SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પારુલ માંકડ Nirgrantha વર્ણવવું એવું ક્યારેક કહેવાયું છે. આમ અજિતસેને મૃગયાવર્ણન દ્વારા હરણોનો ભય વગેરેને પ્રતીકરૂપે નિરૂપી સંસારની ભયાનકતા બતાવવાનું કવિને સૂચવ્યું છે. (૨૦) અશ્વ અલં, ચિંતા, ૧/૪૯માં અજિતસેન ઘોડાના વર્ણન વિશે સૂક્ષ્મ નિરૂપણ કરતાં કહે છે. અશ્વમાં તીવ્ર વેગ, દેવમણિ વગેરે શુભલક્ષણો, ગતિઓ (રેચક વગેરે) જાતિ, ઉચ્ચતા જાતિ (તેમાં બાલ્ટીક, કંબોજ વગેરે)નું વર્ણન અપેક્ષિત છે. (૨૧) હસ્તિ-હાથી ૧/૪૯ Bમાં અજિતસેન આ અંગે નોંધે છે કે હાથીનું વર્ણન કરતી વખતે તે શત્રુઓનો ભૂહ તોડે છે તેવું વર્ણન કરવું. તેના કુંભસ્થળ, ગજમુક્તા, મદ અને (મદને કારણે આકૃષ્ટ ભ્રમરો વગેરે) મદાલય ઇત્યાદિનું નિરૂપણ આવશ્યક છે. (૨૨) મધુ એટલે કે વસંતઋતુ વસંતઋતુમાં દોલા, પવન, ભ્રમરનો વૈભવ, કાર=ગુંજારવ અને કળીઓનું ખીલવું, સહકાર (આમ્રવૃક્ષ), પુષ્પો, મંજરીઓ અને લતાઓનું નિરૂપણ આવશ્યક છે. તેવું ૧/૫૦માં અજિતસેન નોંધે છે. (૨૩) નિદાઘ એટલે કે ગ્રીષ્મ ગ્રીષ્મમાં મલ્લિકા, ઉષ્મા (ગરમી), સરોવર, પથિક (વટેમાર્ગ), શુષ્કતા, મૃગજળની ભ્રાંતિ, પરબો અને ત્યાં રહેલી નારીઓનું વર્ણન કરવું જોઈએ એમ ૧/૫૧માં અજિતસેન નોંધે છે. (૨૪) વર્ષાઋતુ અજિતસેન ૧/પરમાં નોંધે છે કે વર્ષાઋતુમાં મેઘ, મયૂર, વર્ષાકાલિક સૌંદર્ય, ઝંઝાવાત (વાવાઝોડ), વૃષ્ટિના કણો (ફુવારો), હંસની ગતિ, કેવડા, કદંબ વગેરેની કળીઓ વગેરેનું નિરૂપણ કરવું. (૨૫) શરદ ચંદ્રની શ્રેત કિરણાવલીનું, હંસ અને બળદાદિની પ્રસન્નતાનું, શુભ્ર મેઘોનું, સ્વચ્છ પાણીનું, કમળ, સપ્તપર્ણ અને જળાશયોનું નિરૂપણ કરવું જોઈએ એવું અલ. ચિંતા. ૧/૫૩માં અજિતસેન જણાવે છે. (૨૬) હેમંત | હેમંતમાં હિમથી ઠરેલી લતાઓ અને મુનિઓની તપસ્યા તેમ જ કાન્તિનું નિરૂપણ કરવું જોઈએ (અલ. ચિંતા. ૧/૫૪A). (૨૭) શિશિર ૧/૫૪ Bમાં અજિતસેન શિશિર ઋતુના વર્ણનમાં નોંધે છે કે શિશિરમાં શિરીષ અને કમળનો વિનાશ અને અતિશય ઠંડીનું નિરૂપણ કરવું જોઈએ. (૨૮) સૂર્ય કવિએ સૂર્યનું વર્ણન કઈ રીતે કરવું એ અંગે જણાવતાં ૧/૫૫માં અજિતસેન નોંધે છે કે તેની અરુણિમા, કમલનો વિકાસ, ચક્રવાકોની આંખોની પ્રસન્નતા, અંધકાર, તારા, ચંદ્ર, દીપકનું તથા કુલટાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy