SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મધુસૂદન ઢાંકી Nirgrantha પ્રાપ્ત થાય છે. લઘુપ્રબંધોમાં એક સહસ્ત્રલિંગપ્રબંધ છે, તેમાં સિદ્ધરાજની સભાનું વર્ણન છે. આ વર્ણનમાં પ્રથમ સ્થાન સાજુ મસ્ત્રીનું અને બીજું સ્થાન આભડ વસાહનું છે. આ પ્રબંધના સંપાદનમાં આભડ વસાહ દંડનાયક હોવાનું વિધાન થયું છે. તેથી આભડ દંડનાયક સિદ્ધરાજનો સમકાલીન હતો અને કુમારપાલના સમયમાં તેની સત્તા વધી હોવાના સંપાદકના વિધાનમાં શક્તિ છે. આભડ અને અભયદેવ એ બન્ને શબ્દો એક વ્યક્તિના સૂચક હોવાની માન્યતા સ્વીકારતાં, જૈન પરંપરા જુદી જુદી વહીઓ રાખનાર આભડ વસાહમાં આ દંડનાયકની પ્રવૃત્તિ સાચવતી દેખાય છે. આ બાબતે વધુ અન્વેષણને અવકાશ છે.”.... ૨૭ અવલોકન :- જ્ઞાત પ્રબન્ધોમાં તો “આભડવસાહને પાટણનો શ્રેષ્ઠી કહ્યો છે, દંડનાયક નહીં; અને તેના પિતાનું નામ ત્યાં “જશદેવ’ (યશોદેવ) ન હોતાં બીજું જ જોવા મળે છે. પુરાતન-પ્રબન્ધ-સંગ્રહ (પ્રત b, DA, ) (૧૫મી સદી મધ્યભાગ)ના “વસાહ આભડ પ્રબન્ધ”માં તેને અણહિલ્લપુરના શ્રેષ્ઠી નાગરાજનો પુત્ર કહ્યો છે. હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના પ્રબન્ધકોશ (ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત બંધમાં તેને અણહિલપુરના શ્રીમાલવંશીય શ્રેષ્ઠી “નૃપનાગ’નો પુત્ર કહ્યો છે૨૯. જિનધર્મપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫)માં કુમારપાળે “શ્રેષ્ઠી નેમિનાગના પુત્ર અભયકુમારને ગરીબ જૈનો માટે પાટણમાં શરૂ કરેલા સત્રાગારની દેખરેખ માટે નિમણૂક કરેલી તે અભય પ્રસ્તુત આભડ જ લાગે છે. આ આભડ નેમિનાગ’ વા “નૃપનાગ’ અપરનામે “નાગરાજનો પુત્ર હતો, યશોદેવનો નહીં; અને તેને આ બધા, લઘુપ્રબન્ધસંગ્રહ (૧૫મી શતી)થી જૂના, ગ્રન્થોમાં ક્યાંય દંડનાયક કહ્યો નથી. આમ દંડનાયક અભયદ અને પાટણના આભડ વસાહની અનન્યતા સિદ્ધ થઈ શકે તેમ નથી. બન્ને સમકાલીન પણ ભિન્ન વ્યક્તિઓ હતી. ૫. લેખક મહોદયો પોતે કરેલાં અર્થઘટન અને તેમાંથી નીપજતી કલ્પનાની માંડણી પર આગળ વધતાં આ પ્રમાણે લખે છે : “.....અભયદેવ દંડનાયક હતા, તેમણે અજિતનાથનું દેરાસર બાંધવાની બાબત શ્રીસંઘ તથા જૈનાચાર્યોની સાથે ચર્ચાવિચારણા કરીને તેમનો નિર્ણય અનુમતી (અનુમતિ) માટે કુમારપાલને મોકલીને તેમની આજ્ઞા મેળવીને કામ કર્યું લાગે છે. આ વ્યવહાર તત્કાલીન સમાજમાં જાણીતો હતો, એ બાબત ચંદ્રાવતીના દંડનાયક વિમલે ભીમદેવની આજ્ઞા વિમલવસહી માટે મેળવી હતી તે દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે. “અજિતનાથના દેરાસરની સાદી જગતી, કામદ પીઠ જેવી રચનામાં કંઈક આર્થિક વ્યવસ્થા દેખાય છે*, તેથી દેરાસરના બાંધકામ માટે જરૂરી રાજાજ્ઞા મળી હતી, પરંતુ તેની અર્થવ્યવસ્થા અભયદેવ તથા શ્રીસંઘ દ્વારા થઈ હોવાનું અનુમાન પુષ્ટ થાય છે. વિમળશાહે આબૂ પર વિમલવસહી દંડનાયક તરીકે બાંધ્યું હતું તેમ અભયદેવે તારંગામાં અશ્વિનાથનું દેરાસર બાંધ્યું”....૪ અવલોકન :- પાછળ જોઈ ગયા તેમ મંદિર તો રાજાનિર્મિત જ હતું, પણ તેનું નિર્માણ, એટલે કે પ્રસ્તુત સંદર્ભમાં અભયદ દંડનાયકે નિર્માણ કામની દેખરેખ માત્ર રાખેલી હશે તેમ જણાય છે. મંદિરની જગતી સાદી છે; અને જગતી ઉપરની ફરસબંધી લગભગ ૨૫૦ ફટ x ૧૫૦ ફૂટ જેટલા વિશાળ ક્ષેત્રમાં ફ્લાયેલી છે તે કારણે એમ હશે ? પીઠમાં વિશેષ થરો લીધા નથી તે બાબત પર ઉપર ચર્ચા થઈ ચૂકી છે. મંદિરના નિર્માણ સંબંધમાં અભયદે આચાર્યો સાથે વિચારવિમર્શ કરેલો, કે સંઘ તરફથી આર્થિક સહાયતાદિ મળી હતી તેવી કલ્પના કરવા માટે તો કોઈ પણ સ્રોતમાંથી જરાપણ સૂચન મળતું નથી : મૂર્ત નાસ્તિ કુતઃ શRG ? મંદિર બનાવવાનો આદેશ કુમારપાળનો પોતાનો હતો. ૬. મહાભાગ મહેતા તથા સહલેખક વિદ્વાનાં કેટલાંક અન્ય સન્દર્ભગત વિધાનો હવે તપાસીએ : ....અભયદેવ જૈન ધર્મી હોવાથી તેના પ્રદેશને અજેય બનાવવાની જવાબદારી આવી પડે ત્યારે તેણે તીર્થકરો પૈકી કોનો આશ્રય લેવો તે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. તીર્થકરોની નામાવલી [.] તેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy