SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha સ્તોત્રમાં શ્વેતામ્બર માનતુંગાચાર્યકુત ભક્તામરસ્તોત્ર (પ્રાય: ઈસ્વી છઠ્ઠી-સાતમી શતી), કે દિગમ્બર કુમુદચન્દ્રાચાર્યના કલ્યાણમદિરસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીનું પ્રથમ ચરણ) જેવી થોડીક કૃતિઓને બાદ કરતાં ભક્તિરસની ઉત્કટતા આદિ તત્ત્વો જોવા મળતાં નથી. એથી શ્રીપાલ કારિત સ્તુતિમાં એ તત્ત્વોની અનુપસ્થિતિને કારણે કર્તા જૈન નથી તેમ કહી શકાય તેમ નથી. મેં હજારેક જેટલા જૈન સ્તોત્રોનો અભ્યાસ કર્યો છે, ને તેના આધારે કહી શકું છું કે શ્રીપાલની સ્તુતિ બહિરંગ-અંતરંગથી બિલકુલ જૈનકારિત હોવાનો જ ભાસ આપે છે, અને એથી તેના કર્તા જૈન હોવાની સમીચીનતાને પડકારી શકાય તેમ નથી. કવિએ પદ્યોમાં પાદાન્તયમકનો ઉપયોગ કર્યો છે, જેવું તેમની પૂર્વે બપ્પભટ્ટસૂરિ, શોભનમુનિ, જિનેશ્વર સૂરિ, ઇત્યાદિ અને તેમના પછી દિગમ્બર દ્વિતીય દેવનન્દી (ઈસ્વી ૧૨મી શતી ઉત્તરાર્ધ) એવં અનેક અજ્ઞાત મધ્યકાલીન-ઉત્તરમધ્યકાલીન શ્વેતામ્બર કર્તાઓની કૃતિઓમાં જોવા મળે છે. આલંકારિક ચાતુરીના પ્રદર્શનથી રસાત્મકતાની થતી હાનિ તો કેટલાંયે જૈન સ્તોત્રોમાં જોઈ શકાય છે, જેવું શ્રીપાલની કૃતિમાં પણ બન્યું છે. અન્યથા કાવ્ય-ચમત્કૃતિની દૃષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવતી કુડિબંધ જૈન સ્તુતિઓ પણ આ જ પ્રકારની, એટલે કે બુદ્ધિજનિત હોઈ, કંઠસ્થ કરવા યોગ્ય નથી હોતી૩૭. આ પળે મને એક સમાન્તર દૃષ્ટાન્ત યાદ આવે છે; દિગમ્બર પરમ્પરામાં પ્રાયઃ ઈસ્વી આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા મહાકવિ ધનંજયના રાઘવપાણ્ડવીયમ્ નામક દ્વિસંધાન કાવ્યનું. પ્રસ્તુત કાવ્યમાં બ્રાહ્મણીય રામાયણ તથા ભારતકથા અનુક્રમથી એકએક દ્વિ-અર્થક પદ્યમાં વણી લેવામાં આવી છે. દ્રાવિડસંધીય દિગમ્બર મુનિ વાદિરાજે તેમના પાર્શ્વનાથચરિત (ઈ. સ. ૧૦૨૫)માં, અને તેમની પહેલાં પ્રતીહારરાજના બ્રાહ્મણીય સભાકવિ, મહાનું કાવ્યશાસ્ત્રી રાજશેખરની એક ઉક્તિ (પ્રાયઃ ઈસ્વી ૯૦૦)માં ઉપર્યુક્ત કાવ્યની પ્રશંસા કરી છે. કાવ્ય-વસ્તુ ઉપરથી તો પહેલી નજરે કવિ ધનંજય બ્રાહ્મણમાર્ગી જ જણાય : પણ તેમની પ્રસિદ્ધ કૃતિ નામમાલામાં જૈન નિર્દેશો છે. અને એમણે વિષાપહારસ્તોત્ર નામથી પ્રસિદ્ધ દર્શનપરક “સાધારણજિનસ્તવ' પણ રચ્યું છે. શ્રી પંડ્યાની કવિ શ્રીપાલ અંગે પ્રસ્તુત કરેલી સ્થાપનાના મૂલગત સિદ્ધાન્તો પ્રમાણે તો આ જૈનધર્મી મનાતા કવિરાજ ધનંજયને પણ વેદવાદી જ ગણવા જોઈએ : અને ઉપર્યુક્ત સ્તોત્ર તેમણે કોઈ ને કોઈ દિગમ્બર જૈન મુનિ પરત્વેના તેમના આદર-અનુરાગને કારણે જ બનાવ્યું હશે તેમ કહેવું જોઈએ ! તેમ જ નામમાલામાં જિન મહાવીરને લગતા ઉલ્લેખો પણ એ જ કારણથી કર્યા હશે, તેમ માનવું ઘટે ! અલબત્ત, મને ધ્યાનમાં છે ત્યાં સુધી તો કોઈએ રાઘવપાણ્ડવીયમુને લઈને ધનંજય જૈન ન હોવાનો તર્ક કર્યો નથી તે અહીં જણાવવું જોઈએ. | ચર્ચામાં એક નાનો મુદ્દો રહી જાય છે. વાદી દેવસૂરિ તેમ જ આચાર્ય હેમચન્દ્ર સ્વયં ઉચ્ચ કોટિના સ્તુતિકારો હતા. તેમની સાથે નિકટનો સંબંધ હોવાને કારણે “તેમને માટે” શ્રીપાલ ચતુર્વિશતીજિનસ્તુતિ રચી આપે તેમ માનવું વધુ પડતું ગણાય. હવે રહ્યો “સંભવ’ અને ‘શંભવ’ અંગેનો મુદ્દો. પ્રાકૃતોમાં તાલવ્ય “શ'ને સ્થાને દત્ય “સનો પ્રયોગ થાય છે. તૃતીય તીર્થંકરનું “સંભવ' રૂપે અભિધાન મૂળે અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ સુપ્રસિદ્ધ આગમિક ચતુર્વિશતીસ્તવ (પ્રાય: ઈસ્વી પ્રથમ શતાબ્દી), તેમ જ તે પછી દેવવાચક કૃત નન્દીસૂત્ર (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી મધ્યભાગ)ની ઉત્થાનિકાના મંગલસ્તવમાં મળે છે. અને કેટલાક સંસ્કૃત જૈન સ્તુતિકારોએ તેમ જ ટીકાકારોએ તેનો યથાતથ સ્વીકાર પણ કર્યો છે. પણ બીજા ઘણા સ્તુતિકારોને સંસ્કૃત ભાષામાં તો મૂળ અભિધાન “શમ્ભવ' હોવાનું અભિમત છે, જેના ઈસ્વી છઠ્ઠી શતાબ્દીથી લઈ ૧૭મી શતાબ્દીનાં અનેકાનેક દૃષ્ટાંતો છે. અહીં તેમાંથી થોડાંક પ્રમાણરૂપે ઉઝુંકીશું, જેથી એ મુદાનું સ્વતઃ નિરાકરણ થશે. દક્ષિણની દિગમ્બર જૈન પરમ્પરામાં થઈ ગયેલા દાર્શનિક કવિ, વાદિમુખ્ય સમન્તભદ્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy