SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.I-1996 તારંગાના અહંતુ અજિતનાથના... પૂર્વાર્ધના કર્તા જિનપાલોપાધ્યાયે સ્વગુરુ જિનપતિસૂરિ જયારે આશાપલ્લિ (કર્ણાવતી)માં આવ્યા ત્યારે ત્યાં દંડનાયક અભયદ”ની એક પ્રસંગના સંદર્ભમાં ઉપસ્થિતિ તથા તેણે ભજવેલ ભાગ વિષે જણાવ્યું છે, ત્યાં અલબત્ત તેમણે નામ ““અભયડ” બતાવ્યું છે, પણ તે તો ‘દ'ના પ્રાકૃત રૂપ ‘ડનો યથાતથ સ્વીકાર કરવાને લીધે છે. શ્રી લક્ષ્મણ ભોજકે પ્રસ્તુત અભયદના વંશજોનો એક ખંડિત સંસ્કૃત લેખ નિર્ચન્થના પ્રથમ અંકમાં પ્રકાશિત કર્યો છે : તેમાં યશોદેવના પુત્ર રૂપે) એક સ્થાને “અભયદ મંત્રી', અને બીજે સ્થાને “દંડનાયક' અભયદ', એમ સ્પષ્ટ રૂપે અભિધાન મળે છે૧૯ જે ઉપલી વાતનું પૂર્ણતયા સમર્થન કરે છે. આ સિવાય ગિરનાર પરના કહેવાતા સંગ્રામ સોનીના મંદિરના મંડપમાં રહેલા નંદીશ્વરપટ્ટ પરના, શ્રીમાળી વસત્તપાલના સં૧૨૫૬ ઈ. સ. ૧૨૦૦ના લેખમાં પણ તેના પિતા રૂપે “અભયદ” એવું નામ આપ્યું છે, જેનાથી ૧૨મા શતકમાં એ પ્રકારનું અભિધાન પ્રચલિત હોવાનું સ્પષ્ટતયા સૂચિત થાય છે. તારંગાના મંદિરના કારપક દંડનાયક અભયદ (અભયદેવ નહીં) હતા કે સ્વયં કુમારપાળ તે વિષે, સોમપ્રભાચાર્ય જિનધર્મપ્રતિબોધ'માં વસ્તુતયા શું કહેવા માગતા હતા તે વિષયમાં હવે જરા વિસ્તારથી જોઈએ. સોમપ્રભાચાર્યે “આર્યખપુટાચાર્યકથા” અંતર્ગત તારંગા વિષેની વાતમાં અજિતનાથના મંદિર સંબંધમાં રાજા કુમારપાળના મુખમાં નીચે મુજબના શબ્દો મૂક્યા છે : तत्थ ममाएसेणं अजिय जिणिदस्य मंदिरं तुंगं । दंडाहिव अभयेणं जसदेवसरण निम्मिवियं ॥ અહીં ‘‘અનુજ્ઞા” (મug) એટલે કે અનુમતિ, consent, જેવો શબ્દ નહોતાં ‘‘આદેશ” (માણસ)-આશા, હુકમ, command, order–શબ્દોનો પ્રયોગ થયો છે. દંડનાયક અભયદેવે મંદિરનું નિર્માણ જરૂર કરાવ્યું પણ સ્વકીય દ્રવ્ય-કાર્યણાદિથી નહીં, રાજાના “આદેશથી, એટલે કે રાજા માટે જ કરાવેલું : અહીં આવો અર્થ જ અભિપ્રેત છે, તે વાત સોમપ્રભાચાર્યે કુમારપાળનાં નિર્માણો સંબંધમાં આપેલ એક અન્ય દેષ્ટાન્તથી પૂર્ણપણે સિદ્ધ થઈ જાય છે : જેમ કે પાટણમાં રાજાના ‘આદેશથી વાભટ્ટ મંત્રીએ વાયડ જ્ઞાતીય ગર્ગ શ્રેષ્ઠીના પુત્રોની દેખરેખ નીચે “કુમારવિહાર' નામનું પાર્શ્વનાથ જિનનું ચતુર્વિશતિ જિનાલય કરાવ્યું. આ કુમારવિહાર પર હેમચન્દ્રના પટ્ટશિષ્ય રામચન્દ્ર કુમારવિહારશતક કાવ્ય રચ્યું છે. સ્વર્ય હેમચન્દ્ર પાટણમાં કુમારપાળે પાર્શ્વનાથનું મંદિર કરાવ્યાનો ઉલ્લેખ દ્વયાશ્રયકાવ્યમાં કરેલો છે, જે ઉપરકથિત કુમારવિહાર જ હોવાનું જણાય છે. આમ અહીં પણ માણસ શબ્દ કુમારપાળનો રાજાદેશ અને એથી રાજકોશામાંથી ખર્ચાયેલ દ્રવ્યથી મંદિર બંધાયેલું એવા તથ્યનો દ્યોતક છે : પણ પ્રસ્તુત સંદર્ભમાં મહેતાશેઠના સિદ્ધાન્તને માનીએ તો તે મંદિર કુમારપાળ કારિત નહીં પણ વાભટ્ટમંત્રીકર્ક (કે પછી ગર્ગ શ્રેષ્ઠીના પુત્રો કારિત) જ માનવું પડે; પણ ઉપરકથિત સમકાલીન લેખક હેમચન્દ્ર આપેલું પ્રમાણ એવી સ્થાપનાથી વિરુદ્ધ જાય છે. આથી આવી જ ઘટના તારંગાના મંદિર સંબંધમાં પણ બની તેમ માનવું સયુક્તિક છે. આખરે મેરુ જાતિનો પ્રાસાદ મોટા રાજાઓ સિવાય અન્ય કોઈ બંધાવતું નહીં તે હકીકત સિદ્ધરાજ કારિત સિદ્ધપુરના રૂદ્રમહાલયથી અને કુમારપાળે નવનિર્માણ કરાવેલ પ્રભાસના સોમનાથના મંદિર (ઈ. સ. ૧૧૬૯)થી સિદ્ધ છે. અન્યત્ર પણ બહુ મોટાં મંદિરો રાજકારિત જ હોવાનું જ જાણમાં છે. જૈનોમાં શ્રેષ્ઠીઓ, ઠક્કરો (જમીનદારો), મંત્રીઓ, મહામાત્યો, દંડનાયકો આદિમાંના ઘણાખરા ધનવાન અને વગદાર હતા, પણ તેમાંના કોઈએ પણ મોટા માનનો મેર જાતિનો પ્રાસાદ બંધાવ્યાની નોંધ હજી સુધી ક્યાંયથીયે પ્રાપ્ત નથી થઈ. ૪. વિદ્ધપુંગવોનું આગળનું લખાણ જતાં તેમાં ઇતિહાસવિષયને સ્પર્શતું એક નીચે પ્રમાણેનું વિધાન મળે છે. “..... અભયદેવ માટે બીજો કોઈ ઉલ્લેખ હોય તો તે તપાસતાં ‘લઘુપ્રબંધ'માંથી કેટલીક સામગ્રી Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy