SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. IIT-1997-2002 અલંકારચિંતામણિ'માં. (૧૧) સમુદ્ર સમુદ્રમાં વિદ્યુમ-પરવાળાં, મણિ, મોતી, મોજાંઓ, હોડીઓ, જળહાથી=મગરો, નદીનો પ્રવેશ અને સંક્ષોભ=ચંદ્રોદય જોઈને હર્ષ, કૃષ્ણકમળ, ગર્જન વગેરેનું વર્ણન કવિએ કરવું (અલ. ચિંતા૧/૪૧). (૧૨) નદી નદીના વર્ણનમાં તેનું સાગરગમન, હંસનાં જોડાં, માછલી, કમલ વગેરે પક્ષીઓનો કલરવ, તટ પર ઉગેલી લતાઓ, નલિની, કમલિની વગેરેની સ્થિતિનું વર્ણન કરવું જોઈએ (અલ. ચિંતા. ૧/૪૨). (૧૩) ઉદ્યાન અજિતસેન ૧/૪૩માં નોંધે છે કે ઉદ્યાનમાં કળીઓ, પુષ્પો, ફળો, લતાઓ, કૃત્રિમ પર્વતો ( ક્રીડાશૈલ) કોયલ, ભ્રમર, મોર, ચક્રવાક અને પથિકોની ક્રીડાનું વર્ણન કરવું જોઈએ. (૧૪) પર્વત અજિતસેન ૧/૪૪માં નોંધે છે કે પર્વતના નિરૂપણમાં શિખર, ગુફાઓ, રત્નો, વન, કિન્નરો, ઝરણાઓ, ટોચ, ગેરુ વગેરે ધાતુઓ, ઊંચાં શિખરો પર રહેતા મુનિઓ, વાંસ અને પુષ્પોનું આધિક્ય વર્ણવવું. (૧૫) વન અલં, ચિંતા, ૧/૪૫ પ્રમાણે વનવર્ણનમાં સાપ, વાંદરા અથવા સિંહ, વાઘ, વરાહ, હરણો આદિ, તેમ જ વૃક્ષો, રીંછ, ઘુવડ વગેરે. કુંજ, રાફડા અને પર્વતનું વર્ણન આવશ્યક છે. (૧૬) મંત્રવર્ણન રાજનીતિ સંબંધી આ વિભાગમાં પાંચ અંગોનું નિરૂપણ કરવું આવશ્યક છે : (૧) કાર્યારંભનો ઉપાય, (૨) પુરુષ અને દ્રવ્યની સંપત્તિ, (૩) દેશ-કાળનો વિભાગ, (૪) વિપ્ન-પ્રતીકાર, અને (૫) કાર્યસિદ્ધિ. આ ઉપરાંત સામ, દામ, દંડ અને ભેદ એ ચાર ઉપાય, પ્રભાવ, ઉત્સાહ અને મંત્ર એ ત્રણ શક્તિનું નિરૂપણ, તથા કુશળતા અને નીતિનું વર્ણન કરવું. ટૂંકમાં મંત્રશક્તિ જ્ઞાનબળ પ્રભુશક્તિ-કોશબલ અને સેનાબળ અને ઉત્સાહશક્તિ વિક્રમબળ કહેવાઈ છે. એટલે (કવિએ) આ રીતે વર્ણન કરવું. (૧૭) દૂત(કાર્ય) દૂતમાં સ્વ-પરપક્ષનો વૈભવ, તથા દોષ અને વાણીનું કલા-કૌશલ વર્ણવવું જોઈએ (અલ. ચિંતા. ૧ ૪૬). (૧૮) પ્રયાણ =વિજયયાત્રા અજિતસેન ૧/૪૭માં નોંધે છે કે પ્રયાણ એટલે કે યુદ્ધમાં વિજય માટે થનારી યાત્રામાં ઘોડાઓની ખરીઓમાંથી ઊડતી ધૂળ, વાજિંત્રોનો અવાજ, પતાકા ફરકવી, ધરતી ધ્રુજવી, રથ, હાથી વગેરેનો સંઘટ્ટ=સંઘર્ષ અને સેનાની ગતિનું વર્ણન કવિએ કરવું જોઈએ. (૧૯) શિકાર ૧/૪૮માં અજિતસેન શિકાર=મૃગયા વિશે નોંધ આપે છે. હરણોનો ભય, ભાગંભાગ, ખરાબ દૃષ્ટિથી જોવું વગેરે વડે જગતમાં ભય ઉત્પન્ન કરવો–આવું લોકોમાં સંસાર પ્રત્યે ભીરતા ઉત્પન્ન થાય માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy