SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III -1997-2002 સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિજિનસ્તુતિ ૧૩૩ ૫) પાર્શ્વનાથની તાંત્રિક ઉપાસના સંબદ્ધ કાવ્યના રચયિતા, જે ૧૩થી ૧૫ શતકના ગાળામાં થયા હોવાનો સંભવ છે. પ્રથમ દૃષ્ટિએ તો સ્તોત્રકર્તા સિદ્ધરાજના સમકાલીન, પ્રથમ સાગરચંદ્ર, હોવાનો સંભવ લાગે છે. કવિતા-પ્રૌઢી તેમ જ કર્તાએ પોતે પોતાના માટે “વિદ્વાનુ” પ્રત્યય લગાવેલો હોઈ એ સંભવ આમ તો બલવત્તર બની રહે છે. પરંતુ તેમાં એક વાંધો આવે છે. ઈસ્વી ૧૪મી સદી ઉત્તરાર્થના અરસામાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત “કુમારપાલદેવ-પ્રબંધ”(પ્રતિલિપિ ઈસ્વી ઉપમા શતકનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાનું અને વિદ્વાન્ શિષ્ય હતા. એમણે ક્રિયાગુરૂક ચતુર્વિશતિનમસ્કારસ્તવની રચના કરેલી જેનો સંધ્યા-પ્રતિક્રમણ સમયે પાઠ કર્યો, જે સાંભળી રાજાએ (કુમારપાળ) ઉદગાર કાઢયા “અહો કવિતા ! અહો રૂપ !” હવે આ સંદર્ભમાં જે સ્તોત્રનો ઉલ્લેખ છે તે તો સ્પષ્ટતઃ અહીં સંપાદિત સ્તોત્ર જ જણાય છે. અને જો પ્રબંધકારે સિદ્ધરાજને સ્થાને કુમારપાળ ન ઘટાવી લીધું હોય તો આ સ્તોત્રનો રચનાકાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૬૦ના અરસાનો થાય. સિદ્ધરાજ પુત્રહીન હતો અને કુમારપાળને પણ પૂર્વાસ્થામાં પુત્ર કદાચ થયો હોય તો તે હયાત નહોતો. અત્યારે તો પ્રકૃત સ્તવન હેમચંદ્ર શિષ્ય સાગરચંદ્રકૃત માનવું ઠીક રહેશે. આ સ્તુતિના કાવ્યાંગ, અલંકાર-વિચ્છત્તિ, ગોપનીય ક્રિયાપદ, રસ આદિની ચર્ચા તો કાવ્યશાસ્ત્રના તજજ્ઞો કરે તે ઉચિત ગણાય. ત્રણ હસ્તપ્રતોનું મિલન કરી પાઠ તૈયાર કરવામાં ૫૦ મૃગેન્દ્રનાથ ઝા તથા શ્રી અમૃત પટેલની મળેલી સહાયનો સાભાર સહર્ષ સ્વીકાર કરીએ છીએ. ટિપ્પણો : ૧. આ વિષયક વિગતો માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, | પૃ. ૨૫૪-૨૫૫, કંડિકા ૩૬૧-૩૬૩. ૨. તદંગે વિશેષ ચર્ચા માટે જુઓ પ્રથમ સંપાદકનો લેખ “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ અંક ૧૧/૧ ૪, અમદાવાદ ૧૯૮૨-૮૩, પૃ. ૬૮-૮૬. આ લેખને સાંપ્રત સંકલનમાં સમાવી લીધો છે : જુઓ અહીં . ૧૫૮ ૧૬૯. ૩. એજન. ૪. જુઓ રમણીક શાહ, “આ. વર્ધમાનસૂરિશિષ્ય શ્રી સાગરચંદ્ર મુનિ વિરચિત ઉત્તરકાલીન અપભ્રંશ ભાષા-બદ્ધ નેમિનાથ રાસ,” અનુસંધાન અંક ૧૦, અમદાવાદ ૧૯૯૭, પૃ. ૩૬-૪૩. સંપાદકે ત્યાં પ્રસ્તુત વર્ધમાન સૂરિને ગણરત્નમહોદધિના કર્તા માન્યા છે, પરંતુ તે ગ્રંથકર્તાએ તો પોતાના ગચ્છનું નામ આપ્યું નથી અને ગુરુરૂપે ગોવિંદસૂરિનું નામ આપ્યું છે. બીજી બાજુ નાગેન્દ્રગચ્છમાં થયેલા જે વર્ધમાન સૂરિએ એમનું વાસુપૂજ્યચરિત્ર સં. ૧૨૯૯ | ઈ. સ. ૧૨૪૩માં સમાપ્ત કરેલું, તે વર્ધમાનસૂરિ આ નેમિનાથ રાસવાળા સાગરચંદ્રના ગુરુ હોવાનું સંભવે છે. ૫. જુઓ શ્રીરામ રસૂરિવિવિત: શ્રીમત્રધરીને:, ત્રિાધાન-વિન્તા,'' જેનસ્તોત્ર સંદોહ, દ્વિતીય ભાગ, સંત ચતુરવિજય મુનિ, અમદાવાદ ૧૯૩૬, પૃ. ૨૨૭-૨૨૮. ૬. સં. આચાર્ય જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૯, “નરવર્મપ્રબંધ,” પૃ૧૧૨-૧૧૭. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy