૂભ જગીસ, જા. ૫
સંભવનાથ નવ ખંબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ ત્ર્યંબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬
સલતાંનપુરમાં શાંતિજી રે લાલ, સોલ ત્ર્યંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, ત્ર્યંબ અછઇ અગ્યાર, જા. ૭ તીરથમાલ પૂરી હવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, થંમકો૨ણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮
શ્રી યન સંખ્યા જાણીઇ રે લાલ, ત્ર્યંબ સહ્યાં (?) સય વીસ, જા, સાત સાં પ્રભૂ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઇ પૂજીઇ રે લાલ, પૂજતાં હરષ અપાર જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમા અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાષઇ શ્રી ભગવંત જા, નિશ્ચલ મનિ પ્રભૂ સેવતાં રે લાલ, લહીઇ સુષ અનંત, જા. ૧૧
For Private Personal Use Only
Nirgrantha
www.jainelibrary.org