SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અમૃત પટેલ તે સિન્ધુ-સિન્ધુર-ર-વર-માર્-વૈરિ-पारीन्द्र - पावकभवस्य भयस्य दूरे ॥ यक्षेश्वरांह्रिनरवरोचिरपूर्वदूर्वा मङ्गल्यपल्लवलवैरवतंशिता ये ||९|| काव्येषु भक्तिभरभासुरमानसानां मुक्कालतेव शुचिवर्णगुणोज्ज्वलश्रीः || यक्षाधिपस्तुतिरियं तिरयन्त्यघानि सम्पद्यतां सकलसङ्घमहोत्सवाय ॥१०॥ અનુવાદ ૧. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર તે કપર્દિયક્ષ વિજયી બનો, કે જે શ્રી યુગાદિજિન ઋષભદેવના પૂજનમાં સદા તત્પર છે, વિઘ્નોથી ભયભીત લોકોને કુશળ અભયદાતા છે, અને પોતાના પ્રૌઢ પ્રભાવથી અખિલ સંઘની રક્ષા કરે છે. Nirgrantha ૨. જે વ્યક્તિ પોતાના અંતઃકરણમાં કપર્દિયક્ષને સ્વચ્છ દિવસના સૂર્યની સમાન સ્ફુરાયમાન જુએ છે, તેના ઘરમાં કારમો દારિત્ર્યરૂપ અંધકાર, જાણે આશ્ચર્ય પામ્યો હોય તેમ આવતો નથી. ૩. ચિંતામણિને ગણકારું નહીં, કલ્પવૃક્ષને મનમાં પણ કહ્યું નહીં, કામધેનુને જોઉં પણ નહીં અને નવનિધિનો વિચાર પણ કરું નહીં. હું તો માત્ર ગુણાતિશાયી યક્ષરાજ કપર્દિને જ સેવું. ૪. કલિકાલમાં દેવપ્રભાવ તો કોળિયો બની ગયો છે ત્યારે હે યક્ષરાજ ! આપનો પ્રભાવ-વૈભવ જ સ્પષ્ટ છે. ગ્રીષ્મસમય પૃથ્વીને તપાવે ત્યારે પણ હિમાલયનો શીત-મહિમા નાશ પામતો નથી. ૫. જે યક્ષરાજના પૂજનનાં સરસ-સુંદર, (અથવા પૂજનરૂપ જલથી ભરપૂર એવા) સમયે ફેલાતા કાલાગના ગાઢ ધૂમ્રપટલના બહાને ભક્તજનોનાં તે દુરિત નાશ પામે છે, તેવા કપર્દિયક્ષનો હું શરણાશ્રિત છું. ૬. આ કપર્દિયક્ષ તીર્થપાલક છે તેથી ગાઢ વિપત્તિરૂપ લહેરોથી ઘેરાયેલ (ભવરૂપ) સમુદ્રમાં (સંકટરૂપ) વ્યાલ વગેરે આક્રમણ કરતા નથી. માટે જ યાત્રોત્સવને મનમાં વિચારી, આ ભક્તજન, હૈ કપર્દિયક્ષ ! આપને કર્ણધાર રૂપ માને છે. Jain Education International ૭. હે કપર્દિયક્ષ ! આપ નિર્ધન માટે સાક્ષાત્ નિધિ છો, ક્ષીરચક્ષુ (ઝામર) માટે ગત ક્ષેત(?)ચક્ષુ છો, રોગી માટે આરોગ્યરૂપ અને દુઃખીજન માટે અખંડ સુખરૂપ છે. ૮. દુષ્કર્મરૂપ ઘામને દૂર કરનારી અને વિનાશથી સર્જાયેલ ચિત્તવિકાર રૂપ રજકણને શાંત કરનારી શ્રી કપર્દિયક્ષની દૃષ્ટિ, જિનશાસનરૂપ ઉપવનને ખીલવવા માટે અમૃતવૃષ્ટિ સમાન છે. ૯. યક્ષરાજનાં ચરણ-નખની કાંતિરૂપ અપૂર્વ દૂર્વાનાં માંગલિક પલ્લવો જે ભક્તજનનાં મસ્તકભૂષણ બન્યાં છે. તેનાથી સાગર-ગજરાજ-વિષ-જ્વર-મારી/મરકી-વૈરિ-સિંહ-અગ્નિના ભયો દૂર ભાગે છે. ૧૦. કાવ્યોમાં મુક્તાલતાની જેમ શુચિ(પવિત્ર/ક્ષેત) વર્ણો(રંગ/અક્ષરો)ના ગુણોથી ઉજ્જવલ એવી યક્ષાધિપની આ સ્તુતિ મનમાં ભક્તિ સભર ભક્તોનાં પાપોને દૂર કરે છે. તે સ્તુતિ સકલસંઘને મહોત્સવરૂપ નીવડો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy