SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૨. પ્રતમાં જ્યાં અશુદ્ધ પાઠ છે ત્યાં લિવ્યંતરમાં શુદ્ધ કરીને મૂકવામાં આવ્યો છે. ૩. જ્યાં શબ્દ ઉમેરવા જેવો લાગ્યો છે તેને [ ]માં મૂકવામાં આવ્યો છે. પ્રારંભમાં કવિ પોતાના ગુરુ લલિતસાગરને નમન કરે છે અને ત્યારબાદ શ્રી સરસ્વતી દેવીને પ્રણામ કરી ખંભાતની ચૈત્યયાત્રા વર્ણવે છે. પ્રસ્તુત કૃતિમાં ચૈત્યયાત્રા જીરાઉલઇ પાટિક(જીરાળાપાડો)થી આરંભાય છે અને આજનાં શકરપુર, કંસારી જેવાં પરાં વિસ્તારને આવરી લઈ કતપુરિમાં બાવન જિનાલયના દર્શન સાથે પૂરી થાય છે. આ યાત્રા દરમ્યાન સંઘવીય પાટિક, લાંબી ઓટિ અને અકબરપુર જેવા વિસ્તારોમાંથી પસાર થયા છે તેનો નામોલ્લેખ કર્યો છે. આ ઉપરાંત જીરાવલા પાર્શ્વનાથના દેરાસરમાં આમ રાજાએ સ્થાપેલા નેમિજિનનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કવિએ પ્રત્યેક વિસ્તાર અને તેમાં રહેલાં દેરાસરોની સાથે તે તે દેરાસરોમાંના બિંબની સંખ્યા જણાવી છે. એકાદ સ્થળે પ્રતિમાની અંદાજિત સંખ્યા (માઝનઇ) દર્શાવી છે. વળી, આળીપાડામાંના ચૌમુખજી અને અષ્ટાપદના જિનાલયની તથા કતપુરિમાં બાવન જિનાલયની બિંબ– સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. વળી, શકરપુરના આદિનાથના જિનાલયની બિંબસંખ્યા સ્પષ્ટ જણાવવાને બદલે પાંચ-સાત કહી છે. આવા સંજોગોમાં અહીં આપ્યા પ્રમાણે જ ગણના કરતાંય આ બિંબસંખ્યાનો સરવાળો એમની ગણના સાથે મળતો નથી. દેરાસર જો ભોંયરા સહિત હોય તો તેનો પણ ઉલ્લેખ કર્યો છે. Vol. III - 1997-2002 અંતમાં કવિએ દેહરાં, ભોંયરાં અને દહેરાસર—દરેકની સંખ્યા જણાવીને તેમાં બિરાજમાન પ્રતિમાઓની કુલ સંખ્યા ૧૨૧૭૮ દર્શાવી છે તથા ૮૨ દેહરાં, ૧૩ ભોંયરાં અને વીસ-એક દેહરાસર ગણાવ્યા છે. અલબત્ત આપ્યા પ્રમાણે ગણના કરતાં આ સંખ્યાનો મેળ બેસતો નથી. આમ, અગાઉ પ્રાપ્ત થયેલી ચૈત્યપરિપાટીઓમાં પ્રસ્તુત કૃતિ એક બહુમૂલું ઉમેરણ છે અને ખંભાતનાં દેરાસરોના ઇતિહાસના અભ્યાસ માટે તે ઘણું ઉપયોગી નીવડે તેમ છે. ૧. મતિસાગર કૃત ખંભાઇતિની તીર્થમાલા (સં. ૧૭૦૧) Jain Education International ભલે મીંડું પંડિત શ્રી૬ લલિતસાગર સદ્ગુરુભ્યો નમઃ । શ્રી સદ્ગુરુ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ, ખંભાઇતિની હું કહું તીરથમાલ અભિરામ. ૧ ઢાલ પ્રથમ-વીવાહલાની પાટિક જીરાઉલઇ થંભણ ભેટિ ભલઇ, પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ. વાસપૂજ્ય દેહરઇ સતાવન જિનવર, ભૂંઇરઇ પનર બિંબ વીર શું એ. મોહન પાસ જિન પ્રતિમા એ ચ્યાર ધિન, ભૂંઇરઇ પદમપ્રભુ જિનવરુ એ. તિહાં પ્રભુ પચવીસ આદિ જિન છત્રીસ, ઋષભ જિન છય જિનેશ્ એ. ૧ ૧૭૭ (તોટક છંદ) જિનેશ શ્રી ચંદ્રપ્રભુનઇ એકસુ અઢાર એ, ભુંઇરઇ શ્રી અમીઝરાનઇ ઓગણચ્ચાલીસ સાર એ. શ્રી મુનિસુવ્રત દેહરઇ રે સષર મુતિ ચ્યાર, જીરાઉલઇ શ્રી પાસ જિનનઇ છસઇ છ નિરધાર. ૨ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy