SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 અલંકારચિંતામણિ'માં.... ૧૪૩ માટે દુઃખ, પ્રતિકુળતા વગેરેનું નિરૂપણ કરવું. ટૂંકમાં સૂર્યોદય થતાં ચંદ્ર, તારાદિની પ્રભાવહીનતા થાય છે. તેવું નિરૂપણ આવકારદાયક છે. (૨૯) ચંદ્રમાં અલ. ચિંતા૧/૫૬માં અજિતસેન નોંધે છે કે ચંદ્રોદયના નિરૂપણમાં મેઘ, કુલટા, ચક્રવાક, ચોર અને અંધકારનું “વર્ણન' અને વિયોગીઓની ગ્લાનિ-દુ:ખ, (ચાંદનીને લીધે થતી પરિસરની) ઉજ્જવલતા તથા સમુદ્ર, પોયણી અને ચંદ્રકાંત મણિની પ્રસન્નતા વર્ણવવી. (૩૦) આશ્રમ મહાકાવ્યમાં આશ્રમનું વર્ણન પણ મહદંશે જોવા મળે છે. તેમાં મુનિઓની સમીપમાં સિંહ, હાથી અને હરણો વગેરેની શાંતિ, પ્રત્યેક ઋતુમાં પ્રાપ્ત થતાં ફળ અને પુષ્પો વગેરેની શોભા અને ઇષ્ટદેવતાની પૂજા વગેરેનું નિરૂપણ કરવું જોઈએ (૧/૫૭). (૩૧) યુદ્ધ ૧/૫૮માં અજિતસેન યુદ્ધના વર્ય વિષય નોંધતાં કહે છે–નગારાં વગેરે વાઘોના ધ્વનિ, તલવારની ચમક, ધનુષની દોરી ખેંચવી, છત્રભંગ, કવચભેદન, હાથી, રથ અને સૈનિકોનું વર્ણન કરવું જોઈએ. (૩૨) જન્મકલ્યાણક (તીર્થકરોના) જન્મકલ્યાણક સંબંધમાં ગર્ભવતરણ, અભિષેક વખતે ઐરાવત, મેરુપર્વત, સમુદ્ર તથા દેવો દ્વારા જયધ્વનિ વગેરેનું નિરૂપણ કરવું એવું ૧/૫૯માં અજિતસેન નોંધે છે. (૩૩) વિવાહ ૧/૬૦માં અજિતસેન નોંધે છે કે વિવાહવર્ણનમાં સ્નાન, શુભ્ર અંગ, અલંકાર વગેરેનું ધારણ કરવું, સુંદર ગીત, વિવાહમંડપ, વેદી, નાટ્ય, નૃત્ય, વાઘનો ધ્વનિ વગેરેનું નિરૂપણ કરવું જોઈએ. (૩૪) વિરહ વિપ્રલંભનું કેમ વર્ણન કરવું એની સ્પષ્ટતા કરતાં અજિતસેન ૧/૬૧માં નોંધે છે કે વિરહમાં ઉષ્ણ નિ:શ્વાસ. મનની ચિંતા, અંગની દુર્બળતા, શિશિરમાં ગરમી અધિક લાગવી, લાંબી રાતો, જાગરણ, અને હાસ્ય તથા પ્રસન્નતાનો અભાવ નિરૂપવો જોઈએ. (૩૫) સુરત ૧/૬૨માં અજિતસેન નોંધે છે કે, સુરતનિરૂપણમાં સીત્કાર, નખ અને દંતક્ષત, કંદોરા, કંકણ અને નૂપુરનો અવાજ વગેરેનું નિરૂપણ કરવું. (૩૬) સ્વયંવર સ્વયંવરમાં સુંદર નગારાં, મંચ, મંડપ, કન્યા તથા સ્વયંવરમાં પધારેલા રાજાઓના વંશ, પ્રસિદ્ધિ, યશ, સંપત્તિ અને દેખાવ વગેરેનું વર્ણન કવિએ કરવું જોઈએ (અલં ચિંતા. ૧/૬૩.) (૩૭) મધુપાન અજિતસેન મદિરાપાનના વર્ણનીય વિષયો દર્શાવતાં કહે છે કે, ભ્રમરને લક્ષિત કરીને ભ્રમ, પ્રેમ વગેરે કહેવું, (પણ) મહાપુરુષો સુરા દોષરૂપ હોવાથી પીતા નથી (૧/૬૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy