SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત ‘ચતુર્વિશતિજિનસ્તુતિ’ કવિ સાગરચંદ્રની અહીં પ્રસ્તુત થઈ રહેલી કૃતિ–ચતુર્વિશતિ જિનસ્તવ–નીચેની ત્રણ હસ્તપ્રતોને આધારે સંપાદિત કરી છે : સં. મધુસૂદન ઢાંકી જિતેન્દ્ર શાહ ૬. સ્વ મુનિ પુણ્યવિજયજીએ ઉતારેલી (કે ઉતરાવેલી) સ્તુતિઓના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. એનું સ્રોત મુનિજીએ ત્યાં દર્શાવેલું નથી. વ. ભાંડારકાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑરિએન્ટલ રિસર્ચ, પુણેની સાવસૂરિ કાગળની પ્રત ક્રમાંક 259/ A-1882-83. અક્ષરો પરથી તે ૧૭મા શતકની લાગે છે. અને . લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની ભેટ-સુરક્ષા સંગ્રહની પ્રત ક્રમાંક 885, જે ૧૫મા-૧૬મા સૈકાની હોવાનું જણાય છે. ત્રણે પ્રતોના મિલાનથી પાઠ શુદ્ધપ્રાયઃ બની શક્યો છે. સ્તોત્રકર્તા કાવ્યસંગ્રથન, છંદશાસ્ત્ર, તથા અલંકારશાસ્ત્રના નિષ્ણાત હોવાનું સ્પષ્ટરૂપે જણાય છે. ૨૫ પદ્યમાં નિબદ્ધ પ્રસ્તુત કૃતિમાં ૨૪ વિવિધ છંદોનો વિનિયોગ કર્યો છે. છેલ્લાં ત્રણમાંથી બે (૨૩મા અને ૨૫મા), શાર્દૂલવિક્રીડિતમાં બાંધેલાં, પદ્યો એક તરફ રાખતાં બાકીનાં બધાં જ અલગ અલગ છંદમાં નિબદ્ધ છે. (છંદોનાં નામ મૂલ હસ્તપ્રતોમાં નોંધાયેલાં છે.) પ્રત્યેકમાં ક્રિયાપદ પ્રચ્છન્ન રાખીને કવિએ કાવ્યચાતુરી બતાવી છે. કાવ્ય-બંધારણની દૃષ્ટિએ તેમ જ શૈલીને લક્ષમાં લેતાં, અને તેમાં રહેલાં મર્મ, પ્રવાહિતા, માંજુલ્ય, અને પ્રસાદાદિ મૂલગુણોની ઉપસ્થિતિને કારણે એ મધ્યકાળની સરસ સ્તુતિ-રચનાઓ માંહેની એક ગણી શકાય તેમ છે. કર્તાએ આખરી પદ્યમાં પોતાનું ‘સાગરચંદ્ર' નામ પ્રગટ કર્યું છે, પણ સ્વગુરુ, ગચ્છ, આદિનો નિર્દેશ દીધો નથી. સાગરચંદ્ર નામ ધરાવતા કેટલાક મધ્યકાલીન મુનિઓ થઈ ગયા છે અને તેમાંથી આપણા કર્તા કોણ હોઈ શકે તે વિશે હવે વિચારીએ. (૧) અજ્ઞાતગચ્છીય ગોવિંદસૂરિના શિષ્ય પં. સાગરચંદ્રનાં, વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(ઈ. સ. ૧૧૪૩)ની સ્વોપક્ષવૃત્તિમાં, બે પદ્ય ઉધૃત થયાં છે, જેમાં એકમાં ગૂર્જરેશ્વર જયસિંહદેવ સિદ્ધરાજની પ્રશંસા કરેલી છે. આથી એમનો સમય ઈસ્વી ૧૨મી સદી પૂર્વાર્ધ હોવાનું સ્પષ્ટ છે. (૨) પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રસૂરિના, એક ઉત્તર-મધ્યકાલીન પ્રબંધ-કથિત શિષ્ય, સાગરચંદ્ર : એમની કવિતા અને રૂપથી મહારાજ કુમારપાળ પ્રભાવિત થયેલા. તેમનો કાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦૧૧૭૫નો હોવો ઘટે. (૩) રાજગચ્છીય કવિ માણિક્યચંદ્ર સૂરિના ગુરુ સાગરચંદ્ર, જેઓ પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીના આખરી ચરણમાં થયા છે. Jain Education International (૪) નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય સાગરચંદ્ર, જેમની એક અપભ્રંશ રચના તાજેતરમાં પ્રાપ્ત થઈ છે”, અને જેનો સમય ઈસ્વી ૧૩મી સદીનું ત્રીજું ચરણ હોવાનું જણાય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy