________________
૧૭૮
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
રાગ દેશાષ-સુહણાની ઢાલ, આમરાઇ ગિરનાર નેમિ જિન*, તેણિ જીરાઉલઈ થાપીયા એ. ભંઇરઇ આદિ જિન અડસઠિ બિંબ ધિન, વંદીય સંઘવીય પાટકિ ગયા એ. ૩
(તોટક છંદ) ગયા પાટિક સેગઠાઇ, ચિંતામણિ ચૌદ સાતસઇ, વિમલ ચઊદ ભંઇરઈ છાઇ] બોરપીપલિ ઉલ્હસઇ. સંભવનાથ કિરતી ભુંઈરા સહીત, પંચ્યાસી જિન સુંદર, એકસ સતર વિજયે ચિંતામણિ નમતાં, આલસ પરિવું. ૪
ઢાલ ઉત્સર્પિણી અવસરપિણી આરા - એ ઢાલ સાલવી પોલિ સંભવનાયક, બદતાલીસ જિન પુંગવજી, મુંદરાં વલી સુવ્રત એકાવન, પંચસયા નવપલ્લવજી. ૫ પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી, વ્યાસી નમો અવિલંબજી, શ્રી મુનિસુવ્રત દેહરઈ સુંદરઇ, દોઇસઇ ચૌદહ બિંબજી, ૬ મહુર પાસનઈ દેહરઇ, પ્રતિમા એકસું નઈ ઓગણ્યાસીજી, સીમંધર પ્રાસાદિ ત્રણિસઈ, ઊપરિ આર જગીસજી. ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર, સંભવ જિન નવ્યાસીજી, શાંતિ ભુવન ત્રીસ નેમનાથ પોલિ, ત્રણસઈ પચવીસજી. ૮ લાંબી ઓટિ સુગ(ખ) સાગર પોલિ, શાંતિ પ્રાસાદિ ત્રીસજી, ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ, અડસઠિ જિનવર કહીસિજી. ૯ શીતલનાથિ એકોત્સરિ કહીઇ, સાત્રીસ શ્રી મુહુર પાસજી, શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ, સોમચિંતામણિ પંચાસજી. ૧૦ મહાભિષિમીઇ જગતવલ્લભ જિન, ઓગણપચાસ કહીઇજી, ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં, ગાંધીપાટકિ જઈઇજી. ૧૧ બહરિશું શ્રી શ્રેયાંસ વંદુ, હવઈ નાલીયરનઈ પાડઇજી,
ઋષભ પ્રાસાદિ બહુત્તરિ જિનવર, મુગતિ પંથ દેષાડઇજી. ૧૨ * કાન્યકુબ્ધનરેશ આમરાજાએ શ્રીગિરનાર આદિ તીર્થોનો છે “રી' પાળતો સંઘ કાઢ્યો ત્યારે તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી શ્રીગિરનાર તીર્થપતિ નેમનાથ પ્રભુનાં દર્શન ન કરું ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આવી આકરી તપશ્ચર્યાનું પાલન કરતાં તેઓ ખંભાત સુધી આવ્યા. ત્યાં તેમની તબિયત લથડી. આ જોઈને શ્રીસંઘની વિજ્ઞપ્તિથી ગુરુશ્રી બપ્પભટ્ટસૂરિશ્વર મહારાજ શ્રી અંબિકાદેવીની આરાધના કરી. દેવીએ ગિરનાર સ્થિત નેમનાથ પ્રભુના જેવું જ એક બિંબ લાવી આપીને કહ્યું : “આ બિબના દર્શનપૂજન કરવાથી રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગણાશે. રાજાએ પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને પારણું કર્યું. પ્રસ્તુત બિંબની સ્થાપના જિરાફેલા પાર્શ્વનાથના દેરાસરમાં કરવામાં આવી હતી તે ખાસ વિગત કવિએ અહીં નોંધી છે, આજે પણ જીરાળાપાડાના મોટા દેરાસરમાં નીચે નેમનાથ પ્રભુનું બિંબ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org