SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિબુધપ્રભાચાર્ય રચિત શ્રીવિવાદપ્રજ્ઞસગ્નમસ્તોત્રમ્ આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર-સાહિત્ય પણ ખૂબ ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. આરાધ્ય કિંવા ઇષ્ટ દેવના, અન્ય દેવોના, દેવીઓના, આમ ભિન્ન ભિન્ન ઇષ્ટ-તત્ત્વને કેન્દ્રમાં રાખીને રચાયેલા વિવિધ વૃત્તછંદમાં નિબદ્ધ સ્તોત્રો મળે છે. અહીં જે સ્તોત્ર પ્રસ્તુત કર્યું છે તે થોડા જુદા પ્રકારનું છે. નિશ્ચિત થયેલી આગમોની જે ૪૫ની સંખ્યા છે તે પૈકીના ૧૧ અંગસૂત્રમાં ગણાતા પાંચમા શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર(ભગવતી સૂત્ર)નો ગુણાનુવાદ કરતું આ સ્તોત્ર છે. સ્તોત્ર શિખરિણી છંદમાં અને દશ પદ્યમાં નિબદ્ધ થયેલું છે. આ વિભાગમાં આ પૂર્વે ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ રચિત “સિદ્ધાન્તસ્તવ’ મળ્યું છે. તેમાં તેઓએ લગભગ બધા જ આગમોની સ્તુતિ કરી છે; પરંતુ એનાથી આ સ્તોત્ર જુદું પડે છે. અહીં વિશેષતા એ છે કે આમાં અનુભૂતિનો સ્પર્શ છે. આઠમા અને નવમા પદ્યમાં એક ખાસ ઘટનાનો ઉલ્લેખ છે. તદનુસાર આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિના શિષ્ય(આ સ્તોત્રના રચયિતા આચાર્યશ્રી વિબુધપ્રભસૂરિ)ને ભગવતીસૂત્રના છ મહિનાના અગાઢજોગમાં તાવ આવેલો. આથી શ્રી ભગવતીસૂત્રને જ વૈદ્ય ગણીને તેઓએ તેની સ્તુતિ કરી. સ્તુતિ કરતાં કરતાં ૨૦મા દિવસે સવારે જ્યાં જાગે છે ત્યારે તાવ ચાલ્યો જાય છે. આવી મહત્ત્વની અનુભૂત ઘટનાને વાચા આપતા સ્તોત્રનું સ્થાન આમ આગવું છે. રચના પ્રાસાદિક છે. પદ્યોમાં ક્યાંય શૈથિલ્ય નથી. છેવટ સુધી રસ જળવાઈ રહે છે. તેઓએ સ્તોત્રાંતે એનો જે પાઠ કરે તેને ફળ પ્રાપ્ત થાય છે તેમ કહી ફલશ્રુતિનું વર્ણન કર્યું છે. આચાર્ય વિબુધપ્રભસૂરિ કયા ગચ્છમાં થઈ ગયેલા ? પ્રસ્તુત નામધારી આચાર્ય નાગેન્દ્રગચ્છમાં તથા રાજગચ્છમાં થયા છે. નાગેન્દ્રગચ્છની અભિલેખીય ગુર્નાવલીઓમાં અન્યથા વિબુધપ્રભ નામ ૧૪મી સદીમાં પ્રાપ્ત થાય છે. જો કર્તા નાગેન્દ્રગચ્છના હોય તો તેઓ સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણસૂરિ(ઈ. સ. ૧૨૯૨)ના ગુરભાઈ હોઈ શકે. જે ઈ. લિ. પ્રતમાંથી આ સ્તોત્ર મળ્યું છે તે પ્રત ૧૬મા સૈકાની લાગે છે. (લિપિના મરોડ અને કાગળની સ્થિતિ પરથી આવું અનુમાન થઈ શકે છે.) રસિક વિદ્ધજ્જનો આ સરસ રચનાના રસાસ્વાદને માણે તે હેતુથી આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે. ટિપ્પણ:૧. નાગેન્દ્રગચ્છના, વસ્તુપાલ મંત્રીના ગુરુ સુપ્રસિદ્ધ વિજયસેનસૂરિના શિષ્ય “ઉદયપ્રભસૂરિ'થી એ જ ગચ્છના આ ઉદયપ્રભસૂરિ ભિન્ન શાખામાં થયેલા : યથા : (ગલ્લક ગુરુ) વર્ધમાનસૂરિ (વાસુપૂજ્યચરિત ઈસ્વી ૧૨૪૩ : અજાહરા પબાસણલેખ ઈ. સ. ૧૨૪૯) ઉદયપ્રભસૂરિ (ગિરનાર અભિલેખ, ઈસ્વી ૧૨૭૮) મલ્લિષેણસૂરિ (ઈસ્વી ૧૨૯૨). વિબુધપ્રભસૂરિ (જુઓ મધુસૂદન ઢાંકી, ““સ્યાદ્વાદમંજરીકÁ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ?” સામીપ્ય, ૫/૧-૨, એપ્રિલ ૧૯૮૮, પૃ ૨૦-૨૬.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy