SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પારુલ માંકડ Nirgrantha (૩૮) પુષ્પાવચય ૧/૬પમાં અજિતસેન જણાવે છે કે પુષ્પચયન-ફૂલ વીણવાના કાર્ય દરમ્યાન વક્રોક્તિઓ, ગાત્રસ્મલન, આલિંગન અને પરસ્પર જોવું વગેરે નિરૂપણ કરવું જોઈએ. (૩૯) જલક્રીડા ૧/૬૬માં આ અંગે અજિતસેન નોંધે છે કે, જલક્રીડાના અવસર પર, જલસંક્ષોભ, હંસ અને ચક્રવાકોનું ત્યાંથી દૂર જવું, હારાદિ અલંકારોનું સરી જવું, જલબિંદુઓનું અને જલક્રીડાથી શ્રમ વગેરેનું નિરૂપણ કરવું. અંતે અજિતસેન ઉપસંહાર કરતાં નોંધે છે કે-- वर्ण्यदिङ्मात्रता प्रोक्ता यथालङ्कारतन्त्रकम् । वर्णनाकुशलश्चिन्त्यमनेकविधमस्ति तत् ।। (નં. તા. ૨/૬૭) અલંકારશાસ્ત્રાનુસાર મહાકાવ્યના આ વર્યુ વિષયો અહીં સંક્ષેપમાં કહ્યા છે. તેના અનેક ભેદ છે. વર્ણન કરવામાં નિપુણ કવિઓએ તે સ્વયં કલ્પી લેવા જોઈએ. એ પછી ૧/૬૮માં અજિતસેન અન્ય આચાર્યો (=ભામહ-દંડી જેવા પૂર્વાચાર્યો) અનુસાર મહાકાવ્યના ૧૮ વર્ય વિષયો નોંધે છે : (૧) ચંદ્રોદય (૨) સૂર્યોદય (૩) મંત્ર (૪) દૂત (૫) જલક્રીડા (૬) કુમારનો ઉદય (૭) ઉદ્યાન (૮) સમુદ્ર (૯) નગર (૧૦) ઋતુ (૧૧) પર્વત (૧૨) સુરત (૧૩) યુદ્ધ (૧૪) યુદ્ધ માટેનું પ્રયાણ (૧૫) મદિરાપાન (૧૬) નાયક-નાયિકાની પદવી અને (૧૭) વિયોગ અને (૧૮) વિવાહ - આ વર્યુ વિષયો પણ કેટલાક માને છે. આમ આચાર્ય અજિતસેને વિસ્તારથી મહાકાવ્યના વણ્ય વિષયો દર્શાવ્યા છે. અંતે ૧૮ વિષયો જે આપણને ભામહ-દંડીમાં મળે છે તેની પણ નોંધ લીધી છે. અલબત્ત અલંકારચિંતામણિમાં પણ અજિતસેને એ વિષયો નિર્દેશ્યા છે, પરંતુ તેનો વિસ્તાર કર્યો છે અને વિશેષ સ્પષ્ટતા કરી છે એટલી વસ્તુ વિશેષ છે. આચાર્ય અજિતસેન જૈન મુનિ હતા એટલે પ્રાકૃત ચરિત્રકાવ્યો અથવા જૈન સંસ્કૃત ચરિત્રકાવ્યો કે મહાકાવ્યોનાં લક્ષણો પણ તેમણે ધ્યાનમાં લીધાં છે. એટલે જ તેમણે મહાકાવ્યના વર્ય વિષયમાં જન્મકલ્યાણકનો વિષય ઉમેર્યો છે, જે ભામહાદિમાં ન હોય તે સ્વાભાવિક છે અને આ તીર્થકરોના જન્મપ્રસંગે જે વર્ણન કરવાનું હોય તેમાં જૈન પરંપરાને અનુસરીને જ વિષય-નિર્દેશ કરવામાં આવ્યો છે. બે સ્થળે તેમણે ઉપદેશાત્મક સંભાષણ પણ મૂક્યું છે. જેમકે, મૃગયાના વણ્ય વિષય નિરૂપતાં તેમણે જગતનો ભય ઉત્પન્ન કરવા માટે હરિણોનું આવું વર્ણન કરવું એવું સ્પષ્ટ કહ્યું છે. -कृतं संसारभीरुत्वजननाय वदेत् क्वचित् । (અનં. વિત્તા, ૨/૪૮) વળી નગરવર્ણનમાં જિનાલયનો ઉલ્લેખ પણ ધ્યાનાર્હ છે. ૧/૩૯ મધુપાનના વર્ણન દરમ્યાન મદિરાનો આડકતરો નિષેધ પણ કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy