________________
૧૯૮
Jain Education International
રસીલા કડીઆ, શીતલ શાહ
આહે મણીઆ૨વાડિ જઈ નમું, શ્રી ચંદપ્રભુ સ્વામી,
આહે ઓગણીસ ત્ર્યંબ તસ ભુવનમા, સુષ લહીઇ શર નામી. ૩૪
આહે સાહા જેદાસની પોલિમાં, તિહાં છઇ દેઉલ એક, આહે મુનિસુવ્રત વીસ ત્ર્યંબશું, નમું ધરીઇ વિવેક. ૩૫
આહે ભંડારીની પોલિમાં, દેઉલ એક જ સોહઇ, આહે વાસપૂજ્ય નવ થંબશું, તે દીઠઇ મન મોહઇ. ૩૬
આએ વોહોરા કેરી વલી પોલિમાં, કાઉસગીયા બઇ સાર, આહે પાંચ જંબશું પ્રણમતાં, સકલ સંઘ જયકાર. ૩૭
ઢાલ ત્રપદીનો
સાહા મહીઆની પોલિ વષાણું, પાંચ પ્રાસાદ તિહાં પોઢા જાણું, પૂજીમ કરિની આંગૢ, હો ભવિકા, સેવો જિનવર રાય, એ તો પૂછ્યું પાતિગ જાઇ, એ તો નિરષ્યઇ આનંદ થાઇ, હો ભવિકા. ૧
મલ્લિનાથનઈં દેહિર જઈઇ, બિ પ્રતિમા તિણ થાનકિ લહીઇ, આંન્યા શર પરિ વહીઇ, હો ભવિકા. ૨
આગલિ બીજઇ અંતામણિ પાસ, ભુંયરિ ઋષભદેવનો વાસ, બંબ નમું પં(ચાસ), હો. ૩
પૂંણઇં શાંતિનાથ યગદીસ, તિહાં જિન પ્રતિમા છઇ એકવીસ, નીતિં નારૂં સીસ, હો. ૪
સાહા જસૂઆનું દેહેરું સારું, સોમચિંતામણિ તિહાં જૂહારું, ચઊદ બિંબ ચિત્ત ધારું, હો. ૫
આગલિ દેહરિ રિષભજિણંદ, પરદષ્મણ દેતાં આનંદ, સાઠિ થંબ સુખકંદ, હો. ૬
ભુઇરા કેરી પોલિ ભલેરી, ત્રણ્ય પ્રાસાદŪ ભુંગલ ભેરી, કીતિન કરું યન કેરી. હો. ૭
શ્રી ચંદપ્રભ દેહરઇ દીસઇ, અઢાર બંબ દેષી મન હીંસઇ, શાંતિનાથ જ્યન વીસઇ, હો. ૮
પૂંણઈ દેરું જગવીષ્યાત, બઇઠાં સાંમલ પારસનાથ, પંનર થંબ તસ સાથિ, હો. ૯
આવ્યો ઘીવટી પોલિ મઝારિ, વીર તણો પ્રાસાદ જોહારિ, સાત બંબ ચિત્તે ધારિ, હો. ૧૦
શ્રી ચંદ્રપ્રભયનનઇ જોહારું, પાંચ ત્ર્યંબ મનમાંહિ ધારું, પાતિગ આઠમું વારું, હો. ૧૧
For Private Personal Use Only
Nirgrantha
www.jainelibrary.org